Gujarat

વ્હીકલ બ્લોક બુકીંગ કાંડમાં ચિરાગ સહિત ત્રણ ઝડપાયા

વ્હીકલનાં બ્લોક બુકિંગના નામે રૂપિયા ૧૫ કરોડનું ચિટીંગ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણ આરોપી પૈકી પકડાયેલો ચિરાગ પટેલ એરપોર્ટ ઓથોરિટી કમિટીનો સભ્ય રહી ચુક્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. એટલું જ નહી, આ સમગ્ર કૌભાંડની જો તમામ વિગતો બહાર આવે તો છેતરપિંડીનો આંકડો ૧૨૦૦ કરોડ સુધી પહોંચવાની શક્યતા હોઇ તપાસનીશ એજન્સીએ હવે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. બીજીબાજુ, આરોપી ચિરાગ પટેલ સાંસદ અને એક્ટર પરેશ રાવલની પણ નજીક હોવાની ચર્ચા છે. તાજેતરમાં બન્નેના કેટલાક ફોટોગ્રાફ્‌સ પણ વાઈરલ થયા હતા, તેને લઇ પણ હવે તપાસ થઇ રહી છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતાં કલ્પેશ નટવરલાલ અખાણીએ ક્રાઇમ બ્રાંચમાં તાજેતરમાં પ્રિયંક અગોળા, તેના પિતા અમૃત અગોળા અને તેમના ભાગીદાર ચિરાગ પટેલ સામે છેતરપીંડીની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય આરોપી સામે ઓટો મોબાઇલ્સના ધંધામાં રોકાણના નામે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન કુલ ૧૫ કરોડ મેળવ્યા અને વ્હીકલમાં રોકડેથી રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ચિરાગ પટેલ કાર-ટુ વ્હિલરનું એડવાન્સ બુકિંગ કરાવી તેને ઓનમાં વેચવાનો ધંધો કરતાં હોવાનું કહેતા હતા અને તેના કારણે જે નફો થશે તેમાંથી રોકાણકારોને મહિને ૪ ટકાનું વળતર અપાશે એવી લાલચ આપતાં હતાં. દસક્રોઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ થતાં જ વધુ ત્રણ લોકોએ ચિરાગે આ પ્રકારે તેમની સાથે રૂપિયા ૧.૩૦ કરોડની ઠગાઇ કરી હોવાનું નિવેદન નોંધાવ્યું છે. આ કૌભાંડના ભોગ બનનારા સેંકડો રોકાણકારોમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેતરપિંડીના આ કૌભાડનો આંકડો આશરે ૧૨૦૦ કરોડ જેટલો થવા જાય છે અને ભાજપના એક કદાવર નેતાનો પુત્ર આ કૌભાંડના એક આરોપીનો ભાગીદાર છે. ઉલ્લેખનીય છે કે, ચિરાગ પટેલે આરટીઓમાં મોટું કૌભાડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં ડિમાન્ડ હોય તેવા ટુ વ્હીલરની ત્રણ હજાર અને ફોર વ્હિલરની ચાર હજાર ઓન એજન્સીને ચૂકવીને બ્લોક એટલે કે બુક કરાવતા હતા. ત્યારબાદ કોઇ ગ્રાહક આવે અને ઓનથી પણ વધુ પૈસા આપે તો વાહનો વેચતા હતા. ઠગાઇનો આંક અનુક્રમે રૂ. ૧૫ કરોડ, રૂ. ૨૨ લાખ, રૂ. ૯૬ લાખ અને રૂ. ૧૨ લાખ છે. આ ઉપરાંત રોકાણકારોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાની ઠગાઇનો ભોગ બનેલા અન્ય લોકો પણ ક્રાઇમ બ્રાંચ સમક્ષ અરજી કરે તેવી શકયતા છે. કેટલાક રોકાણકારોના મતે, આ પ્રકારે ઠગાઇનો ભોગ બનેલા રાજ્યભરના રોકાણકારોની સંખ્યા ૬૦૦થી પણ વધુ છે અને સારૂ વળતર આપવામાં આવતું હોવાથી મોટાભાગના રોકાણકારોએ એકથી પાચં કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. હવે જો રોકાણની સરેરાશ ૨ કરોડ પણ ગણવામાં આવે તો છેતરપિંડીનો કુલ આંક ૧,૨૦૦ કરોડને આંબી જાય એવી શક્યતા છે. તેથી હવે સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ તપાસનીશ એજન્સીએ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.

Related posts

નોકરીમાં અનામત વચ્ચે નોકરી ગઈ છે તેવા દેશના ટોપ શહેરોમાં ગુજરાતના ૩ શહેરોનો સમાવેશ

aapnugujarat

ઇડર તાલુકામાં વીરપુર ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

aapnugujarat

गोता में माता-पुत्र द्वारा १४वीं मंजिल से कूदकर आत्महत्या

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat