Uncategorized

છેલ્લા ૧૩ વર્ષથી ઓવરડ્રાફ્ટ નહીં ઃ ગુજરાતે વિવેક જાળવ્યો ઃ નિતિન પટેલ

રાજયના વર્ષ-૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચના ૫૭.૩૭ ટકા રકમ સામાજિક સેવાઓ માટે વાપરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનું સમાપન કરતાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ-૨૦૧૬-૧૭ કરતાં વર્ષ ૨૦૧૭-૧૮ના અંદાજપત્રનું કદ ૧૬.૧૮ ટકા વધુ છે. એટલું જ નહીં રાજય સરકાર સામાજિક સેવાઓ પાછળ ગત વર્ષ કરતા ૪૦.૪૦ ટકા રકમ વધારે ખર્ચશે. જ્યારે વિકાસલક્ષી ખર્ચ માટે ગત વર્ષની સરખામણીએ ૧૦.૮૦ ટકા વધુ જાગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના નાગરિકોનું જીવન ધોરણ સુધરે અને સૌને સુખાકારીની અનુભુતિ થાય એવા ક્ષેત્રો પર રાજય સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રીય કર્યું છે, એમ કહીને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્ર માટે અંદાજપત્રની કુલ જાગવાઈના ૮.૪૨ ટકાની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ, રતમ ગમત, કલા અને અંદાજપત્રની કુલ જાગવાઈના ૮.૪૨ ટકાની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ, રમત ગમત, કલા અને સાંસ્કૃતિ ક્ષેત્રો માટે વિશેષ પ્રકારે ૨૧,૯૦૯ કરોડની જાગવાઈ કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં ૮.૭૩ ટકા વધુ છે. સમાજ કલ્યાણ અને ગરીબ કલ્યાણ તથા પોષણ ક્ષેત્રે ૫૪૪૭ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં ૨૩.૩૭ ટકા વધુ છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ગત વર્ષ કરતાં ૨૦ ટકા વધુ અને સિંચાઈ તથા પુર નિયંત્રણ માટે ગત વર્ષની તુલનાએ ૧૦.૯૩ ટકા વધુ રકમ ફાળવવામાં આવી છે. સામાજિક ક્ષેત્રે વધુ ફાળવણી ઉપરાંત સાતમા પગાર પંચના લાભો કર્મચારીઓને આપવા છતાં રાજયની નાણાકીય શિસ્ત જાળવવા રાજય સરકારે અસરકારક પગલાંઓ લીધા છે, એમ કહીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજયના કુલ ધરેલુ ઉત્પાદનની ૨.૫ ટકા રકમ જેટલી નાણાકીય ખાદ્ય હતી, તે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટાડીને ૧.૮૨ ટકા લાવવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. જ્યારે રાજયના કુલ ઘરેલુ ઉત્પાદન સામે વર્ષ ૨૦૧૪-૧૫માં જાહેર દેવાની ટકાવારી ૧૮.૨૬ ટકા હતી તે ઘટાડીને ૧૬.૮૩ ટકા સુધી લાવવાનું આયોજન છે. ગુજરાત સરકારે ૧૩મા નાણાપંચની ભલામણો અન્વયે ગુજરાત રાજવિત્તીત અધિનિયમમાં વધુ આકરા માપદંડોને આમેજ કર્યા છે, એમ કહીને નીતિન પટેલ જણાવ્યું હતું કે, રાજયનું કુલ દેવુ ઘરેલુ ઉત્પાદનના ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે, પરન્તુ ગુજરાતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૮.૧૮ ટકા જાળવી રાખ્યું છે. વર્ષ ૨૦૧૬-૧૭ના સુધારેલા અંદાજ મુજબ તો કુલ દેલુ ૧૭.૪૮  ટકા અંદાજાયુ છે. રાજવિત્તીત ખાદ્ય ૩ ટકા હોવી જાઈએ એવા લક્ષ્યાંકની સામે વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૩૧ ટકા રહી છે અને વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૮૦ ટકા રહેવાનો અંદાજ છે. મહેસુલી ખાદ્યના શૂન્યના લક્ષ્યાંકના સામે ગુજરાતે ૧૭૦૪ કરોડની મહેસુલી પુરાંત સિદ્ધ કરી છે. વર્ષ ૨૦૧૬-૧૭ના સુધારેલા અંદાજ મુજબ ૩૫૧૩ કરોડની મહેસુલી પુરાંત રહેવાનો અંદાજ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતે દેવાની ચૂકવણીમાં કયારેય ચુક કરી નથી. અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા ૧૩ વર્ષથી આજ સુધી એક પણ વાર ઓવરડ્રાફ્ટ લીધો નથી. ૧૨ વર્ષથી આજ સુધી સાધનોપાય પેશગી લીધી નથી. રાજય સરકારે વિત્તીય વિવેક જાળવી રાખ્યો છે. દેવા અને રાજયના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસુલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાયું છે.

આભાર – નિહારીકા રવિયા

Related posts

સંતાનસુખથી વંચિત પરિણિતા ભુવાના હાથે દુષ્કર્મનો શિકાર

aapnugujarat

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાને દવા રૂપે અનુદાન

aapnugujarat

पोरबंदर के शिवमंदिर में चढ़ाये जायेंगे लाखों के गहन

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat