Gujarat

મહેફિલ માણતાં ઝડપાયેલાં પીએસઆઈ સસ્પેન્ડ

સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાંથી અમદાવાદના વેપારીની દારૂની મહેફિલમાંથી રંગેહાથ ઝડપાયેલા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી.સી.સિંગરખિયાને આખરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ અમદાવાદ પોલીસને રિપોર્ટ કર્યો હતો, જેને લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમના પીએસઆઇને સસ્પેન્ડ કરાતાં અમદાવાદ સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. એસ. સિંગરખિયા બે ડાન્સર યુવતીઓ અને અન્ય યુવકો સાથે દાણીલીમડાના વેપારીની જન્મદિવસની સુરેન્દ્રનગર ખાતેના એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાં બજાણા પોલીસે દરોડો પાડી કુલ ર૧ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે પીએસઆઈ સિંગરખિયા અને યુવતી સહિતના બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઈને જવા દેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતુ કે, પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર પોલીસ અમદાવાદ પોલીસને જાણ કરશે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગરખિયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ સામેલ થયા હતા. બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સહિત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીએસઆઈ સહિતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો, જયારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દીપક મેઘાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની એજન્સીના જવાબદાર પીએસઆઇ રજા પર ન હોવા છતાં તેમના કાર્યક્ષેત્રથી બહાર હતા. આ મામલે અમદાવાદ પોલીસને રિપોર્ટ કરવામાં આવશે. પાંચ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે, જેમાં એક ગાડી પીએસઆઈ લઈને આવ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવશે. પીએસઆઈ દારૂ પીધેલા ન હતા છતાં પણ તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ બાબતે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. રિસોર્ટની સામે આવેલી હોટલમાં આ નબીરાઓ જમવાનું લેવા ગયા હતા. હોટલ માલિકે પૈસા માગતાં પૈસા આપવાની ના પાડીને બોલાચાલી કરી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસ હોટલ પર આવી હતી. બાદમાં ખાનગી રીતે તપાસ કરતાં દારૂ પીધેલા ઝડપાયા હતા. પીએસઆઈ સિંગરખિયાની ગાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.

Related posts

પોલીસ હેડક્વાર્ટરની પ્રિઝનર વાનમાંથી ડીઝલ ચોરીનું કાંડ

aapnugujarat

Central Zoo Authority conducts a webinar on World Lion Day

editor

अहमदाबाद में भी भारी तबाही चारों तरफ जलभराव की स्थिति

aapnugujarat

Leave a Comment