Entertainment

રક્ષાબંધન પર લતા મંગેશકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં વીડિયો મેસેજથી શુભેચ્છા પાઠવી, જાણો સમગ્ર વીડિયોની વાત

3 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ભાઈ-બહેન તથા પરિવાર સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો હતો…

લતા મંગેશકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી અને એક વચન માગ્યું હતું.

લતા મંગેશકરે ટ્વીટ કરીને કહ્યું, નમસ્કાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, તમારા માટે મારી આ રાખડી. પોતાની પોસ્ટ સાથે
તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં લતા મંગેશકર તથા વડાપ્રધાનની તસવીરો છે.

વીડિયોમાં લતાજીનો અવાજ સાંભળવા મળે છે. તેમણે કહ્યું હતું, નરેન્દ્રભાઈ, આજે રક્ષાબંધનના શુભ અવસર પર હું તમને પ્રણામ
કરું છું. હું આજે તમને રાખડી તો મોકલાવી શકી નથી અને તેનું કારણ આખી દુનિયાને ખબર છે. નરેન્દ્રભાઈ તમે આ દેશ માટે
આટલું કામ કર્યું છે અને આટલી સારો વાતો કરી છે અને આ બધું દેશવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી.

વધુમાં તેમણે કહ્યું હતું, આજે ભારતની લાખો-કરોડો મહિલાઓએ તમને રાખડી બાંધવા હાથ આગળ કર્યો છે પરંતુ રાખડી બાંધવી
મુશ્કેલ છે. તમે સમજી શકો છો અને શક્ય હોય તો આજના દિવસે અમને એક વચન આપો કે તમે ભારતનું નામ હજી રોશન
કરશો. નમસ્કાર.

લતા મંગેશકરની ટ્વીટ પર જવાબ આપતા PM મોદીએ કહ્યું હતું, લતા દાદી, રક્ષાબંધનના શુભ અવસર પર તમારો ભાવપૂર્ણ
સંદેશ અસીમ પ્રેરણા તથા એનર્જી આપનારો છે. કરોડો માતા-બહેનોના આશીર્વાદથી આપણો દેશ નીત-નવી ઊંચાઈઓને સ્પર્શે,
નવી-નવી સફળતાઓ પ્રાપ્ત કરશે. તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હો, ઈશ્વરને મારી આ જ પ્રાર્થના છે.

Related posts

शादी के कपड़े किराए में लेने की कोशिश करें : रिया

aapnugujarat

दीपिका से शादी के बाद रणवीर पर तीन चीजों के लिए बैन

aapnugujarat

ચિત્રાંગદા નિર્માણ અને એક્ટિંગ બંનેમાં સક્રિય રહેશે

aapnugujarat

Leave a Comment