Gujarat

રિપોર્ટ રજુ થાય તે જાવાની જવાબદારી સરકારની છે ઃવાઘેલા

વિકાસના નામે આચરેલ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલા માટે જસ્ટીસ એમ બી શાહ કમિશનનો રિપોર્ટ ભાજપ સરકાર ગૃહમાં રજુ કરતી નથી. ગઈકાલની તે જ માંગણી અને આગ્રહ આજે પણ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચાલુ રખાયેલ અને ભ્રષ્ટાચારી જનતા પાર્ટી બીજેપી રિપોર્ટ મુકો રિપોર્ટ મુકો શાહ કમિશનનો રિપોર્ટ મુકો. બંધ કરો બંધ કરો, ભ્રષ્ટાચારી મોદીને છાવરવાનું બંધ કરો, જાહેર જાહેર કરો, એમબી શાહ કમિશનનો રિપોર્ટ જાહેર કરો. જેવા સુત્રોચ્ચાર કરી કોંગ્રેસ પક્ષના સભ્યો વેલમાં ઘસી ગયા હતા. અધ્યક્ષે વેલમાં ઘસી આવેલા સભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો સાર્જન્ટને આદેશ કર્યો હતો. જેના પગલે ગૃહમાંથી કોંગ્રેસ પક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ મીડિયા તથા પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કમિશનનો રિપોર્ટ સભાગૃહના મેજ ઉપર મુકાય તે જાવાની જવાબદારી સભાગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીની અને અધ્યક્ષની હોવાથી મુખ્યમંત્રી અને અધ્યક્ષને જસ્ટીસ એમ બી શાહ કમિશનનો અહેવાલ ગૃહમાં રજુ કરવા માટે પત્ર ગઈકાલે મોકલી આપેલ. ઉક્ત અહેવાલ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અધ્યક્ષએ પત્ર મુખ્યમંત્રીને મોકલી આપેલ છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કમિશનનો રિપોર્ટ સભાગૃહના મેજ ઉપર મુકાવવાનો અમારો આગ્રહ એટલા માટે હતો કે, તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન હું ખાતો નથી અને ખાવા દેતો નથી હું ચોકીદાર છું જેવી વાતો કરનાર અને ખરડાયેલી છબીવાળાની છબી કમિશનનો અહેવાલ સભાગૃહના મેજ ઉપર મુકી ધોવી જાઈએ. આમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી પ્રજાએ અમને વિરોધપક્ષ તરીકે સોંપેલ સાચા ચોકીદાર તરીકેની ફરજ અને જવાબદારી નિભાવવા માટે આ પત્રો લખેલા. સભાગૃહમાં મેં અધ્યક્ષનો આભાર માનેલો કે, તેઓએ તાત્કાલિક કમિશનનો અહેવાલ રજુ કરવા અંગે શું કાર્યવાહી થઈ તે જણાવવા મુખ્યમંત્રીને પત્ર લખેલ. આજે પ્રશ્નોતરી પછી કમિશનનો અહેવાલ રજુ કરવા બાબત રજુઆત કરતાં નાયબ મુખ્યમંત્રીએ પાંચ હજાર પાનાનો રિપોર્ટ હોવાથી અભ્યાસમાં સમય જાય એવી વાત કરી. હકીકતમાં પાંચ વર્ષ સુધી સરકારે કોઈ હોમવર્ક જ કર્યું નથી. જા તેઓ ચોખ્ખા, સાચા અને દુધે ધોયેલા હોય અને કાંઈ છુપાવવાનું ન હોય તો કમિશને આપેલ રિપોર્ટ ગૃહમાં રજુ કરી દેવો જાઈએ. આ રિપોર્ટ સરકાર રજુ કરતી નથી એટલે તેમાં ભ્રષ્ટાચારની બુ આવે છે. રાષ્ટ્રપતિને અપાયેલ આવેદનપત્રમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા, એટલે જે તે વખતે પોતાની ચામડી બચાવવા માટે કેન્દ્ર સરકાર કમિશન નીમે તે પહેલા જ સુઓમોટોની જેમ કમિશન નીમવાની રાજય સરકારે જાહેરાત કરી. જસ્ટીસ એમ બી શાહ કમિશનનો વચગાળાનો અને અંતિમ રિપોર્ટ સરકારને મળ્યાને ધણા વર્ષો વીતી ગયાં છતાં હજુ સુધી આ રિપોર્ટ સભાગૃહમાં મેજ ઉપર મુક્યો નથી, જે યોગ્ય નથી. આ રિપોર્ટ ૩૧ તારીખ સુધીમાં સભાગૃહમાં મેજ ઉપર મુકાય તેવી અમારી માંગણી ચાલુ રહેશે. મીડીયા તથા પત્રકાર મિત્રોને સંબોધતાં શÂક્તસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ કમિશન નીમવા માટે કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ સરકારમાં કાયદાની જાગવાઈ છે. આ એકટ નીચે કમિશન નીમાયા પછી સરકારને એમ લાગે કે કમિશનની જરૂરી નથી, તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તો અધવચ્ચેથી પણ આ કમિશન બંધ કરી શકે છે. આવા કમિશનોનો રિપોર્ટ નિયમની જાગવાઈ પ્રમાણે ૬૦ દિવસમાં સભાગૃહમાં મેજ ઉપર મુકાય જવો જાઈએ. ભાજપ સરકાર સિવાય કમિશન નીમાયા બાદ ક્યારેય બન્યું નથી. હકીકતમાં ભાજપ સરકાર એમ કહે છે કે, અમારા ઉપર આક્ષેપ હોવાથી કમિશન નીમેલું તે સારુ કરેલ. કાયદાની જાગવાઈ મુજબ એક કમિશન નીમી પોતે જ ચોર, પોલીસ અને કોટવાલ જેવી ભુમિકા ભજવેલી. હકીકતમાં કમિશનનો રિપોર્ટ આવી ગયા બાદ કેબિનેટને તેમાં અલ્પવિરામનો પણ ફેરફાર કરવાનો અધિકાર હોતો નથી.

આભાર – નિહારીકા રવિયા

Related posts

અમદાવાદ શહેર પર ગ્લોબલ વોર્મિંગની અસર : મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સિયસનો વધારો

aapnugujarat

કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારને થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી

aapnugujarat

NEW YEAR EVENT AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat