Latest newsNational

વિજય માલ્યાને ૨૭ ઓગસ્ટે હાજર થવાનો હુકમ

ખાસ અદાલતે સનસનાટીપૂર્ણ મનલોન્ડરીંગના મામલામાં ફરાર થયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને ૨૭મી ઓગસ્ટના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે.
વિજય માલ્યા સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તેમના ઉપર સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે.
૯ હજાર કરોડ રૂપિયાના બેંક ઠગાઈ કેસમાં નવા ઈકોનોમિક ઓફેન્ડર્સ વટહુકમ હેઠળ વિજય માલ્યાની સામે પગલાં લેવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી એન્ફોર્મસેન્ટ ડિરોક્ટરેટની અરજી પર ૨૭મી ઓગસ્ટના દિવસે તેની સામે ઉપસ્થિત થવા શરાબ કારોબારી વિજય માલ્યાને સમન્સ જારી કરવામાં આવ્યું છે. ઈડીએ ફરાર આર્થિક અપરાધિ બિલ ૨૦૧૮ હેઠળ અરજી દાખલ કરી હતી. જેમાં ધ્યાન આપીને કોર્ટે આ મુજબનું સમન્સ જારી કર્યું છે. આ બિલ હેઠળ વિજય માલ્યાની ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત પણ કરવામાં આવનાર છે. ૬૨ વર્ષીય શરાબ કારોબારી વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેવુ થયેલું છે. અત્રે નોંધનિય છે કે માલ્યાએ હાલમાં જ એક પત્રકાર સાથે સંબંધિત યાદી જારી કરીને કહ્યું હતું કે બેન્કોના નાણા પરત કરવા માટેના તમામ પ્રયાસો કરે છે. જો રાજકીય રીતે પ્રેરીત કોઈ ફેકટર રહ્યા હોત તો તેઓ આ સંદર્ભમાં કોઈ વાત કરવાની સ્થિતિમાં નથી. માલ્યાએ દાવો કર્યો હતો કે તેઓએ ભારતમાં સરકારી બેન્કોનું દેવું ન ચૂકવવાના લઈને ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીને પત્ર લખીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી પરંતુ બંને પૈકી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. માલ્યાએ કહ્યું હતું કે નેતાઓ અને મીડિયા તેમના પર આક્ષેપ મુકે છે કે કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવેલા ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા છે. લોન આપનાર કેટલીક બેન્કોએ તેમને વિલફુલ ડિફોલ્ટર અથવા તો જાણી જોઈને નાણા ન ચૂકવનાર તરીકે જાહેર કરીને તેમના ઉપર દબાણ વધાર્યું છે.
પ્રવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ ઈએમએલએફ કેસના સંદર્ભમાં સ્પેશિયલ જજ એમ.એસ. આઝમીએ માલ્યાને આજે નોટિસ જારી કરી હતી. તેમની સામે હાલમાં જ દાખલ કરવામાં આવેલી ઈડીની બીજી ચાર્જશીટની નોંધ લેવામાં આવી હતી. સાથે સાથે ફરાર આર્થિક અપરાધી તરીકે તેમને જાહેર કર્યાની માંગ કરીને ૨૨મી જૂનના દિવસે દાખલ કરવામાં આવેલી અરજી પર તેમને મુશ્કેલમાં મુકવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે મોદી સરકાર દ્વારા હાલમાં જ લાદવામાં આવેલા વટહુકમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફરાર બેન્ક લોન ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવા મોદી સરકાર દ્વારા હાલમાં જ વટહુકમ કરવામાં આવ્યો હતો. ઈડી દ્વારા માલ્યા અને અન્ય આર્થિક અપરાધીઓની ૧૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. જાણવા મળેલી માહિતી મુજબ જો માલ્યા કોર્ટ સમક્ષ ઉપસ્થિત થશે નહીં તો તેમને આર્થિક ફરાર અપરાધી જાહેર કરવામાં આવશે. સાથે સાથે તેમની સાથે જોડાયેલી સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવશે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા બે કેસના સંદર્ભમાં અગાઉ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા.
હાલમાં નિષ્ક્રિય થયેલી તેમની કંપની કિંગફિશર એરલાઈન્સ લિ., વિજય માલ્યા પોતે અને અન્ય દ્વારા યુપીએ સરકારના ગાળા દરમ્યાન જુદી જુદી બેન્કો પાસેથી જંગી લોન લેવામાં આવી હતી.
વ્યાજ સહિત બાકીની રકમનો આંકડો હવે વધીને ૯૯૯૦.૦૭ કરોડ સુધી પહોંચી ગયો છે. વિજય માલ્યાએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ બેન્ક ડિફોલ્ટના પોસ્ટર બોય બની ગયા છે. રસ્તા પરથી પસાર થતા લોકો પણ તેમના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઈડીએ તેમની બે ચાર્જશીટમાં શ્રેણીબદ્ધ વિગતો રજુ કરી છે.
વિજય માલ્યા લંડનમાં મની લોન્ડરીંગ આરોપોનો સામનો કરી રહ્યા છે. શરાબ કારોબારીને ફરી ભારતમાં લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ માલ્યા મની લોન્ડરીંગના આરોપોનો સામનો કરી રહ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા તેમની સામે લોન ડિફોલ્ટ બદલ કેસો દાખલ કર્યા છે. મોદી સરકારે હાલમાં જ વટહુકમ લાવીને આર્થિક અપરાધીઓ પર સકંજો મજબૂત કર્યો હતો. છેતરપિંડી, ચેક બાઉન્સ થવાના કેસ અને લોન ડિફોલ્ટના મામલામાં તેમની સામે કાર્યવાહી કરાશે. માલ્યા છેલ્લા ઘણા સમયથી લંડનમાં છે અને કાયદકાયી પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

Related posts

Prez Kovind orders retirement of 15 senior officials of Ministry of Finance

aapnugujarat

ટીએમસીના ગુંડાઓએ બંગાળને નર્ક બનાવ્યું અને યુપીમાં માયા, અખિલેશ વોટરને જાગીર સમજે છે : પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં મોદીનો ઝંઝાવાતી પ્રચાર

aapnugujarat

જોબ સેક્ટરનું ચિત્ર મજબુત કરવા નરેન્દ્ર મોદીનો આદેશ

aapnugujarat

Leave a Comment