Gujarat

ભીમ એપ્લિકેશનનું નવુ સંસ્કરણ એન્ડ્રોઇડ અને આઇઓએસ ઉપર દેખાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલી ભીમ એપ્લિકેશનનું નવું સંસ્કરણ હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ પર જોવા મળશે. ભારત ઇન્ટરફેસ ફોર મની(ભીમ/ યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ(યુપીઆઇ), નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ) દ્વારા વિકસિત કરાયેલી ક્રાંતિકારી પ્લેટફોર્મ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર નવી આવૃત્તિ ભીમ ૧.૪.૧ સાથે ઉપલબ્ધ છે. અત્યારસુધીમાં ૨૦ મિલિયનથી વધુ ભીમ એપ્લિકેશન ડાઉનલોડ થઇ ચૂકી છે.તા.૩૧ ઓકટોબર,૨૦૧૭ના રોજથી ભીમ ૫૯ બેંકો સાથે રજૂ થયેલી છે. ભીમ એપ્લિકેશન તેના વપરાશકર્તાઓને ઓફર કરવામાં આવતી સુવિધાને લઇ લાખો લોકોમાં લોકપ્રિયતા મેળવી રહી છે. ડિજિટલ માર્કેટીંગ પ્રોફેશનલ પુજા જયસ્વાલ છેલ્લા છ મહિનાથી ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પોતાનો અનુભવ શેર કર્યો કે, મેં મારા એકિસસ બેંક એકાઉન્ટને આ એપ્લિકેશનથી લીંક કર્યું છે અને હું મારા મિત્રો અને પરિવારના નાણાં ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કરું છું.મેં ભીમના સ્કેન એન્ડ પે ફીચર્સનો પણ ઉપયોગ કર્યો છે. ભીમ એપ્લિકેશન ડાયનેમીક કયુઆર કોડ બનાવવા મદદ કરે છે અને કોઇપણ ચૂકવણી કરવા માટે આ કયુઆર કોડ સ્કેન કરી શકે છે. આ એપ્લિકેશન ૧૩ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભીમ-યુપીઆઇ ૩૬૫ દિવસ સતત કામ કરે છે. જેના દ્વારા નાણાં કોઇપણ બેંકની મુલાકાત લીધા વિના સીધું જ વપરાશકર્તાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. ભીમ એપ્લિકેશનનો બીજો ફાયદો એ છે કે, રેફરરે ચોક્કસ સંખ્યાબંધ ટ્રાન્ઝેકશન પૂર્ણ કર્યા પછી પ્રોત્સાહનના સ્વરૂપમાં પુરસ્કાર મેળવી શકાય છે. એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ ગુગલ પ્લે સ્ટોરમાંથી ભીમ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે, જયારે આઇફોન વપરાશકર્તાઓ એપલ એપ સ્ટોરમાં એપ્લિકેશન શોધી શકે છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઇ જાય પછી તેમના યુપીઆઇ પીન, યુપીઆઇ આઇડી સેટ કરવાની જરૂર છે અને પછી આ એપ્લિકેશન સાથે વ્યવહાર કરવાનું શરૂ કરી શકાય છે. નાણાં મોકલવા, બીલ ભરવા, ચૂકવણીની રિમાન્ડર્સ, ટ્રાન્ઝેકશન સ્ટેટમેન્ટ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાના કારણે ભીમ એપ્લિકેશન ખૂબ લોકપ્રિય થઇ રહી છે.

Related posts

RLD to contest alone on all 11 seats in US assembly bypolls

aapnugujarat

કોંગ્રેસ દ્વારા વફાદારોને ઇનામ અને ગદ્દારોને કડક સજા કરાશે

aapnugujarat

मेट्रो रेल के कामकाज की वजह से जीवराज पार्क सर्कल क रास्ते खराब

aapnugujarat

Leave a Comment