International NewsLatest news

વર્ષ-૨૦૫૦ સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે

સમગ્ર વિશ્વમાં હાલમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ભલે વધારે હોય પરંતુ ૨૦૫૦ સુધીમાં આ મામલે વિશ્વનો નકશો બદલાઈ શકે છે ’વર્લ્ડ રિલિજન ડેટાબેઝ’ અને ’પ્યુ રિસર્ચ સેન્ટર’ના આંકડાઓને માનીએ તો વર્ષ-૨૦૫૦ સુધીમાં ઇસ્લામમાં માનનારા લોકોની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે હશે.’વર્લ્ડ રિલિજન ડેટાબેઝ’ દ્વારા ૧૯૧૦ થી ૨૦૧૦ દરમિયાનના વિશ્વભરના દેશોમાં રહેતા ધાર્મિક લોકોની વસતી ઉપર અભ્યાસ ચાલી રહ્યો છે અને તેના આધારે જણાવાયું છે કે, આ ૧૦૦ વર્ષમાં ઇસ્લામ સૌથી ઝડપથી ફેલાયેલો ધર્મ છે, ત્યાર બાદ નાસ્તિકો એટલે કે ધર્મમાં આસ્થા ન રાખનારાઓની સંખ્યા વધી છે.આ અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે, ૨૦૫૦ સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસતી તીવ્રતાથી વધશે. અહીં હિન્દૂ જ બહુમતીમાં રહેશે પરંતુ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો વસતી ધરાવતો દેશ ભારત બની જશે. ઉલ્લેખનીય છે કે, હાલ ઇન્ડોનેશિયામાં ભારત બાદ સૌથી વધારે મુસ્લિમ છે.વર્લ્ડ રિલિજન ડેટાબેઝના અહેવાલ અનુસાર, દુનિયામાં વર્ષ-૧૯૧૦માં કુલ વસતીના ૩૪.૮% લોકો ખ્રિસ્તી હતા, જે ઘટીને વર્ષ-૨૦૧૦માં ૩૨.૮ % થઇ ગયા. જયારે મુસ્લિમોની વસતી ૧૯૧૦માં ૧૨.૬% હતી, જે ૨૦૧૦માં વધીને ૨૨.૫% થઇ ગઈ.
હિન્દુઓની વાત કરીયે તો તેની વસતીમાં પણ વધારો જોવા મળ્યો છે. હિન્દુઓની વસતી દુનિયાભરમાં ૧૯૧૦માં ૧૨.૭% હતી જે હવે ૧૦૦ વર્ષ પછી વધીને ૧૩.૮% જેટલી થઇ ગઈ છે. નાસ્તિકોની વાત કરીયે તો, તેમની વસ્તી ૦.૨%થી વધીને ૯.૮% થઇ ગઈ! ચીની લોકધર્મમાં માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જે ૨૨.૨% થી ઘટીને માત્ર ૬.૩%ની રહી ગઈ છે.પ્યુ રિસર્ચ સેન્ટરે વર્ષ-૨૦૧૭માં એક અહેવાલ રજુ કર્યો હતો જેમાં વર્ષ-૨૦૧૫ સુધીના આંકડા શામેલ હતા.
આ અહેવાલ અનુસાર દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધારે લગભગ ૨૩૦ કરોડ બતાવામાં આવી હતી. જયારે મુસ્લિમોની વસતી ૧૮૦ કરોડથી વધારે અને હિન્દુઓની વસતી ૧૧૦ કરોડની આસપાસ દર્શાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં દુનિયાભરમાં ખ્રિસ્તીઓની વસતી ૩૧.૨%, મુસ્લિમો ૨૪.૧%, હિંદુઓ ૧૫.૧% જયારે નાસ્તિકોની વસતી ૧૬%ની આસપાસ દર્શાવવામા આવી હતી.આ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં મુસલમાનોની વસતી ભારે ગતિથી વધી રહી છે, જો કે આ વધારા પાછળ પ્રાકૃતિક કારણ જ જવાબદાર છે. વર્ષ-૨૦૧૦થી ૨૦૧૫ ની વચ્ચે મુસ્લિમ સમાજમાં જન્મ-મૃત્યુદરનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, આ સમયગાળા દરમિયાન દુનિયાભરમાં ૨૧.૩ કરોડ બાળકો જન્મ્યા અને માત્ર ૬.૧ કરોડ બાળકોના મૃત્યુ થયા. જયારે ખ્રિસ્તી સમાજના બાળકોની વાત કરીયે તો ૨૨.૩ કરોડ બાળકો જન્મ્યા અને મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા ૧૦.૭ કરોડની રહી. યુરોપના ખ્રિસ્તી સમાજની વસતીમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. આ પાંચ વર્ષોમાં ખ્રિસ્તીઓની વસતી અહીં ૫૬ લાખ જેટલી ઘટી છે.આ અહેવાલ અનુસાર મુસ્લિમોની વસતીમાં જો આ દરથી જ વધારો થતો રહેશે તો વર્ષ-૨૦૫૦ સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે અને ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો બીજા ક્રમે આવી જશે. ખાસ કરીને યુરોપમાં મુસ્લિમોની વસતી ૧૦% થી પણ વધી જશે. ભારતની વાત કરીયે તો હિંદુઓ ભલે બહુમતીમાં રહે પરંતુ મુસ્લિમ વસતીના મામલે ભારત ઇન્ડોનેશિયાને પણ પાછળ રાખી દેશે.સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મપરિવર્તન દુનિયાભરમાં મુસ્લિમ વસતી વધવાનું એક મોટું કારણ છે. પરંતુ ’પ્યુ રિસર્ચ’ આ બાબતને સંપૂર્ણ રીતે નકારે છે. આ અહેવાલ અનુસાર દુનિયાભરમાં મુસ્લિમોની વસતી વધવા પાછળ ધર્માંતરણનું યોગદાન માત્ર ૦.૩% જ છે. મુસ્લિમ વસતી વધવા પાછળનું મુખ્ય કારણ જન્મ-મૃત્યુ દરનું પ્રમાણ છે. આ ઉપરાંત મુસ્લિમોનો ફર્ટિલિટી રેટ દુનિયાભરના અન્ય ધાર્મિક સમુદાયની સરખામણીએ સૌથી વધારે છે.આ અહેવાલ અનુસાર, પ્રત્યેક મુસ્લિમ સ્ત્રી ૩.૧ બાળક પેદા કરે છે જયારે ખ્રિસ્તી મહિલામાં આ પ્રમાણ ૨.૭ છે. દુનિયાભરમાં સરેરાશ પ્રત્યેક સ્ત્રી ૨.૫ બાળક પેદા કરે છે, માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ સ્ત્રીઓ જ આ સરેરાશથી વધારે છે. હિન્દૂ સ્ત્રીઓમાં આ પ્રમાણ ૨.૪ જયારે બૉધ્ધમાં આ દર સૌથી ઓછો એટલે કે ૧.૬ બાળકનો છે. સમાજવિજ્ઞાનીઓનું માનીએ તો મુસ્લિમ દેશોમાં કડક કાયદાઓ અને અન્ય કેટલીક મુશ્કેલીઓના લીધે તેમની વસતી અંગેના ચોક્કસ આંકડાઓ સામે આવતા નહોતા। હવે આ આંકડાઓ જાહેર થવા પાછળ પણ કોઈ કારણ જ હશે!

Related posts

टेरर फंडिग को लेकर अमेरिका ने ईरान पर और कड़े किए प्रतिबंध

aapnugujarat

Sensex jumps high by 792.96 points and Nifty closes at 11057.85

aapnugujarat

રામ મંદિર માટે વસંત પંચમીથી અયોધ્યા કૂચ શરૂ

aapnugujarat

Leave a Comment