Education

શાળા-કોલેજોમાં મોબાઇલ લઇ જવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે આ અગાઉ શાળાઓમાં શિક્ષકોને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો હતો. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે અને શૈક્ષણિક બાબતે સંકળાયેલ જગ્યા પર શિક્ષકો પણ મોબાઇલ નહીં વાપરી શકે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સંકુલમાં મોબાઇલ નહીં વાપરી શકે. શાળાઓને સંકુલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ છે. ફોન પર આવતા સંદેશ વિદ્યાર્થી પાસે પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ જ્યારે મોબાઇલનો ઉપયોગ કરે છે તો તેની અસર અભ્યાસ પર થાય છે. જેથી વિદ્યાર્થીઓના પરિણામો પર અસર થાય છે. તેથી તમામ શાળાઓને આદેશ કરી દેવાયો છે કે, શાળામાં મોબાઇલ લઇ જઇ શકાશે નહીં.
મહત્વનું છે કે, સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તો ઠીક છે પરંતુ હોસ્પિટલમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. ડૉક્ટર્સ, નર્સ અને બીજો સ્ટાફ પણ સારવાર દરમિયાન પણ મોબાઇલ ફોનનો બેફામ ઉપયોગ કરે છે. જે અટકાવવું જરૂરી છે. જેથી દર્દીઓની સારવાર સારી રીતે થઇ શકે.

Related posts

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટો સુધારવા માટે મહેતલ અપાઈ

aapnugujarat

યુજીસી રદ કરવાના સરકારના નિર્ણયનો તમિલનાડુએ વિરોધ કર્યો

aapnugujarat

વિદ્યાર્થીઓ ન મળતા જીટીયુ સંલગ્ન છ કોલેજો બંધ કરાશે

aapnugujarat

Leave a Comment