BuisnessLatest news

વૈશ્વિક બજારોના વલણ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિની વકી

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં છ મુખ્ય પરિબળોની અસર જોવા મળી શકે છે. જેમાં આર્થિક આંકડા, મુખ્ય કંપનીઓના ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ, વૈશ્વિક બજારોનું વલણ, એફપીઆઈ, ડીઆઈઆઈના રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતોને લઇને બજારની દિશા નક્કી થશે. આગામી સપ્તાહમાં મહાકાય કંપનીઓ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જેમાં આઈટીની દિગ્ગજ કંપની ટીસીએસનો સમાવેશ થાય છે. ટીસીએસ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ ૧૦મી જાન્યુઆરીના દિવસે જાહેર કરશે. બીજી આઈટીની દિગ્ગજ કંપની ઇન્ફોસીસ પણ શુક્રવારના દિવસે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરશે. અન્ય કંપનીઓમાં ટાટા એલેક્ષી ૮મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરશે. બજાજ કોર્પ, ઇન્ડસઇન્ડ બેંક ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરશે. કર્ણાટક બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૧૧મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરનાર છે. આર્થિક મોરચા ઉપર વાત કરવામાં આવે તો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બરના આંકડા ૧૧મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓક્ટોબર ૨૦૧૮માં ૮.૧ ટકા વધી ગયો હતો જે ગયા વર્ષે આ મહિનામાં ૪.૫ ટકા હતો. વૈશ્વિક મોરચા પર ચીન અને અમેરિકા વચ્ચે બેજિંગમાં આવતીકાલથી મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેના ઉપર રોકાણકારોની નજર રહેશે. અમેરિકામાં બિનકૃષિ વેતનના ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા પણ જારી કરવામાં આવનાર છે જેને લઇને પણ ઉત્સુકતા છે. ચીનમાં ફુગાવાના આંકડા ૧૦મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.
આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં સેંસેક્સમાં અને નિફ્ટીમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. એફપીઆઈ દ્વારા નાણાં પરત ખેંચી લેવામાં આવ્યા બાદ તેની પણ અસર જોવા મળી શકે છે. છ પરિબળો શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. ચીનના આંકડા ઉપર પણ નજર રહેશે.

Related posts

નમો એપના બદલે કોંગ્રેસ એપ ડિલિટ : સ્મૃતિ ઇરાની

aapnugujarat

PNB Fraud case : Nirav custody extended until September 19

aapnugujarat

૨૦૧૪ની ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં ભાજપે ૫૧ બેઠક પૈકીની ૩૯ જીતી હતી

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat