Education

વિરમગામ ડી.સી. એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંર્તગત કાર્યશિબીર, પપેટશો, નાટક, ચિત્રસ્પર્ધા યોજાઇ

     અમદાવાદ જિલ્લાના વિરમગામ સહીતના તમામ તાલુકાઓમાં તમાકુ મુકત અમદાવાદ જિલ્લો બનાવવાનુ મહાઅભિયાન હાથ ધરવામા આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ  અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ તથા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી  ડો.ચિંતન દેસાઇ ના માર્ગદર્શન મુજબ સમગ્ર અમદાવાદજિલ્લામા તમાકુ મુકત સમાજ રચના કરવા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામા આવી રહયા છે. જે અંતર્ગત  વિરમગામની ડી.સી.એમ. આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમા પ્રિન્સીપાલ નીતીનભાઇ પેથાણીના  પ્રમુખ સ્થાને  નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અર્તગત કાર્યશિબીર, પપેટશો, નાટક, ચિત્ર સ્પધા યોજવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફીસર વિરમગામ ડો સંગીતા પટણી, જિલ્લા આઇ.ઇસી. અધીકારી વિજય પડિત ટીઆઇઇસીઓ  કે.એમ.મકવાણા, જયેશ પાવરા,   ડો.ઉર્વી ઝાલા  ડો. મયુરેશ ગઢવી, વિરેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તમાકુ મુકત સમાજ રચવા માટે જાણકારી આાપી હતી.  
   અર્બન હેલ્થ ઓફીસર વિરમગામ ડો સંગીતા પટણી અને  જિલ્લા આઇ.ઇ.સી. અધીકારી વિજય પડિતે જણાવ્યુ કે તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે  ૧૦ લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ૨૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે અને મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે. વિરમગામની ડી.સી.એમ.  કોલેજ   ખાતે આયોજિત કાર્યક્રમમાં  સપ્તધારા  સાણદની ટીમ સુરેશ દાણીદાર, પ્રવિણ સોલંકી , મુકેશ મકવાણા ની ટીમ દ્રારા  વ્યસન મુક્તિ નાટક અને પપેટ શો રજુ કરવામાં આવ્યો હતો. જેને  વિધાર્થીઓમા આકર્ષણ જમાવ્યુ હતુ. વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. અને તમાકુ મુકત સમાજ બનાવવા માટેના શપથ પણ  લેવડાવવામા આવ્યા હતા વિધાર્થીઓ દ્રારા ચિત્રસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજવામા આવી હતી તેમા પ્રથમ ત્રણ સ્પધકોને  મહાનુભાવો ના વરદ હસ્તે ઇનામ આાપવામા આવ્યા હતા પ્રિન્સીપાલ ડો.નીતીનભાઇ પેથાણી, પ્રો.અશ્વિનભાઇ આણદાણી, પ્રો.આર.ડી.ચૌધરી  હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત કરવાના અભીયાન કાર્યરત છે. તમાકુ વિરોધી કાયદાનો અમલ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવી રહ્યો છે.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ તક માટે આયોજન

aapnugujarat

સૌરાષ્ટ્ર યુનિ.ના વીસી-પીવીસીનો પદગ્રહણ સમારોહ રાજકીય તમાશો બન્યો

aapnugujarat

સારું શિક્ષણ આપનારા રાજ્યોને ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવાશે

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat