Gujarat

હું માત્ર દલિતોનો નેતા નથી, ૫૦ હજાર મુસ્લિમોએ પણ મને મત આપ્યા છે : મેવાણી

જિગ્નેશ મેવાણી કહે છે કે મારી લડત ગરીબો, વંચિતો અને શોષિતોની છે. જો કોઈ દલિત કારખાનાનો માલિક પોતાના બ્રાહ્મણ કર્મચારીઓ પર અત્યાચાર કરે તો હું ગરીબ બ્રાહ્મણની લડત લડીશ. ઉત્તર ગુજરાતના વડગામ વિધાનસભા બેઠક પર જંગી મતોના અંતરથી જીત પ્રાપ્ત કરનાર યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી ગુજરાતના રાજકારણમાં એક ઉભરતો ચેહરો બની ગયો છે. મેવાણી રાજ્યમાં પરિવર્તનનો પ્રયત્ન લાવવામાં લાગેલા છે.દલિતનેતા કહેવા પર જિગ્નેશ મેવાણી કહે છે કે હું માત્ર દલિતોનો નેતા નથી, હું દરેકનો નેતા છુ. જિગ્નેશ મેવાણીનો દાવો છે કે વડગામમાં તેમને ૫૦ હજારથી વધારે મુસલમાનોએ મત આપ્યા છે અને તેમની જીત માટે ૨૫૦થી વધારે મહિલાઓએ રોજા રાખ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ જિગ્નેશ હવે દલિત આંદોલનને મજબૂત બનાવવાની દિશામાં મહત્વ આપી રહ્યા છે.જિગ્નેશ મેવાણીનો ઈરાદો દલિત આંદોલનને સશક્ત બનાવવાનો અને એક મજબૂત મજૂર સંઘ બનાવવાનો છે. જે માટે જિગ્નેશ મેવાણી કહે છે કે અમે દલિત આંદોલનને ઘણુ મજબૂત બનાવીશુ. હું મુસ્લિમો અને આદિવાસીઓની લડત લડીશ.

Related posts

ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં કાંતિ અમૃતિયા, નીમાબેનને એક-એક વર્ષની કેદની સજા

aapnugujarat

નવાનદીસર ગામના ત્રણ વિદ્યાર્થીઓએ લોન કટર મશીન બનાવ્યું

editor

अहमदाबाद में कोविड को-ऑर्डिनेटर नियुक्‍त करने का निर्देश, PSP पर लगा 1 करोड़ का जुर्माना

editor

Leave a Comment