Latest newsNational

ઉત્સુકતા વચ્ચે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી : સાંસદોમાં ભારે ઉત્સાહ

દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઇને છેલ્લા ઘણા દિવસથી રાજકીયની સાથે સાથે સામાન્ય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને તખ્તો તૈયાર થઇ ગયો છે. આવતીકાલે દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા દેખાઈ રહી છે પરંતુ રામનાથ કોવિંદ ઇલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ લીડ ધરાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. રામનાથ કોવિંદ અને મીરાકુમાર બંને દલિત સમુદાયમાંથી આવે છે. બંને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટેના પોતપોતાની રીતે પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. ઇલેક્ટોરલ કોલેજના મતોનું કુલ મૂલ્ય ૧૦૯૮૯૦૩ છે. એનડીએના ઉમેદવાર આ આંકડા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. તેમનેે આશરે ૬૩ ટકા મત મળી શકે છે. રામનાથ કોવિંદ મુખ્યરીતે ભાજપ સાથે જોડાયેલા છે. તેમને કેટલાક પ્રાદેશિક પક્ષોને ટેકો મળી ચુક્યો છે. બીજી બાજુ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા સંયુક્તરીતે મીરાકુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિરોધ પક્ષો આને શાસક પક્ષની સામે વૈચારિક લડાઈ તરીકે ગણાવી રહ્યા છે. તમામ વ્યવસ્થા ચૂંટણીને લઇને પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદીય ગૃહમાં મતદાન યોજાશે. રાજ્ય વિધાનસભાના પ્રતિનિધિઓ સવારે ૧૦થી લઇને પાંચ વાગ્યા સુધી મતદાનમાં ભાગ લેશે. સંસદ અને રાજ્યોમાં વિધાનસભાના ચુંટાયેલા સભ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીના ચુંટાયેલા પ્રતિનિધિઓ મતદાનમાં ભાગ લઇ શકશે. ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા ૨૦મી જુલાઈના દિવસે યોજાશે. એજ દિવસે પરિણામ પણ જાણી શકાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અવધિ પૂર્ણ થાય તેના ચાર દિવસ પહેલા પરિણામ આવી જશે. નવા રાષ્ટ્રપતિ ૨૫મી જુલાઈના દિવસે જવાબદારી સંભાળી લેશે. અધિકારીઓનું કહેવું છે કે, સંસદીય ગૃહમાં મતદાન રૂમ નંબર ૬૨માં થશે. તમામ સાંસદો રાજ્યોને ફાળવવામાં આવેલા ટેબલ મુજબ મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપ પ્રમુખ રાહુલ ગાંધી ટેબલ નંબર છ ઉપર મતદાન કરશે. કારણ કે તેઓ ઉત્તરપ્રદેશના સાંસદો છે. અધિકારીઓના કહેવા મુજબ છ ટેબલો રાખવામાં આવશે. દિલ્હીમાં મતદાન કરવા ઇચ્છુક ધારાસભ્યો ટેબલ નંબર એકથી મતદાન કરી શકશે. આંકડાકીય ગણતરી પર ધ્યાન આપવામાં આવે તો બિહારના પૂર્વ રાજ્યપાલ કોવિંદ મીરાકુમારથી આગળ છે. જનતાદળ યુનાઈટેડ, બીજુ જનતાદળ દ્વારા પણ તેમને ટેકો આપવાનો નિર્ણય કરાયો છે. એક સમયે ભાજપની સાથે રહેલા આ બંને પક્ષો કોવિંદની તરફેણમાં મતદાન કરનાર છે. જનતા દળ યુનાઇટેડ ૧.૯૧ ટકા ઇલેક્ટોરલ વોટ ધરાવે છે જ્યારે બીજેડી ૨.૯૯ ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. તેલંગાણામાં ટીઆરએસ બે ટકા, અન્નાદ્રમુક ૫.૩૯ ટકા, વાયએસઆર કોંગ્રેસ ૧.૫૩ ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. આમ આદમી પાર્ટીએ કુમારને ટેકો આપવાની જાહેરાત કરી છે.

Related posts

પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલા કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલનું એન્કાઉન્ટરમાં મોત

aapnugujarat

ડોકલામ નજીક ચીન માર્ગોને પહોળા કરવામાં વ્યસ્ત

aapnugujarat

नए ट्रैफिक नियमों का मध्य प्रदेश, राजस्थान, बंगाल, गुजरात में विरोध

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat