International News

હાફિઝના સંગઠન જમાત ઉદ દાવાની ચેરિટી ઉપર બ્રેક

ત્રાસવાગી સંગઠનલશ્કરે તોયબાના લીડર અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠનના ચેરિટી એકત્રિત કરવા પર પાકિસ્તાને અંતે પ્રતિબંધ મુકી દીધો છે. જમાત ઉદ દાવા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાના મુખ્ય એક સંગઠન તરીકે છે. હાફિઝને મુક્ત કરવામાં આવ્યા બાદ ભારત અને અમેરિકાના જોરદાર વિરોધના કારણે તેની સામે આ પગલા પાકિસ્તાનને લેવાની ફરજ પડી છે. પાકિસ્તાન વધતા જતા દબાણ હેઠળ કુખ્યાત હાફિઝ સઇદ સાથે જોડાયેલી નાણાંકીય સંપત્તિ અને ચેરિટી પર કબજો જમાવી લીધો છે. આના માટેની યોજના ગુપ્ત રીતે હાલમાં તૈયાર કરવામાં આવી હતી. અમેરિકાએ પણ હાફિઝના મામલે પાકિસ્તાન પર હવે દબાણ વધારી દીધુ છે. પાકિસ્તાનની નાગરિક સરકારે જુદી જુદી પ્રાંતીય અને ફેડરલ સરકારના વિભાગો સાથે ગુપ્ત બેઠક યોજીને યોજના તૈયાર કરી હતી. ૧૯મી ડિસેમ્બરના દિવસે આ બેઠક યોજાઇ હોવાની વિગત સપાટી પર આવી હતી. આ બેઠકમાં કાર્યવાહીના સંબંધમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાનની પાંચ પ્રાંતીય સરકારના ટોપ લીડરો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સઇદની બે ચેરિટી પર કબજો મેળવી લેવામાં આવે તેવી શક્યતા છે. હાફિઝની બે ચેરિટી જે રહેલી છે તેમાં જમાત ઉદ દાવા અને ફલહા એ ઇન્સાનિયત ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. અમેરિકાએ હાલમાં જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતને ત્રાસવાદી સંગઠન તરીકે ગણાવીને કાર્યવાહી કરવા માટે કહ્યુ હતુ. લશ્કરે તોયબાની ફ્રન્ટ સંસ્થાઓ આ હોવાની વિગત પણ મળી રહી છે. વર્ષ ૧૯૮૭માં તોયબાની રચના હાફિઝ દ્વારા જ કરવામાં આવી હોવવાની વિગત અગાઉ સપાટી પર આવી ચુકી છે. મુંબઇ હુમલા માટે હાફિઝને માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવે છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. જેમાં વિદેશી લોકો પણ હતા. ચેરિટી અથવા તો દાન લેવાથી આ તમામ સંગઠનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જમાત ઉદ દાવા, લશ્કરે તોઇબા અને ફલા એ ઇન્સાનિયત ફાઉન્ડેશન અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં રહેલી સંસ્થાઓ ઉપર બ્રેક મુકવામાં આવી છે. આ સંસ્થાઓ હવે કોઇ પગલા લઇ શકશે નહીં. ફાઈનાન્સિયલ રેગ્યુલેટરી એજન્સી જે પાકિસ્તાનમાં નાણામંત્રાલય હેઠળ કામ કરે છે તે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન દ્વારા આ હિલચાલ હાથ ધરાઈ છે.

Related posts

આતંકવાદનું સમર્થન કરનારા દેશોએ આકરી કિંમત ચૂકવવી પડશેઃ સંયુક્ત રાષ્ટ્રપ્રમુખ

aapnugujarat

પનામા પેપર્સમાં ઘેરાયા નવાઝ શરીફ, વકીલોએ ૭ દિવસમાં રાજીનામાની કરી માંગણી

aapnugujarat

कनाड़ा पीएम ट्रुडो ने लगया इमेज खराब करने का आरोप

aapnugujarat

Leave a Comment