Latest newsNational

વધતી ઉંમરનાં કારણે બે ડઝનથી વધુ દિગ્ગજ નેતા મેદાન છોડી શકે છે

લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની યાદી જાહેર કરવાની મથામણમાં છે અને યાદી તબક્કાવારરીતે જાહેર કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં આ વખતે કેટલાક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં દેખાશે નહીં. દશકોથી મતદારોમાં લોકપ્રિય રહેલા દિગ્ગજો આ વખતે ચૂંટણી મેદાનમાં રહેશે નહીં. તેમની લોકપ્રિયતા આજે પઁણ અકબંધ હોવા છતાં તેમની વયના કારણે આ દિગ્ગજો હવે લાચાર દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બે ડઝનથી વધારે નેતાઓ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા નથી. જેમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરા, કાલરાજ મિશ્રાનો સમાવેશ થાય છે. સુમિત્રા મહાજન પણ યાદીમાં સામેલ છે પરંતુ તેઓ મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીનીની વાત કરવામાં આવે તો એ વખતે ૯.૬ ટકા સાંસદોની વય ૭૦ વર્ષથી વધારેની રહી હતી. ચૂંટણી કોઇ પણ કેમ ન હોય, ટિકિટ મળવા માટેના માપદંડ એક જ હોય છે અને તે જીતની શક્યતા વધારે હોવી જોઇએ. છેલ્લા કેટલાક દશકોમાં આ પરંપરા જારી રહી છે. અનેક ચહેરા એવા છે જે તેમની લોકપ્રિયતાના કારણે લોકોમાં લોકપ્રિય રહ્યા હતા. લાંબા સમયથી જીતતા રહ્યા છે. આ ચહેરા ખુબ જીતાવુ છે પરંતુ હવે તેમના પર વયની અસર દેખાય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરફથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેટલાક એવા નામ જે વર્ષ ૨૦૧૪માં દેખાયા હતા તે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં નજરે પડશે નહીં. જો કે છેલ્લી ઘડીએ આવા ચહેરા દેખાવવા લાગી ગયા છે. આમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમના પરંપરાગત મતવિસ્તાર રાયબરેલીમાંથી ફરી મેદાનમાં છે. તેમની સાથે મુલાયમ સિંહ યાદવ પણ ફરી એકવાર મૈનપુરીમાંથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. એમ માનવામાં આવે છે કે ૭૫ વર્ષથી ઉપર પહોંચી ચુકેલા કેટલાક નેતાઓને તો પાર્ટી જ બહાર કરી ચુકી છે. જો ૭૫ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ન આપવાના મુદ્દા પર પાર્ટી આગળ વધશે તો કેટલાક ચહેરા તો પોતાની રીતે જ બહાર થઇ જશે. મુરલી મનોહર જોશી, અડવાણી સહિતના કેટલાક નેતાઓ મોટી વયમાં પણ સક્રિય થયેલા છે. શરદ પવાર પણ હજુ સુધી સક્રિય છે.સુષ્મા સ્વરાજ પણ આરોગ્યના કારણે પરેશાન રહ્યા છે. જેથી હવે તેઓ પણ મેદાનમાં રહેનાર નથી.

Related posts

આરએલએસપીમાં ભાગલા પડ્યા

aapnugujarat

UP No. 1 state in case of Deteriorating law and order : Mayawati

aapnugujarat

આધારને લિંક કરવાને ફરજિયાત કરવાની મહેતલ ૩૧ માર્ચ કરાઈ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat