Latest newsNational

લડાઈ ભલે ગમે તેટલી લાંબી હોય પીછેહટ નહીં કરૂઃ સોનિયા ગાંધી

યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે દેશના મૂલ્યોની રક્ષા કરવા માટે તેઓ દરેક પ્રકારના બલિદાન માટે તૈયાર છે. સાથોસાથ, ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ જીત્યા બાદ રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો. રાયબરેલીના લોકોના નામ સંબોધિત એક પત્રમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
આ ખુલ્લા પત્રમાં સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો પણ આભાર માન્યો છે કે તેઓએ તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊભો ન રાખ્યો. આ પત્રમાં ગાંધીએ કહ્યું કે હું આપને વાયદો કરું છું કે દેશના પાયાના મૂલ્યોની રક્ષા કરવા અને કોંગ્રેસના પૂર્વજોની મહાન પરંપરાને કાયમ રાખવા માટે, મારે જે પણ કુરબાની આપવી પડશે, હું પાછળ નહીં હટું.
ગાંધીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે તેમને આભાસ છે કે આવનારો સમય કઠિન હશે, પરંતુ તેઓ તેના માટે પણ તૈયાર છે. તેઓએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આપના સહયોગ અને વિશ્વાસના દમ પર કોંગ્રેસ પાર્ટી દરેક પડકારનો મજબૂતાઈથી સામનો કરશે.
સોનિયા ગાંધીએ પણ કહ્યું કે તેઓએ હંમેશા રાયબરેલીને પોતાના પરિવારની જેમ સમજ્યું છે અને મોટા પરિવારની જેમ તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, મારી જિંદગી આપ સૌની સામે એક ખુલા પુસ્તકની જેમ રહી છું. તમે મારા પરિવારની જેમ છો. આપથી મને હિંમત મળી છે અને આજ મારી મૂડી છે. લોકસભા ચૂંટણીમાં આપની જીત માટે સોનિયાએ રાયબરેલીની જનતાની સાથોસાથ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તમામ શુભચિંતાકો સહિત તે પાર્ટીઓ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો જેઓએ તેમના ચૂંટણી રણ જીતવાની રાહ સરળ કરી.

Related posts

બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથી : ઉદ્ધવ ઠાકરે

aapnugujarat

જુનેદની ધરપકડ બાદ બાટલા હાઉસ એન્કાઉન્ટર બનાવટી હોવાની થિયરીનો આખરે અંત આવ્યો

aapnugujarat

આજથી દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ રોજ બદલાશે

aapnugujarat

Leave a Comment