Entertainment

રેસ-૩ ફિલ્મના સેટેલાઇટ હક્ક૧૫૦ કરોડમાં વેચાયા

સલમાન ખાનની ઇદ પર રજૂ કરવામાં આવનાર ફિલ્મ રેસ-૩ ફિલ્મના સેટેલાઇટ અધિકારો રેકોર્ડ કિંમતમાં વેચાયા છે. સલમાન ખાનની હાલની બ્રાન્ડ વેલ્યુના કારણે ફિલ્મના અધિકારો ૧૫૦ કરોડમાં વેચી દેવામાં આવ્યા છે. જે નવો રેકોર્ડ છે. ફિલ્મની રજૂઆત પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. સલમાનની માર્કેટ વેલ્યુના કારણે ફિલ્મના રાઇટ્‌સને બે ગણી કિંમતે ખરીદી લેવામાં આવ્યા છે. ફિલ્મના અધિકાર પહેલા ૭૫ કરોડમાં વેચવાની યોજના હતી. જો કે સલમાન અને ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ આ ઓફર સ્વીકારી ન હતી. હવે ફિલ્મના અધિકાર ૧૫૦ કરોડ રૂપિયામાં આપી દેવામાં આવ્યા છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનને પણ પ્રોફિટમાં કેટલોક હિસ્સો મળનાર છે. પદ્માવતના અધિકાર ૪૦-૪૫ કરોડમાં વેચવામાં આવ્યા હતા. સલમાનની અગાઉની ફિલ્મ ટાઇગર જિન્દાના અધિકાર ૭૦ કરોડમાં વેચાયા હતા. રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીન મુખ્ય રોલમાં છે. જેક્લીને વધુ એક મોટી ફિલ્મ હાંસલ કરી લીધી છે. જ્યારે ટોપની અભિનેત્રી સલમાન સાથે ફિલ્મ મેળવી લેવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે જેક્લીનને સીધી રીતે બે ફિલ્મ મળી ગઇ છે. તે પહેલા કિક ફિલ્મમાં સલમાન સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં બન્નેની કેમિસ્ટ્રીની પ્રશંસા થઇ હતી. રેસ-૩ ફિલ્મમાં નવી જોડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ હવે આ ફિલ્મ હવે પૂર્ણાહુતિના આરે પહોંચી છે. રેસ- ફિલ્મના અગાઉના બે ભાગમાં સેફ અલી ખાન મુખ્ય સ્ટાર તરીકે રહ્યો હતો. મુળભૂત રેસ ફિલ્મ વર્ષ ૨૦૦૮માં રજૂ કરવામાં આવી હતી. જેમાં સેફ અલી ખાન, બિપાશા બાસુ, અક્ષય ખન્ના અને કેટરીનાની ભૂમિકા હતી.

Related posts

परिणीति ने कहा अर्जुन कपूर सबसे अच्छी किस करता है

aapnugujarat

સુશાંતનું છેલ્લું ગીત 10 જુલાઈ એટલે કે આવતીકાલે કરવામાં આવશે રિલીઝ

editor

ટાઇગર જિન્દા હૈ’ તેલુગુ ભાષામાં બનશે

aapnugujarat

Leave a Comment