Gujarat

સોમનાથ મહાદેવના શ્રાવણ માસમાં ૪ કરોડ ભાવિકોએ સોશ્યલ મિડિયા માધ્યમથી દર્શન કર્યાં

શ્રાવણ માસ એટલે મહાદેવની ભક્તિમાં લીન થવાનો ઉત્તમ માસ, આ માસમાં ભક્તો મહાદેવના દર્શન-પૂજન અર્ચન કરી કૃતજ્ઞ થતા હોય છે, ડીઝીટલ યુગમાં સોશ્યલ મીડીયાનું એક આગવું પ્રદાન રહેલુ છે, શ્રાવણ પર્યન્ત સોમનાથ મહાદેવ છવાયા સોશ્યલ મીડીયામાં, શ્રાવણ દરમ્યાન વિશેષ શ્રૃંગારના ફોટોગ્રાફ્સ-આરતીના ક્લીપીંગ્સ ફેસબુક,ટ્‌વીટર,ઇન્સ્ટાગ્રામ,હેલ્લો એપ વિગેરે પર નિયમીત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મુકવામાં આવતા હતા.
આ વર્ષે ફેસબુકની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ) દેશ-વિદેશના ભક્તોએ ડિઝીટલ દર્શનનો લ્હાવો લીઘો હતો, આ વર્ષે ૨૦૧૯ માં ૪.૦૭ કરોડ રેકોર્ડ બ્રેક શ્રધ્ધાળુઓએ દર્શન કરેલ છે. ભક્તોના માનવ સમુદાયની વાત કરીએ તો અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં ૮૬,૦૦૨- નેપાળમાં ૭૭,૨૫૦- આરબ અમીરાતમાં ૫૪,૭૭૨- કેનેડામાં ૨૫,૭૯૪- સાઉદી અરેબીયામાં ૪૦,૮૪૦- ઓસ્ટ્રેલીયામાં ૧૯,૮૨૩- પાકિસ્તાનમાં ૧૩,૩૪૦, કેપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો દિલ્હીમાં ૧૦.૭૨ લાખ, અમદાવાદમાંથી ૬.૯૭ લાખ, મુંબઇ ૬.૫૩ લાખ, સુરતમાં ૬.૧૨ લાખ, ક્રમશ ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડીયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો. ડિઝીટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મિડિયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શ્રંગારના અભિનંદન પાઠવ્યા.
ટ્‌વીટરની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવિત થયા હતાં જે વર્ષ-૨૦૧૯માં ૨૨.૬૨ લાખ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-૨૦૧૮માં ૩૦૦૦૦ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરેલ જે વર્ષ-૨૦૧૯માં ૩૬.૬૬ લાખ થયા છે. હાલમાં જ હેલ્લોએપ જે હાલમાં ખુબ પ્રચલિત થયેલ હોય તેમાં પણ શ્રાવણ દરમ્યાન ૧૧.૦૫ લાખ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.

(તસ્વીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક સોમનાથ)

Related posts

State govt not planning to impose lockdown again : Rupani

editor

विधानसभा चुनाव में भाजपा की करारी हार होगी : अहमद पटेल

aapnugujarat

अखिल भारतीय विद्यार्थी परिषद के ६४वें राष्ट्रीय अधिवेशन स्थान का भूमि पूजन कार्यक्रम हुआ

aapnugujarat

Leave a Comment