Buisness

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૫૭,૯૯૮ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપન ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૫૭૯૯૮.૫૮ કરોડનો વધારો થઇ ગયો છે. એફએમસીજીની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનીલીવર અને દેશની મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાને લઇને સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશની આઈટી કંપની ટીસીએસ અને એચડીએફસી સિવાય અન્ય તમામ આઠ કંપનીઓની માર્કેટમૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૬૦૯૨.૯૦ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૨૮૭૧૬૧.૩૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ૧૩૦૮૯.૧૩ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૨૭૩૧૦૬.૦૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૯૮૮૮.૫૬ કરોડ સુધી વધીને ૨૩૦૦૫૫.૩૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મૂડી ૭૮૦૦ કરોડ સુધી વધીને ૩૧૮૯૬૫.૪૧ કરોડ સુધી પહોંચી છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વધારો થતાં હવે તેમની મૂડી વધીને ૫૮૩૨૪૩.૬૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગયા શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેની માર્કેટ મૂડી વધીને ૨૬૭૮૦૯.૦૫ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીને આ ગાળા દરમિયાન સૌથી વધારે નુકસાન થયું છે. ટીસીએસની મૂડી આ ગાળા દરમિયાન ૫૬૫૬.૭૨ કરોડ ઘટીને ૪૯૭૯૦૬.૨૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ઘટીને હવે ૪૭૬૧૯૦.૮૬ કરોડ થઇ ગઇ છે. આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી, આઈટીસી, એચયુએલ, મારુતિ સુઝુકિ, એસબીઆઈ, એચડીએફસી, ઓએનજીસી અને ઇન્ફોસીસના ક્રમ આવે છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૪૧૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૧૪૪ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં શેરબજારમાં કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને વધારવા માટે સ્પર્ધા જામે તેવી શક્યતા છે.

Related posts

सोने-चांदी की चमक फीकी

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સે ૩૪ હજારની સપાટી કુદાવી

aapnugujarat

जेपी इन्फ्राटेक को २००० करोड़ जमा करने सुप्रीम ने निर्देश दिया

aapnugujarat

Leave a Comment