Buisness

ઇરાનમાંથી કાચા તેલની આયાતમાં ઘટાડો કરાશે

ઇરાન પાસેથી ભારતે ગયા વર્ષે જેટલા પ્રમાણમાં કાચા તેલની ખરીદી કરી હતી તેની સરખામણીમાં હવે જંગી કાપ મુકવામાં આવનાર છે. ઇરાનથી કાચા તેલની આયાતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. આશરે એક ચતુર્થાંશ કાપ મુકવામાં આવનાર છે. નવી દિલ્હી અને તહેરાન વચ્ચે નેશરલ ગેસ ફિલ્ડને વિકસિત કરવાને લઇને વિવાદ થયો હતો જેના પરિણામ સ્વરુપે ભારત ઇરાનથી ખરીદવામાં આવનાર કાચા તેલની આયાતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી રહ્યું છે. ઇરાનના ફરઝાદ બી નેચરલ ગેસ ફિલ્ડને લઇને ભારત અને ઇરાન વચ્ચે વિખવાદની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. જા ભારતીય કંપનીઓના એસોસિએશનને આ ફિલ્ડને વિકસિત કરવા માટેના અધિકારો આપવામાં આવશે નહીં તો ભારતીય તેલ કંપનીઓએ ઇરાનથી ખરીદદારીમાં ઘટાડો કરવા માટે કહેવામાં આવશે. વિવાદનો ઉકેલ નહીં આવવાની Âસ્થતિમાં સરકારી તેલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રો કેમિકલ્સ ઇરાન પાસેથી ઓછી ખરીદી કરશે. મામલામાં જાણકાર લોકોએ કહ્યું છે કે, આ ઘટાડો કરવામાં આવ્યા બાદ ઇરાનથી ભારત આયાત થનાર તેલનું પરિમાણ આ વર્ષે ૩૭૦૦૦૦ બેરલ પ્રતિદિવસ થઇ જશે.

Related posts

સોફ્ટવેર કંપનીઓ આ વર્ષે ઓછો પગાર વધારો કરશે

aapnugujarat

કુલ ૪ કંપનીઓની મૂડીમાં ૩૬,૭૭૨ કરોડનો ઘટાડો

aapnugujarat

ભારત વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ બન્યું

aapnugujarat

Leave a Comment