Buisness

૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર દુનિયામાં સૌથી વધારે રહેશે : વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંકે અનુમન લગાવ્યું છે કે ભારત ૨૦૧૮-૧૯માં દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા વાળો દેશ રહેશે. મંગળવારે જાહેર એક રિપોર્ટમાં વર્લ્ડ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી ૭.૩ ટકાના દરે વધશે. તેની તુલનામાં ચીનનો વિકાસ દર ૬.૩ ટકા જ રહેવાની આશા છે.
ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસઃ ડાર્કનિંગ સ્કાઇઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષમાં મોટાભાગની વિશ્વની અર્થવ્યવસ્થાઓની ઝડપ ધીમી રહેશે. જોકે, આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયન વિસ્તાર માટે ઉજ્જવળ તસવીર દર્શાવવામાં આવી છે.
જીએસટીને લાગુ કરવાના મોદી સરકારના નિર્ણય પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જીએસટીની હાલની શરૂઆત અને નોટબંધીના પગલાએ અનૌપચારિક ક્ષેત્રોને ઔપચારિક ક્ષેત્રમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
વર્લ્ડ બેંક મુજબ, ભારતનો જીડીપી ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકાના દરે વધશે. તે આવતા બે નાણાકીય વર્ષોમાં ૭.૫ ટકા સુધી પહોંચી જશે. જીડીપીમાં આ વધતા વપરાશ અને રોકાણનું પરિણામ છે. નોટબંધી અને જીએસટીના કારણે અસ્થાઈ મંદી બાદ અર્થવ્યવસ્થામાં ફરી તેજી આવી રહી છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૭માં ભારતની અર્થવ્યવસ્થામાં જીએસટી અને નોટબંધીના કારણે ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૭માં ચીનનો વિકાસ દર ૬.૯ ટકા રહ્યો, જ્યારે ભારતના જીડીપી વૃદ્ધિ ૬.૭ ટકા હતી. વર્લ્ડ બેંક પ્રોસ્પેક્ટસના ગ્રુપ ડાયરેક્ટર અહાન કોસે કહ્યું કે, ભારતનો ગ્રોથ આઉટલુક હજુ પણ મજબૂત છે. ભારત હજુ પણ સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે.

Related posts

જીએસટી મલ્ટીસ્ટેજ ટેક્સ વય્વસ્થા તરીકે પુરવાર થશે

aapnugujarat

ભારત-તુર્કીની વચ્ચે ઉર્જા ક્ષેત્રે સંબંધ મજબૂત કરાશે : મોદી

aapnugujarat

જાન્યુઆરીમાં રોજગાર માટે વ્યાપક તકો સર્જાઈ : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat