Travel

હનીમૂન માટે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? રાખજો આ વાતનું ધ્યાન નહીં તો પસ્તાશો

હનીમૂન માટે વ્યક્તિ કપલ પ્લાનિંગ કરવાનું હોય તો તેને પહેલીથી જ કરી લેવું યોગ્ય ગણી શકાય. પણ તેઓ તેનું અગાઉ બુકિંગ નથી કરાવતા. તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ત્યારે હનીમૂન માટે હોટલ બૂક કરાવતા પહેલાં રાખો આ કેટલીક વાતનું ધ્યાન, નહીંતર પાછળથી પસ્તાશો

• બજેટનું રાખો ધ્યાન

હનીમૂન પર કોઈ પણ જગ્યાએ જવા માટે કૃપા કરીને પહેલા તમારું બજેટ નક્કી કરો. કેમ કે તમારા બુકિંગથી લઈને શૉપિંગ સુધીના સમગ્ર ખર્ચા તમારા બજેટ ઉપર જ આધારિત કરે છે. તેથી પાછળથી પૈસાની અછતને લઈને પાછળથી કોઈ તકલીફ ઊભી ના થાય.

• તમારા પાર્ટનર પાસે પણ સલાહ લો

મેરેજ પછી ની શરૂઆતની જિંદગી નવા પરણેલા કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. જો તમે તમારા પાર્ટનરને જણાવશો કે તે હનીમૂન પર ક્યાં જવા માગે છે, તો તેમને પણ તમારા સાથ તથા પ્રેમનો અનુભવ થશે. આ સિવાય તમારી રિશ્તા પણ કઠીન રહેશે.

• રિવ્યૂ લેવાનું ન ભૂલશો

કોઈ પણ હનીમૂન સ્વિટની બૂકિંગ કરતી વખતે તેના રિવ્યૂ લેવાનું ક્યારેય ન ભૂલશો. કેમ કે લોકો ઉતાવળમાં તેનું બુકિંગ તો કરાવી જ લે છે, પણ પૈસા પ્રમાણે જોઈએ એટલો સંતોષ નથી મળતો. અને ત્યાંની ફેસિલિટીથી પણ કંટાળી જાય છે. તે ઉપરાંત હનીમૂન સ્વિટમાં ઘણી વાર કેમેરા લાગ્યા હોવાની ખબરો પણ આવતી રહે છે. તેથી જ્યારે બુકિંગ કરો ત્યારે એ વાતનું હંમેશા ધ્યાન જરૂર રાખો.

• ઝડપી બુકિંગ કરો

હનીમૂન માટે લોકો પ્લાનિંગ કરવાનું હોય તો તેને પહેલીથી જ કરી લેવું જોઈએ. પણ તેઓ તેનું અગાઉ બુકિંગ કરવી શકતા નથી. તેના લીધે છેલ્લા સમયે હલચલ થઈ જાય છે. અને આખરી સમયે વધુ પૈસા આપવા પડે છે.

• અનુભવી લોકોની સલાહ લો

હમણાં ઘણી બધી ટ્રાવેલ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. અને જુદા જુદા પૅકેજ પણ કાઢે છે. તેથી હનીમૂન સ્વીટ બૂક કરાવતા પહેલા અનુભવી લોકોની જરૂરી સલાહ લો.

Related posts

Banten’s Sawarna: A Hidden Paradise Facing The Indian Ocean

aapnugujarat

From Andes to Amazon: trekking through the Bolivian jungle

aapnugujarat

An Iconic Greek Island Just Got A Majorly Luxurious Upgrade

aapnugujarat

Leave a Comment