Gujarat

ભાજપ વાણીનો વ્યભિચાર જ કરે છે : શંકરસિંહ વાઘેલા

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓ અને ભાજપના સત્તાધીશોના વ્યાપભાચારી વાણીના ઘેરા પ્રત્યાઘાત દેશમાં પડ્યા છે. કાશ્મિરમાં બે જવાનોની બર્બરતાપૂર્ણ રીતે પાકિસ્તાને રહેંચી નાખ્યા છે અને આવી દુઃખદ ઘટના વચ્ચે પણ નરેન્દ્ર મોદી અને તેમની ભાજપ સરકાર મૌન સેવી રહી છે. આ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપાના લોકો વાણીનો વ્યભિચાર કરે છે અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે હલકાં અને બેજવાબદાર નિવેદનો કરીને મત લીધા હતા અને હવે દેશને છેતરી રહ્યા છે. ભાજપના વડાપ્રધાન લોકસભાની ચૂંટણી પૂર્વ એવુ કહેતા હતા કે મને દેશનો ચોકીદાર બનાવો. હરીકતમાં જે સાચા ચોકીદાર હતા તેમને બે દિવસ પહેલાં જ તેમના દેહને માથું વાઢીને અલગ કરી દીધો એજ સમયે વડાપ્રધાન જાહેરમાં ઉદઘાટન કરવામાં મશગુલ હતા. ગળામાં લાલ રંગનો કપડુ વીટાળેલુ હતું જે શરમજનક બાબત છે. વડાપ્રધાનની બોડી લેંગ્વેજ એ પ્રકારની હતી કે, જાણે જવાનો સાથે કશું જ બન્યું નથી અને શહીદ જવાનો માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એ અત્યંત દુઃખદ બાબત છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુંકે, ભાજપ અને આરએસએસમાં આખી ઉલટી ગંગા વહે છે કેમ કે, પહેલાં આ લોકો એમ કહેતા હતા કે, રાષ્ટ્ર પ્રથમ પક્ષ પછી અને છેલ્લે વ્યક્તિ હવે આનાથી ઉલટું થયું છે જેમાં વ્યક્તિ પ્રથમ, પક્ષ દ્ધિતીય અને રાષ્ટ્ર છેલ્લે આવી ગયું છે. આજ લોકો સંરક્ષણ મંત્રી ઈન્ચાર્જ રાખે છે. જેના કારણે દેશની જનતા અજંપામાં મુકાઈ છે. ભાજપ સંરક્ષણને ગભીરતાથી લેતું નથી અને પોતાના તમામ સિધ્ધાતો નેવે મુકીને કાશ્મિરમાં પીડીપી સરકાર સાથે સત્તાની લાલચમાં ગઠબંધન કર્યું છે. જેના કારણે કાશ્મિર સળગતું રહ્યું છે અને સળગતું જાય છે. કાયદો અને વ્યવસ્થા બગડી છે હમણાં જ કાશ્મિરમાં બેન્ક લૂંટાઈ છે અને સત્તાની લ્હાયમાં કાશ્મિર ગુમાવી રહ્યા છે. લોકો મરી રહ્યાં છે. શહીદ થઈ રહ્યાં છે. વિદેશનિતીમાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. કરોડો રૂપિયાની બોગસ જાહેરાતો આપે છે. બાકીનો સમય વિદેશમાં ફરે છે. એ લોકોને સાચા અર્થમાં રાષ્ટ્રવાદની ચિંતા નથી પણ બીજેપી વાદ કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં કારગીલ કાંડ વખતે શહીદોની લાશના કોફિનનું માર્કેટીંગ કર્યું હતું. ભાજપના શાસનમાં સંસદમાં હુમલો થયો હતો ત્યારે ભાજપ એમ કહેતું હતું કે, આરપારની લડાઈ લડીશું. આ લોકોના રાજમાં અક્ષરધામ પર હુમલો, રઘુનાથ મંદિર પર હુમલો થયો હતો અને ભાજપના સત્તાધીશો કંદહાર કાંડમાં આતંકવાદીઓને કરોડો રૂપિયા આપ્યા હતા. આવા અનેક કારનામાં ભાજપમાં થયા છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં સહેજપણ શરમ નથી એટલે જ વગર બોલાવ્યે પાકિસ્તાનના વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આ તો જાણે અમદાવાદથી ગાંધીનગર ગયા હોય એમ બેશમર રીતે લાહોર પહોંચી ગયા અને શહીદોનું અપમાન કર્યું. ભાજપને વાહ વાહ લૂંટવામાં જ રસ છે. હવે એકની સામે દશ માથા વાઢવાની વાત કેમ ભુલી ગયા પ્રજાને છેતરવા હલકી ભાષા વાપરે છે. તમે સર્જીકલ સ્ટ્રાઈક શું કરી હવે બનાવટી સર્જીકલ સ્ટ્રાઈક કરશે. રાજરીય લાભ માટે સર્જીકલ સ્ટ્રાઈકનું નાટક કરવાનું ના હોય તેમ પોતાના માર્કેટીંગ માટે સર્જીકલ સ્ટ્રાઈકની જરૂરત છે.

Related posts

વ્હીકલ બ્લોક બુકીંગ કાંડમાં ચિરાગ સહિત ત્રણ ઝડપાયા

aapnugujarat

ખાતર કૌભાંડ : અમરેલી, વડોદરા, ગાંધીનગર વિસ્તારમાં ખેડૂતોની જનતા રેડ

aapnugujarat

સિવિલ નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા બોયફ્રેન્ડ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat