Entertainment

હુમા કુરેશી રજનીકાંત સાથેની ફિલ્મને લઇ ખુબ આશાવાદી

બોલિવુડની ખુબસુરત અભિનેત્રી અને પ્રતિભાશાળી સ્ટાર પૈકીની એક એવી હુમા કુરેશી હાલમાં પોતાની સુપરસ્ટાર રજનીકાંત સાથેની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. તેને પ્રથમ વખત આટલા મોટા સ્ટાર સાથે કામ કરવાની તક મળી ગઇ છે. કાલા ફિલ્મ તમિળ ભાષાની ગેંગસ્ટર આધારિત ફિલ્મ છે. પા રંજિત દ્વારા ફિલ્મનુ નિર્દેશન કરવામાં આવી રહ્યુ છે. જ્યારે ફિલ્મનુ નિર્માણ ધનુષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મનુ શુટિંગ ૨૦મી મેના દિવસે શરૂ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મનુ નિર્માણ ધનુષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હુમા કુરેશી અને રજનિકાંત અભિનિત આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરવાની યોજના બની રહી છે. માત્ર પાંચ વર્ષ પહેલા ફિલ્મોમાં એન્ટ્રી કરનાર હુમા કુરેશી બોલિવુડમાં કેટલીક શાનદાર ફિલ્મ કરી રહી છે. હુમા કુરેશી જોલી એલએલબી-૨, ગેંગ્સ ઓફ વાસેપુર, ડેઢ ઇશ્કિયા, એક થી ડાયન અને બદલાપુર જેવી ફિલ્મમાં નજરે પડી હતી. તમામ ફિલ્મોમાં તેની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ છે. હુમા કરેશીએ ગઇકાલે શુક્રવારે જ તેના ૩૦મા જ્ન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તે જન્મદિવસે પોતાના પરિવારના સભ્યોને મળવા માટે પહોંચી હતી. હુમા કુરેશી દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મની પણ ચારેબાજુ પ્રશંસા થઇ હતી. રજનિકાંત જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તેને તમિળ ફિલ્મોમાં વધારે સારી અને મોટી ઓફર મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. તે તમામ ભાષાની ફિલ્મમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે. જો કે તેની ખાસ યોજના બોલિવુડની ફિલ્મો પર છે. રજનિ સાથે તેની ફિલ્મ હવે રજૂ થનાર છે.

Related posts

દિશાના સેક્સી ફોટો મામલે ચાહકમાં ચર્ચા

aapnugujarat

हुमा के साथ दोबारा हॉरर फिल्म नहीं करूंगा : साकिब सलीम

aapnugujarat

હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat