Gujarat

બોપલમાં બીઆરટીએસ બસની ટક્કરથી બે યુવકોના મોત

બોપલ ઉમિયા માતા મંદિર પાસે આજે સવારે બીઆરટીએસ બસ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બાઇક પર સવાર બંને યુવકોના મોત નીપજતાં સ્થાનિક રહીશોમાં ભારે શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીઆરટીએસ બસ નીચે કચડાયેલા બાઇકસવાર યુવકો પૈકી એકનું તો ઘટનાસ્થળે જ મોત નીપજયું હતુ, જયારે બીજા યુવકનું હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ થવાના કારણ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ોપલ પોલીસના જણાવ્યા મુજબ, ઘુમાગામના રહેવાસી વિપુલ ભાભોર (ઉ.વ.૨૦) અને કલ્પેશ આમલિયા(ઉ.વ ૨૦) આજે સવારે પલ્સર બાઈક લઈ અને નીકળ્યા હતા. ઉમિયા માતા મંદિર પાસે બીઆરટીએસ ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી બીઆરટીએસ બસ સાથે બાઈક અથડાતા બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં વિપુલનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કલ્પેશને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, તેને પણ ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેનું પણ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને તેના કારણે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. યુવકના મોતના સમાચારને લઇ ખાસ કરીને મરનાર યુવકો બોપલના ઘુમા ગામના જ રહેવાસી હોઇ સમગ્ર વિસ્તારમાં અને ઘુમા ગામમાં શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બોપલ પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ પલ્લવ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ દ્વારા એક કાર અને એક્ટિવાને ટક્કર મારવામાં આવતાં જીવલેણ અકસ્માતમાં એક્ટિવા ચાલક શંભુસિંહ પવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. એ પછી બોપલમાં આજે સવારે બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચે આ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો. આમ, બીઆરટીએસની ટક્કરથી મોતની છેલ્લા ૨૪ કલાકમાં આ બીજી ઘટના છે, જેને લઇ નગરજનોમાં હવે બીઆરટીએસની સ્પીડ અને તેના ચાલકોની કાબેલિયત સામે ગંભીર સવાલો ઉઠાવાઇ રહ્યા છે.

Related posts

રિપોર્ટ રજુ થાય તે જાવાની જવાબદારી સરકારની છે ઃવાઘેલા

aapnugujarat

દિયોદર આરોગ્ય વિભાગની છ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો

aapnugujarat

ગુજરાતમાં આસારામની ૧૦ જિલ્લામાં જમીનો છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment