National

અલગ પાર્ટી બનાવવા માટે શિવપાલની ફરી ચેતવણી

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી શિવપાલસિંહ યાદવ હાલમાં ખુબ નાખુશ દેખાઈ રહ્યા છે. શિવપાલે અખિલેશ યાદવને ધમકી આપતા કહ્યું છે કે, જો પાર્ટીની કમાન મુલાયમસિંહ યાદવને સોંપવામાં આવશે નહીં તો તેઓ નવી પાર્ટીની રચના કરશે. સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે શિવપાલે આ મુજબની પ્રતિક્રિયા આપી છે. અગાઉ પણ શિવપાલસિંહ કહી ચુક્યા છે કે, ચૂંટણી બાદ તેઓ અલગ પાર્ટી બનાવી શકે છે. ચૂંટણી બાદ સ્થિતિ હળવી થઇ હતી. જેના પરિણામ સ્વરુપે શિવપાલસિંહનું વલણ હળવું થયું હતું. ચૂંટણીના બે મહિના બાદ શિવપાલસિંહ ફરી એકવાર આક્રમક મૂડમાં આવી ગયા છે અને અલગ પાર્ટી બનાવવાની ધમકી આપી દીધી છે. શિવપાલે આજે કહ્યું હતું કે, અખિલેશ યાદવ ત્રણ મહિનાની અંદર મુલાયમસિંહને પાર્ટીની કમાન સોંપવાના વચનને પૂર્ણ નહીં કરે તો તેઓ નવી પાર્ટી બનાવશે. નવી પાર્ટી બનાવવાના ઇરાદાથી ધર્મનિર્પેક્ષ મોર્ચાની રચના કરવામાં આવશે. શિવપાલે કહ્યું હતું કે, અખિલેશે ત્રણ મહિનાની મહેતલ માંગી હતી અને કહ્યું હતું કે, આ ગાળા દરમિયાન પાર્ટી અને હોદ્દાને ફરી નેતાજીને સોંપી દેવામાં આવશે.
અખિલેશ હવે વચન પાળે તે સમય આવી ગયો છે. સમાજવાદી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. શિવપાલે કહ્યું હતું કે, અખિલેશના લીધે જ પાર્ટીની સીટ ૨૨૭થી ઘટીને ૪૭ થઇ ગઇ છે. ભાજપે રેકોર્ડ જીત અખિલેશના જિદ્દી વલણના કારણે જ મેળવી છે.

Related posts

राष्ट्रपति चुनावः वोटिंग के दौरान ही पस्त नजर आया विपक्ष

aapnugujarat

મુંબઈમાં જળપ્રલય, તોફાની પવન સાથે અતિભારે વરસાદ

editor

‘Two-child law’ is next agenda of RSS : Bhagwat

aapnugujarat

Leave a Comment