Fitness

શું તમને પણ એસિડિટી ની તકલીફ છે, અપનાવો આ ટિપ્સ – જડમૂળથી થઈ જશે દૂર

ઘણીવાર વધુ પડતું તીખુ તળેલું ખાવાની ટેવને લીધે તકલીફ થઇ જાય છે. આ તકલીફથી પેટ અને છાતીમાં બળતરા શરૂ થઇ જાય છે. જેને એસિડિટી તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા વધુ આ સમસ્યા જો નિયમિત રહેતી હોય તો જો નીચે આપેલાં 10 ઉપચરમાંથી કોઇ એક નિયમિત કરવામાં આવે તો આ એસિડિટીની તકલીફ હમેશા માટે દૂર થઇ જાય છે.

જો તમે વધારે પ્રમાણમાં મિર્ચ-મસાલાવાળો ખોરાક લેશો, ફાસ્ટ ફૂડ, તળેલો ખોરાક, કોલ્ડ ડ્રિન્ક, પકોડા, પરાઠા, વધારે પડતી ચા તથા કોફી કે પછી ખાટા ફળ વધુ ખાશો તો આ તકલીફ થશે. તેથી આ દરેક વસ્તુઓ લેતા પહેલાં તમારી સમસ્યા યાદ રાખો. સૌથી પહેલાં તો આ તમામ સમસ્યાનો એક જ ઇલાજ છે તમારા શરિરને યોગ્ય માત્રામાં પાણી આપો. દિવસનું 4-5 લિટર પાણી પીઓ ફાયદો અવશ્ય થશે જ. ચાલો ત્યારે જાણીએ આ તકલીફને દૂર કરનારા અક્સીર સમાધાન

1. જો એસિડિટીની તકલીફ સિવિયર હોય તો હમેશાં સવારે તુલસીનાં પાન ચાવો.અને ત્યારબાદ હુફાળુ પાણી અવશ્ય પીઓ.

2. એસિડિટીને લીધે પેટ ગળા અને છાતીમાં બળતરા રહે છે તો તેના માટે કેળા ખાઓ, તે આ એસિડને શાંત કરે છે.

3. હમેશા સવારે સવારે બે લસણની કળી નાયણા કોઠે ખાઈ જવાથી એસિડિટીની તકલીફથી જલ્દી છુટકારો મળે છે.

4. જો તમને એસિડિટીની તકલીફ વધુ સતાવે તો જે તે સમયે જીરાનું સેવન કરો. તેનાંથી તમને થોડીક મિનિટોમાં ફરક લાગશે.

5. ઠંડુ દૂધ આ ટાઈમે ખુબ ઉપયોગી બની રહે છે જ્યારે પણ એસિડિટીની સમસ્યા સતાવે ઠંડુ દૂધ પીઓ.

6. લાંબા સમય સુધી પેટ સંપૂર્ણ ખાલી રહેવાથી પણ એસિડિટી થઈ શકે છે તેથી દર ત્રણ ચાર કલાકે કંઇક અવશ્ય ખાઓ. ભુખ્યા ન રહો.

7.જમવાનું હમેશાં ધીમેધીમે અને ચાવીને લો. ઉતાવળથી ખાવામાં બરાબર ચવાતુ નથી અને ત્યારપછી પાચન સમયે પેટમાં એસિડિટી થાય છે.

8. વળિયારી તથા મધનું સેવન કરો. હમેશા રાત્રે જમ્યા પછી થોડી વળીયારી અને મધનું સાથે સેવન કરો દરરોજ આ પ્રયોગથી તમને ફરક લાગશે.

9. તમારા આહારમાં બની શકે તો ખાટ્ટી વસ્તુનું સેવન ન કરો. ખાટ્ટા ફળમાં વધુમાત્રામાં એસિડ હોય છે જેના લીધે પેટમાં બળતરા પણ થાય છે.

10. સવાર-બપોર તથા રાતનાં ભોજન કરવાનો સમય એક જ રાખો. દરરોજ તે જ સમયે ભોજન લો.

Related posts

શું તમને પણ વધુ છીંકો આવે છે, તો આ લેખ તમારા માટે જ છે, જાણો કેવી રીતે મેળવશો છીંકથી રાહત

aapnugujarat

These Fitness Tips Help Take Inches off Your Waistline

aapnugujarat

The Best Exercise to Do If You Have Tight Hips

aapnugujarat

Leave a Comment