Fitness

શું તમને પણ વધુ છીંકો આવે છે, તો આ લેખ તમારા માટે જ છે, જાણો કેવી રીતે મેળવશો છીંકથી રાહત

શિયાળાની ઋતુમાં ખાસ નિમોનિયા જેવી બીમારીઓ લોકોને ઘણી વાર ઘેરી લે છે. પણ તેમ છતાં તેના લક્ષણો ન ઓળખી શકવાના લીધે તેમના ફેફસાંમાં પાણી જલ્દી ભરાઈ જાય છે. તે ઉપરાંત ઠંડીના લીધે શરદી, ઉધરસ અને છીંકોથી પરેશાન થઈ જવાય છે. ત્યારે આવા જાણીએ તેનાથી કેવી રીતે જલ્દી રાહત મેળવી શકાય.. બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 વસ્તુઓ ખાવાથી મળશે રાહત

હળદર : હળદર જલ્દી શ્વાસની તકલીફ ઓછી કરે છે અને ગુર્દાને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે. હળદર કફને ઓછું કરવામાં પણ ઘણી વખત મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી – વાયરલ તથા એન્ટી – બેક્ટેરિયલ ગુણ નિમોનિયાના ઇફેક્શનથી જલ્દી બચાવે છે. તેથી શરદીથી બચવા માટે હળદર વાળું દૂધ પીવું જોઈએ. હળદર તથા મરી પાવડરને ગ્લાસમાં હૂંફાળા પાણીમાં ભેગું કરીને પણ પી શકો છો.

લસણ : લસણમાં મેંગેનીઝ, વિટામિન બી, વિટામિન સી, સેલેનિયમ અને ફાઇબર વાયરલ તથા ફંગલ ઇફેક્શનથી રાહત આપે છે. લસણ મનુષ્યના શરીરમાં ઇમ્યુનિટી સક્રિય કરવાનું કામ કરે છે. શરદીથી બચવા માટે રોજ ખાલી પેટ લસણની કળી ખાવી જ જોઈએ. લસણને મધ સાથે જમવાથી પણ ઘણો ફાયદો થાય છે.

તુલસી : તેમાં રહેલી એન્ટી-ફંગલ તથા એન્ટી-વાયરલ પ્રોપર્ટીઝ નિમોનિયાથી બચાવે છે. તથા શરદી અને ખાંસી મટાડવામાં ખૂબ ફાયદાકારક હોય છે. દરરોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ઉપયોગી થાય છે. ઠંડીથી બચવા માટે તુલસીના પાનનો રસ કાઢીને તેમાં મરી પાવડર ભેગો કરીને સવાર સાંજ પીવાથી ઘણો ફાયદો થાય છે. તુલસીની ચા પીવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે.

મેથીદાણા : મેથીદાણાથી શરીરના બધા જરૂરી ટૉક્સિન બહાર નીકળી જાય છે અને નિમોનિયા જેવી ગંભીર બીમારીઓથી બચાવ કરી શકાય છે. અડધી ચમચી મેથીદાણાને એક ગ્લાસ પાણીમાં ભેગું કરી દો. સવારે આ પાણીને હમેશા પીઓ. આવા વાતાવરણમાં મેથીદાણાને ચા ની જેમ ઉકાળી પીવું એ પણ ફાયદાકારક છે.

આદુ : આદુમાં જમા થયેલા જિંજોરૉલ્સની તાસીર ગરમ હોય છે, જે ખાસ કરીને ઠંડીની સીઝનમાં થનારી નિમોનિયા જેવી ઘણી બીમારીઓમાંથી રાહત આપવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્-ઑક્સીડેન્ટ્સ કફ અને શરદી સામે પણ બચાવ કરે છે. ઠંડીથી બચવા માટે રોજ આદુની ચા પીઓ. તેને મધની ​​સાથે ખાવાથી ઉપયોગી બની રહે છે.

Related posts

શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

aapnugujarat

Woman Shares Transformation A Year After Taking Up Running

aapnugujarat

A new boxing gym in Monroeville gives women the opportunity to train

aapnugujarat

Leave a Comment