Travel

શું તમે જાણો છો ભારતનાં સુંદર ગામડાંઓ વિશે તો જુઓ આ રિપોર્ટ

આમ તો ફિલ્મો જોઈને લોકોનાં મનમાં વિચાર આવતો હશે કે યુરોપિયન દેશો જ કુદરતી સૌંદર્યોથી ભરપૂર છે પણ એવું નથી આપણાં દેશમાં એવી ઘણી જગ્યાઓ અને ઘણાં ગામડાઓએ છે જે આ વિદેશી લોકેશનથી અનેકગણા સુંદર છે. અહીંનું કુદરતી સૌંદર્ય જોઈને ચોક્કસ મનમાં વિચાર આવે કે આપણે કંઈક બીજી જ દુનિયામાં આવી ગયા છે. આજે અમે તમને દેશનાં એવા સુંદર ગામડાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છે કે, કે પહેલાં તમે ક્યારેય એનાં વિશે સાંભળ્યું નહીં હોય.

આસામનું માજુલી ગામ


દેશનાં પૂર્વીય રાજ્ય અસમમાં આવેલું માજુલી દુનિયાનું સૌથી મોટું રિવર આઈલેન્ડ છે. આ ગામ બ્રહ્મપુત્ર નદીના તટ પર આવેલું છે. ૪૦૦ સ્ક્વેર કિલોમીટર પહોળુ આ આઇલેન્ડ એક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. આ જગ્યા વિશેની ખાસ વાત એ પણ દર્શાવવામાં આવે છે કે અહીંના કેટલાક માછીમાર કોઇ બીજા વ્યક્તિની સરખામણીમાં વધારે સમય સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. તમે અહીં નૌકાવિહારથી લઇને કેટલાય ખાસ મ્યૂઝિયમ પણ જોઇ શકો છો.

કર્ણાટકનું ગોકર્ણા ગામ

દેશની દક્ષિણ દિશાએ આવેલ કર્ણાટક રાજ્યમાં આવેલ ગોકર્ણા ગામ ગોવાથી ખૂબ જ નજીક છે એટલે તેને ગોવાના પાડોશી ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ગામ એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની સાથે-સાથે તીર્થયાત્રીઓ વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય છે. કર્ણાટકની મુસાફરી કરનાર આ ગામની સુંદરતાનો નજારો જોવાનું ક્યારેય પણ ભૂલતા નથી.

કેરળનું ઈડુક્કી ગામ

દેશની દક્ષિણ દિશાએ આવેલ કેરળ રાજ્યમાં સ્થિત ઈડુક્કી ગામ પશ્ચિમી ઘાટની સૌથી ઉંચી જગ્યા પર સ્થિત છે. અહીંના સુંદર સરોવર, ધોધ અને ગાઢ જંગલ આ સ્થળની સુંદરતામાં વધારો કરી દે છે. આ ગામમાં તમને વૃક્ષ-છોડ કેટલીય પ્રજાતિઓ પણ મળશે, જે કદાચ તમે પહેલા ક્યારેય જોઇ નહીં હોય. ઈડુક્કી આર્ક ડેમની પાસે તમે કેમ્પિંગનો આનંદ પણ લઇ શકો છો.

હિમાચલ પ્રદેશનું કસૌલ ગામ

દેશની ઉત્તર દિશાએ આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યનું કસૌલ તેની ખૂબસુરતી માટે ખૂબ જ પ્રચલિત છે. આ ગામમાં આખું વર્ષ પ્રવાસીઓની અવર જવર રહે છે. લાંબા, ઉંચા ટ્રેકિંગનો શોખ રાખનાર લોકો માટે આ જગ્યા ખૂબ જ શાનદાર છે. હિપ્પી સંસ્કૃતિ માટે જાણીતી આ જગ્યા બેગપેકર્સ માટે કોઇ સ્વર્ગથી ઓછી નથી. માર્ચથી મે વચ્ચે અહીં સૌથી વધારે પર્યટક આવે છે.

સિક્કિમનું લાંચુગ ગામ

સિક્કીમનું લાંચુગ તિબ્બત બોર્ડરની નજીક આવેલું છે. આ ગામ લગભગ ૮૮૫૮ ફુટની ઉંચાઈએ આવેલું છે. આ ગામ સિક્કિમનું ખૂબજ રમણીય સ્થળ છે. આ ગામમાં બરફથી ઢંકાયેલા પર્વતો જોવા મળશે. આ જગ્યા ગંગટોકથી લગભગ ૧૧૯ કિલોમીટર દૂર છે જે તમને એક લાંબી યાત્રાનો પણ આનંદ અપાવશે. અહીં ફરવા માટે સફરજન, પીચ અને જરદાળુના સુંદર બગીચા પણ છે.

પશ્ચિમ બંગાળનું તકદાહ ગામ

પશ્ચિમ બંગાળ તેની ઐતિહાસક ધરોહર અને કુદરતી સૌંદર્ય માટે દેશ – વિદેશમાં પ્રચલિત છે. બંગાળનાં મુખ્ય શહેર કોલકાતાની વાત તો નિરાલી જ છે. આજે પણ આ રાજ્યના રમણીય ગામ તકદાહ વિશે જાણવા જઈ રહ્યાં છે જે દાર્જિલિંગ જિલ્લામાં સ્થિત છે. મોટા શહેરોમાંથી દૂર આ ગામ પ્રકૃતિનો એક અદ્દભુત નજારો છે. અહીં પર્વતો અને ભરાવદાર જંગલ ટ્રેકિંગ માટેનો સારો વિકલ્પ હોઇ શકે છે. અહીં હિમાલયના ઉંચા શિખરોનો નજારો અને ચાના બગીચા પણ ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

હિમાચલ પ્રદેશનું મલાન ગામ

દેશનું ઉત્તરીય રાજ્ય હિમાચલ પ્રદેશ તેનાં કુદરતી સૌંદર્ય માટે જાણીતું છું. ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર જવાનો શોખ રાખનાર કોઇ પણ વ્યક્તિને એકવાર હિમાચલ પ્રદેશના મલાના ગામમાં તો ચોક્કસ જવું જોઇએ. અહીંના રહેવાસીઓને એલેક્ઝેન્ડર ધ ગ્રેટના વંશજ માનવામાં આવે છે, જે અહીંથી સંકળાયેલા કિસ્સાઓને વધુ રસપ્રદ બનાવે છે. શાંત વાતાવરણ, પ્રાકૃતિક સૌંદર્ય અને મોટા શહેરોના ઘોંઘાટથી અલગ આ ગામ પોતાના જીવનની સૌથી યાદગાર ક્ષણોની ભેટ આપી શકે છે. ખીરગંગાનું અદ્દભુત ટ્રેકિંગ પણ આ જગ્યાની ખૂબ જ નજીક છે.

રાજસ્થાનનું ખિમસર ગામ

રાજસ્થાન તો તેની રાજાશાહી માટે દેશ – દુનિયામાં ખૂબજ પ્રચલિત છે. અહીંના રાજાઓ અને તેમની શૂરવીરતા ની તો વાત જ શું કરવી એક થી એક મહાન રાજાઓ આ રાજ્યમાં થયા છે. આજે પણ અહીં રાજાઓની નહીં પણ અહીંના એક સુંદર ગામની વાત કરવા જઈ રહ્યાં છે. આ ગામનું નામ છે ખિમસર. ખિમસરને રાજસ્થાનની ધડકન કહેવામાં આવે છે . ચારેય તરફથી થાર મરુસ્થલથી ઘેરાયેલું આ ગામ પણ કોઇ લાજવાબ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનથી ઓછું નથી. આ જગ્યા પર તમે જીપ અથવા ઉંટ પર સવાર થઇને ડેઝર્ટ સફારીની મજા લઇ શકે છે. મરૂસ્થલી વિસ્તારમાં રાતના સમયે કેમ્પિંગની મજા જ કંઇલ અલગ હોય છે, ખિમસરમાં તેની પણ સુવિધા છે.

મેઘાલયનું મૉલીનનૉન્ગ

દેશનું પૂર્વીય રાજ્ય મેઘાલય કુદરતી સંપત્તિથી ભરપૂર છે. અહીંના ધોધ, સરોવર, ગાઢ જંગલો રમણીય છે. મેઘાલયમાં આવેલ મૉલીનનૉન્ગ ગામ પ્રકૃતિના કોઇ ગુપ્ત ખજાના જેવું છે. સ્થાનિક સમુદાય અને સરકારે મળીને આ ગામની સુંદરતાને જાળવી રાખવાની જવાબદારી ઉઠાવી છે. વર્ષ ૨૦૦૩માં તેને સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો. ઑક્ટોબરથી એપ્રિલ વચ્ચે અહીં મોસમ સૌથી વધારે શાનદાર રહે છે. અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.

Related posts

Banten’s Sawarna: A Hidden Paradise Facing The Indian Ocean

aapnugujarat

SAS seasonal summer 2018 routes – 5 new destination & 27 new non-stop routes

aapnugujarat

From Andes to Amazon: trekking through the Bolivian jungle

aapnugujarat

Leave a Comment