Gujarat

શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજ્યંતિ નિમિત્તે વાઘાણી સહિતના નેતાઓએ વૃક્ષારોપણ કર્યું

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે તા. ૬ જુલાઇના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ મહાન શિક્ષણવિદ, ચિંતક અને દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર ખાતે તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી, વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, ડો. શ્યામપ્રસાદ મુખર્જીએ સ્વેછાએ અલખ જ્ગાવવાના ઉદેશ્યથી રાજનીતીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ખંડિત ભારતમાં અખંડતા માટે લડતા-લડતા બલિદાન આપનારા પ્રથમ રાજનેતા હતા. તે સાચા અર્થમાં માનવતાના ઉપાસક હતાં. આપણાં સહુના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી ઉચ્ચ મૂલ્યો અને સત્યનિષ્ઠ આચાર-વિચારયુક્ત પ્રભાવશાળી વ્યક્તિત્વથી ભર્યું તેમનું જીવન દેશવાસીઓ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે.
વાઘાણીએ જણાવ્યુ હતું કે આજે આપણે પરમ શ્ર્‌ધ્ધેય ડો. શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ મનાવી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કુનેહ તથા દેશની જનતાના આશીર્વાદ અને પ્રચંડ જન સમર્થનના કારણે આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦નું નિર્મૂલન કરવામાં સફળ બની શક્યા છીએ.
વાઘાણીએ કહ્યું હતું કે, આવો, શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના દેશ વિકાસ માટેના વિચારોને આત્મસાત કરી આપણે સૌ રાષ્ટ્રસેવા અને માનવસેવા માટે પ્રતિબદ્ધ બનીએ.

Related posts

૬ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના સ્થળે વહિવટીતંત્ર, સરપંચશ્રીઓ, ગ્રામજનો સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યો સંવાદ

aapnugujarat

ग्राहक को बताने का कहकर युवक कार लेकर फरार हो गया

aapnugujarat

ગુજરાત ગજવશે ભાજપ-કોંગ્રેસ : તમામ બેઠકો પર મતદારોને રિઝવવાનો પ્લાન

aapnugujarat

Leave a Comment