Entertainment

હોલિવુડની ફિલ્મો નહીં કરે દીપિકા

દીપિકા પાદુકોણેના ચાહકો માટે ખરાબ સમાચાર છે. જો તમે ‘પદ્માવત’ અભિનેત્રીને ફરીથી હોલિવૂડમાં જોવા માગો છો તો, કદાચ તમારૂ આ સપનું ટૂંક સમયમાં પુરૂ નહી થઇ શકો. કારણ જાણીને તમને આઘાત લાગી શકે છે. મળતી માહિતી મુજબ હોલીવુડ ફિલ્મોની સિક્વલ માટે દીપિકાનો સંપર્ક કરવામાં આવ્યો છે.વર્ષ ૨૦૧૭માં દીપિકાએ ‘રીટર્ન ઓફ ઝેન્ડર કેઝ’ ફિલ્મ કરી હતી, આ ફિલ્મની સાથે તેને હોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં વિખ્યાત અભિનેતા વિન ડીઝલ તેમની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ અમેરિકા અને ભારતમાં ખાસ ધમાલ મચાવી ના શકી, પરંતુ ચાઇનામાં ફિલ્મએ ઘણી બધી કમાણી કરી હતી. ત્યારબાદ ડિરેક્ટર ‘ડીજે ક્રૂસો’એ ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો હતો.આ ફિલ્મની સિક્વલની જાહેરાત ટિ્‌વટર પર ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અહેવાલો છે કે, દીપિકા ફિલ્મમાં હોવા અંગે મૂંઝવણ છે. અને મળતી માહિતી મુજબ દીપિકાએ અત્યાર સુધી આ ફિલ્મ માટે કોઈ જવાબ આપ્યો નથી. આવી પરિસ્થિતિમાં દીપિકાના ફિલ્મે ન ગમતી અટકળોનો વેગ મળ્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ, દીપિકાની પ્રથમ ફિલ્મને સારો પ્રતિસાદ ન મળવાને કારણે તેને ન લેવાનો નિર્ણય લઈ શકે છે. જો કે ‘પદ્માવત’ની જબરજસ્ત સફળતા પછી તેઓ એક પછી ઓફર મળી રહી છે તે કારણ પણ હોઈ શકે છે. તેવામાં હોલીવુડ તરફ દીપિકાનું જવું એક મોટું પગલું હોઈ શકે છે.પદ્માવત પછી દીપિકાએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં, ઇરફાન ખાન તેમની સાથે મુખ્ય ભૂમિકામાં છે. મળતી માહિતી મુજબ ફિલ્મમાં દીપિકા લેડી ડોનની ભૂમિકા ભજવશે. ટેલિગ્રાફના જણાવ્યા મુજબ, દીપિકા પાદુકોણેએ ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, “આ રોલ એક ગેંગસ્ટર સપના દીદીનો છે. આ ફિલ્મ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફિયા કવિન ઓફ મુંબઇ’ પર આધારિત છે.

Related posts

निक के २६वें जन्मदिन पर शादी कर सकती हैं प्रियंका

aapnugujarat

करण के साथ काम करती नज़र आएंगी दीपिका

aapnugujarat

મેં કરણ જોહર સાથે ડેટિંગ કર્યું નથી : નેપાળી ડિઝાઇનર ગુરંગ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat