Gujarat

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

રાજ્ય સરકારે કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોના ધરાવતા ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મળી રહે તેમજ ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી માફી યોજનામાં ફેરફાર કરી મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વીજ ગ્રાહકોના વિશાળ હિતને ધ્યાને લઈને સંવેદનશીલ નિર્ણયના ભાગરૂપે ઊર્જા વિભાગ દ્વારા માફી યોજના-૨૦૧૭ જાહેર કરી હતી. જાહેર સંસ્થા ઉપરાંત ખેડૂતલક્ષી હિતને ધ્યાને લઈ આ યોજનામાં ફેરફાર કરી મુદત પણ વધારવામાં આવી છે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આ યોજના સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય છ કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા ગ્રાહકો માટેના ઉર્જા વિભાગ દ્વારા માફી યોજના ૨૦૧૭ જાહેર કરી હતી. રાજ્ય સરકારે આ યોજનામાં ફેરફાર કરી, તા.૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલ હોય તેવા જોડાણોને પણ માફી યોજનાનો લાભ આપવાનો તથા માફી યોજનાની મુદત વધારવાનો નિર્ણય લીધો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો માટે સ્કારય યોજના અમલમાં મૂકવામાં આવી છે. સ્કાય યોજનાનો લાભ કાયમી ધોરણે જેમના વીજ જોડાણો બંધ થયેલ છે તેવા ખેડૂતો પણ લઇ શકે તે માટે પણ ૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ઉપરાંત જાહેર હેતુ માટે વીજ જોડાણનો ઉપયોગ થતો હોય તેવા સ્ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટીંગ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ હેઠળના ટ્રસ્ટન અને જાહેર સંસ્થાથઓના વીજ જોડાણોને પણ યોજનામાં સમાવિષ્ટટ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સ્ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ પ્રમાણે બિલ ભરતા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે અને આ પ્રકારના ગ્રાહકો બીલની મૂળ રકમ ભરપાઇ કરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. આ યોજના હેઠળ અગાઉની તા. ૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાાને તા. ૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ મળશે અને યોજનાની મુદ્દત તા. ૨૪-૭-૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે તેને તા.૩૦-૯-૨૦૧૮ સુધી વધારવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. ૩૧-૫-૨૦૧૮ સુધીના તમામ કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત ૬૪.૫૨ કરોડની રકમ માફ કરવાની થશે. જયારે સ્ટ્રીટ લાઇટ અને જાહેર હેતુ માટેના જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત ૨.૨૫ કરોડની રકમ માફ કરવાની થશે.

Related posts

સમાજ એકસંપ થઈને બિનહિંદુ શક્તિઓના કાવતરાઓને નિષ્ફળ બનાવે : ભૈયાજી જોશી

aapnugujarat

अहमदाबाद शहर में धीमी बारिश जारी : कई वृक्ष गिरे

aapnugujarat

બિટકોઇન : સીઆઇડી ક્રાઇમ વડા તેમજ ડીજીપીને બોલાવ્યા

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat