Gujarat

કોંગ્રેસ પ્રદેશ કારોબારીની ૮મીએ બેઠક : ફેરફારો થશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ઘણી મહત્વની જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ભરાઈ નહી હોવાની કાર્યકરોમાં વધતા જતા અસંતોષના પગલે હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસનો પ્રશ્ન હાથ પર લઈ સંગઠનમાં નવા પ્રાણ ફુકવાની તૈયારી શરૂ કરી છે. આ સંદર્ભમાં તા.૬ઠ્ઠીમેના રોજ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પ્રદેશ આગેવાનોની યોજાનારી બેઠકમાં પ્રદેશ સંગઠનના માળખામાં મહત્વના ફેરફારોને લીલી ઝંડી આપવામાં આવે તેવી શક્યતાઓ કોંગ્રેસના સુત્રોએ વ્યક્ત કરી હતી. તા.૮મીને રોજ મળનારી કોંગ્રેસની પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ સંગઠનમા નવી નિયુક્તિની જાહેરાત કરવામાં આવે તેમ પણ જાણવા મળે છે. જેમાં અમદાવાદ શહેરની પ્રમુખ પદની છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ખાલી પડેલી જગ્યા પર શશીકાંત પટેલની વરણી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ પદેથી ચેતન રાવલે રાજીનામુ આપ્યા બાદ આ જગ્યા પર છેલ્લા ધણા સમયથી આંતરિક વિખવાદને કારણે કોઈ નિમણુક કરવામાં આવી ન હતી. હવે આ જગ્યા માટે શશીકાંત પટેલ ઉપરાંત મિહિર પટેલ વગેરે બે ત્રણ નામો મુખ્ય ચર્ચામાં છે જેમાં શશીકાંત પટેલના નામની વધુ શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. દરમ્યાન ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસના જે ૩૬ ધારાસભ્યો ઉપર પક્ષ પલટો કરવા ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું તે તમામ ધારાસભ્યોની શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ કોંગ્રેસની હાઈકમાન્ડ હરકતમાં આવ્યું હતું અને ગુજરાતના તત્કાલિન પ્રભારી ગુરુદાસ કામત તેમજ રાહુલ ગાંધીના ખાસ દુતે અમદાવાદની લીધેલી ગુપ્ત મુલાકાત બાદ હાઈકમાન્ડને મોકલેલા અહેવાલના પગલે તા. ૬ઠ્ઠી મેના રોજ નવી દિલ્હી ખાતે મળનારી બેઠક રાજકીય પરિપ્રક્ષ્યમાં ખુબ જ મહત્વની બની રહેશે. આ સંદર્ભમાં શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસની ચૂંટણી સમિતિના ચેરમેન બનાવવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ શંકરસિંહ વાઘેલાએ આજે આ માત્ર અટકળો હોવાનું કહી ચૂંટણી સમિતિના ચેરમેનની વાત ઉપર પૂર્ણ વિરામ મુકી દીધો હતો. જોકે શંકરસિંહનો મિજાજ હજુ પણ કઈ જુદા સંકેતો આપી રહ્યા છે. જે ચિત્ર તા. ૬ઠ્ઠીની મિટિગ બાદ વધુ સ્પષ્ટ થશે.

Related posts

बोडकदेव, थलतेज और गोता सहित के वोर्ड में रास्ते पांच से छह बार रिसरफेस के बाद भी टूटे

aapnugujarat

સાબરમતી જેલમાં ફરીવખત મોબાઇલ કબજે

aapnugujarat

PSI આપઘાત કેસમાં ફરિયાદ દાખલ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment