સચિન તેંડુલકરની પુત્રી સારાનું અપહરણ કરવાની ધમકી આપવાના મામલામાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ આરોપી શખ્સ સચિનની પુત્રી સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક હતો. તે ફોન ઉપર સારાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. મુંબઈ પોલીસે પશ્ચિમ બંગાળના શખ્સની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલો યુવાન પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાનો નિવાસી છે. મુંબઈ પોલીસે શનિવારે રાત્રે તેની ધરપકડ કરી હતી. આ શખ્સને હલ્દિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની માંગ કરવામાં આવી છે. પોલીસ હજુ સુધી આ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી છે કે, યુવાનને સચિનના આવાસ અને સારા તેંડુલકરના મોબાઇલ નંબર કઈરીતે મળ્યા. આ શખ્સ વારંવાર ફોન કરીને સારાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. અપહરણની ધમકી આપી રહ્યો હતો. આરોપી શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લે બીજી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ફોન કર્યો હતો. આરોપી શખ્સે સચિનના આવાસ ઉપર ફોન કરીને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. અશ્લિલ ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. આરોપી શખ્સે જ્યારે સચિનની ઓફિસમાં ફોન કર્યો ત્યારે સચિને બાંદરા પોલીસમાં તેની સામે ફરિયાદ કરાવી હતી. મુંબઈ પોલીસે ફોન ટ્રેસ કરીને તે અંગે માહિતી મેળવી હતી. આખરે તે બંગાળનો શખ્સ હોવાની માહિતી મળી હતી. ધરપકડ કરાયેલા યુવકના પરિવારના સભ્યોનું કહેવું છે કે તે માનસિકરીતે અસ્વસ્થ છે અને તેની સારવાર ચાલી રહી છે.
previous post