Blogs

મોદીનો કરિશ્મા હજી ઝંખવાયો નથી…..

આગામી પાંચ વિધાનસભા ચૂંટણીઓમાંથી રાજસ્થાન, છત્તિસગઢ તથા મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તા પર છે.
સ્વાભાવિક છે કે જો ભાજપે તેની બેઠકો જાળવી રાખવી હોય તો કર્ણાટક ઉપરાંત આ ત્રણ રાજ્યના ચૂંટણી પરિણામો તેના માટે મહત્ત્વપૂર્ણ હશે.રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રથમ દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તમાં પ્રદેશાધ્યક્ષો તથા રાષ્ટ્રીય પદાધિકારીઓને ’સંગઠન પર વિશેષ ધ્યાન’ આપવાની સૂચના આપી છે. શાહે તેમનો મનપસંદ નારો ’બૂથ જીત્યો તે ચૂંટણી જીત્યો’ ઉચ્ચાર્યો હતો. સાથે જ ચેતવણી આપી હતી કે દરેક વોટિંગ બૂથ પર ધ્યાન આપવું રહ્યું.અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી માટે ટાર્ગેટ નક્કી કર્યા હતા, જેમ કે પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૨૨ બેઠકો જીતવી. ગત ચૂંટણી દરમિયાન અહીં ભાજપને બે બેઠક મળી હતી.હંમેશાની જેમ જ આ વખતે પણ રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક પર એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે સત્તાધારી મોદી સરકારની ’લાભકારક યોજનાઓ’ની માહિતી કેવી રીતે મતદાતાઓ સુધી પહોંચાડવી.આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રિય કાર્યકારિણીમાં આ વાતનો હુંકાર કર્યો.સ્વાભાવિક રીતે તેમનો ઇશારો આગામી લોકસભા ચૂંટણી તથા તે પૂર્વે યોજાનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, સહિત પાંચ વિધાનસભા ચૂંટણીઓ તરફ હતો.ગત તમામ વર્ષો દરમિયાન પાર્ટીની આ પ્રકારની બેઠક જો દિલ્હીમાં યોજાઈ હોય તો તેનું આયોજન સ્થળ તાલ કટોરા સ્ટેડિયમ, નહેરુ સ્ટેડિયમ કે એનડીએમસી સેન્ટર રહેતું.ભીમરાવ આંબેડકરના નામ સાથે જોડાયેલાં આ ભવન ખાતે બેઠકનું આયોજન એ સંજોગ માત્ર નથી.ગુજરાતમાં દલિતો પર હિંસક હુમલાથી લઈને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી માયાવતી પર એક વરિષ્ઠ નેતાએ કરેલી અભદ્ર ટિપ્પણી તથા માફી સુધી.ગત બે વર્ષ દરમિયાન મહારાષ્ટ્રથી લઈને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દલિત સમુદાયે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યાં છે.આ દરમિયાન ભાજપ સરકારે એસસી-એસટી ઍટ્રોસિટી પ્રિવેન્શન ઍક્ટને મૂળ સ્વરૂપે લાવવા માટે કાયદો ઘડવાની જાહેરાત કરી છે.૧૯૮૯માં ઘડાયેલો આ કાયદો સ્પેશિયલ ઍક્ટ છે. ભારતીય દંડ સંહિતામાં અનેક કલમો હેઠળ જોગવાઈ કરવામાં આવી હોવા છતાંય એસસી-એસટી વિરુદ્ધ જાતિ આધારિત હિંસા ઓછી થઈ ન હતી. આથી ઉપરોક્ત કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં તત્કાળ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવી, તત્કાળ ધરપકડ તથા આગોતરા જામીન ન મળા જેવી કડક જોગવાઈઓ છે.સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દ્વારા ઉપરોક્ત ત્રણેય જોગવાઈઓને નિરસ્ત કરી દીધી હતી. સરકાર નવો કાયદો લાવીને ઍટ્રોસિટી સંદર્ભના કાયદાને મૂળ સ્વરૂપે ફરી બહાલ કરવા માગે છે.સ્વાભાવિક રીતે આ રીતે સરકાર દલિત તથા પછાત વર્ગના વોટ અંકે કરવા ધારે છે.ભાજપના પ્રમુખ અમિત શાહનું એક જ લક્ષ્ય છે અને એ છે કાર્યકરોનું મનોબળ મજબૂત બનાવી રાખવાનું.જેથી ભાજપ ગત ચૂંટણીમાં જેટલી બેઠકો જીતીને સત્તા પર આવ્યો હતો તેનાથી વધુ બેઠકો આ વખતે જીતી શકે.ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. તેની સૌથી માઠી અસર વિદ્યાર્થીઓ પર થશે.નરેન્દ્ર મોદી ૨૦૧૪ પહેલાં તેમના દરેક ભાષણમાં રૂપિયાના ઘટતા મૂલ્યની વાત વારંવાર કરતા હતા અને તેની અસર પણ થઈ હતી.એ કારણે જ દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને બેરોજગારોએ નરેન્દ્ર મોદીના નામે ભાજપને મત આપ્યા હતા.એ બધાના મનમાં એવી આશા હતી કે અચ્છે દિન કદાચ આવવાના છે. હવે પરિસ્થિતિ એ છે કે અચ્છે દિનનો નારો જ ભાજપને શૂળ બનીને ભોંકાઈ રહ્યો છે.ઉત્તર પ્રદેશ અને અન્ય જગાઓ પર એ નારાને મજાક બનાવવામાં આવી રહ્યો છે.એ ઉપરાંત ખેડૂતો પણ મોદી સરકારથી નારાજ છે. ખેડૂતોને એવું લાગે છે કે તેમને પાકના ટેકાના લઘુત્તમ ભાવ મળતા નથી.જોકે, આ મુદ્દે આપણે સરકારને દોષી ઠેરવી શકીએ નહીં. સરકારે તો ટેકાના લઘુત્તમ ભાવ (એમએસપી) વધાર્યા છે. મોટો સવાલ એ છે કે તે મૂલ્યનો લાભ ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં? વિધાનસભાઓની આગામી ચૂંટણીની વાત કરીએ તો ભાજપના વ્યૂહરચનાકારો તો એમ જ કહે છે કે અમારી પાસે મોદી કાર્ડ છે અને આખરે એ જ કામ આવશે. કર્ણાટક જેવા રાજ્યમાં પણ મોદીનો ચહેરો ઉપયોગી સાબિત થયો હતો. અલબત, ત્યાં ભાજપ પૂર્ણપણે સફળ થયો ન હતો અને તેને બહુમતી મળી ન હતી.કર્ણાટકમાં નરેન્દ્ર મોદીની જાહેર સભાઓએ ભાજપતરફી વાતાવરણ સર્જવાનું કામ કર્યું છે.તેથી એટલું તો સ્પષ્ટ જ છે કે વિધાનસભાઓની આગામી ચૂંટણીમાં પણ ભાજપ તો મોદી કાર્ડ સાથે જ આગળ વધશે.હવે જોવાનું એ રહે છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યો, જ્યાં ભાજપ ૧૫ વર્ષથી સત્તા પર છે ત્યાં સત્તાવિરોધી લહેરને નરેન્દ્ર મોદી રોકી શકે છે કે કેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભાજપને જીતાડી આપવામાં નરેન્દ્ર મોદી સફળ તો રહ્યા હતા, પરંતુ તેમને અપેક્ષા અનુસારની જીત અપાવી શક્યા ન હતા.રાજસ્થાનમાં સત્તાવિરોધી લહેર પ્રબળ છે ત્યારે તેને મોદી ફૅક્ટર દૂર કરી શકશે? એ પણ એવા સમયે જ્યારે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પોતે એક મોટાં નેતા છે?આપણે ૨૦૦૩-૦૪ના અટલ બિહારી વાજપેયીના સમયકાળમાં ડોકિયું કરીએ. એ વખતે ભાજપ સત્તા પર હતો અને ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો.એ વખતે ભાજપ ઘણો મજબૂત લાગતો હતો અને તેનો આત્મવિશ્વાસ પણ જોરદાર હતો. ભાજપ પાસે પ્રમોદ મહાજન જેવા ચતુર રાજકીય વ્યૂહરચનાકાર પણ હતા.એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપને પૂરતો સહકાર આપ્યો ન હતો, કારણ કે આરએસએસ અને અટલ બિહારી વાજપેયી વચ્ચે ગંભીર મતભેદ હતા.હાલના સમયમાં પણ સ્થાનિક કાર્યકરો નિરાશ તથા હતાશ જોવા મળી રહ્યા છે. ફરક એટલો છે કે આરએસએસ હજુ સુધી નરેન્દ્ર મોદીથી ઉબાઈ ગયો નથી.ભાજપે ૨૦૧૪માં મોટો જનાદેશ મેળવ્યો હતો. તેનાથી પક્ષ આગળ જશે કે પાછળ એ બાબતે અત્યારે કંઈ કહેવું વહેલું ગણાશે. તેનો અંદાજ પણ લગાવી શકાય નહીં.
અત્યારે તો એવું માનવું પડશે કે મોદીના ચહેરાનો કરિશ્મા હજુ ફિક્કો પડ્યો નથી.’સૌને સાથે લઈને સૌનો વિકાસ’ કરવાનો પ્રયાસ કરવાની વાત ઠીક છે, પરંતુ શું દરેકને ખુશ કરવા શક્ય છે? કારણ કે એક વર્ગને ખુશ કરવાની કવાયતમાં અનિચ્છાએ પણ બીજા વર્ગને નારાજ કરવો પડે છે. અનુસૂચિત જાતિ/જનજાતિના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટવાનો સરકારનો નિર્ણય પણ આવો જ સાબિત થઈ રહ્યો છે.આ મુદ્દે સવર્ણોમાં ખાસ્સી એવી નારાજગી હોવાનું કહેવાય છે. આ વર્ગ ભાજપનો મુખ્ય મતદાતા છે.
આ વર્ગ માત્ર ભાજપ જ નહીં, અન્ય તમામ રાજકીય દળોથી પણ નારાજ છે.આ વાત ભાજપને માટે આશાના કિરણ સમાન છે, કારણ કે નારાજગી છતાંય આ વર્ગે અન્ય કોઈ રાજકીય પક્ષ તરફ ઢળવાના અણસાર નથી આપ્યા.
બીજી વાત એ પણ છે કે આ વર્ગ જેટલી નારાજગી દેખાડશે, એટલું જ ભાજપ માટે દલિતોને સમજાવવાનું સરળ હશે કે પાર્ટીએ તમારા માટે ’સવર્ણોની નારાજગી’ વહોરી લીધી છે.
જોકે આ વ્યૂહરચના બેધારી તલવાર જેવી છે.પેટ્રોલ તથા ડીઝલના આકાશ આંબતા ભાવ ચૂંટણી સમયે ભાજપ માટે માથાના દુખાવા સમાન બને તેમ છે.આ બાબતે કેન્દ્રની મોદી સરકારે રાજકીય લાભ લેવાના બદલે આર્થિક રીતે વ્યવહારુ વલણ અપનાવ્યું છે.કેન્દ્ર સરકારે ન તો સબસિડી આપવાની જાહેરાત કરી છે અને ન તો કેન્દ્રીય કરોમાં ઘટાડો કરવાના કોઈ નિર્દેશ આપ્યા છે.
નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, તેલંગાણા તથા મિઝોરમ વિધાનસભાની ચૂંટણી યોજાશે.ગત લોકસભા ચૂંટણી સમયે એનડીએનું જે સ્વરૂપ હતું, તે હવે બદલાઈ ગયું છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂ તથા બિહારમાં જીતન રામ માંઝી ગઠબંધન છોડી ચૂક્યા છે. તો ઉપેન્દ્ર કુશવાહાનો એક પગ અંદર તથા એક પગ બહાર છે.શિવસેના છેલ્લા ચાર વર્ષથી ’તારી સાથે પ્રીત, તારી સાથે નારાજગી’ની રમત રમી રહી હતી, પરંતુ હવે તે પણ આગળ વધી ગઈ હોય તેમ જણાય છે.જો ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના મુખ્ય મંત્રી બને તેની જેટલી શક્યતા છે, એટલી જ શક્યતા ભાજપ અને શિવસેના મળીને ચૂંટણી લડે તેની છે.બિહારમાં નીતિશ કુમાર એ વાતનો નિર્ણય નથી કરી શકતા કે તેઓ ખુદને પટણા સુધી મર્યાદિત રાખે કે દિલ્હી તરફ કૂચ કરે. આ તસવીરનો બીજો આયામ પણ છે.
કોંગ્રેસ અને ચંદ્રબાબુ નાયડૂના દુશ્મન એવાં ભાજપ તથા તેલંગણા રાષ્ટ્ર સમિતિ એકબીજાને મૈત્રી સંદેશ મોકલી રહ્યા છે.
ઓડિશામાં ભાજપે સ્વીકારી લીધું છે કે નવીન પટનાયકને આ ચૂંટણીમાં નહીં હરાવી શકાય.બીજી બાજુ, નવીન પટનાયકે પણ સ્વીકારી લીધું છેકે નરેન્દ્ર મોદી સાથે મુખ્ય મંત્રીના દિવસો દરમિયાનની મૈત્રી જાળવી રાખવામાં કોઈ વાંધો નથી.તામિલનાડુનું રાજકારણ અગાઉ કદાચિત્‌ જ આટલું ગૂંચવાયું હશે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ત્યાંની સત્તારૂઢ પાર્ટી કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી સાથે તાલમેલ જાળવી રાખે છે.
રોજગારનો મુદ્દો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે સૌથી વધુ કપરો છે. વાયદા મુજબ કામ ન કરી શકવા છતાંય તેમની લોકપ્રિયતા ખાસ ઘટી નથી. એ સિવાય વિભાજીત વિપક્ષ એ ભાજપ માટે લાભકારક નીવડી શકે તેમ છે.

Related posts

કિમ જોંગ ઉન અને શી જિનપિંગની રહસ્યમય મુલાકાત

aapnugujarat

कैंसर की वजह से पीड़ित महिला की संख्या ज्यादा मौत के मामले में पुरुष आगे

aapnugujarat

ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat