BuisnessInternational News

ભારત ફિનટેક કંપનીઓ માટે અવસરના દ્વાર તરીકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં તેમની સરકાર સત્તામાં આવ્યા બાદથી હજુ સુધી ભારત ડિજિટલ ઇનોવેશનના ક્ષેત્રમાં ખુબ આગળ નિકળી ચુક્યું છે. સિંગાપોરમાં આયોજિત ફિનટેક ફેસ્ટિવલને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આજે ભારત દુનિયાભરની ફિનટેક કંપનીઓ માટે ખુબ મોટા અવસરના કેન્દ્ર તરીકે છે. મોદીએ કહ્યું હતું કે, અમે એવા યુગમાં છે જ્યાં ટેકનિકના માધ્યમથી ઐતિહાસિક ફેરફાર થઇ રહ્યા છે. ડેસ્કટોપથી લઇને ક્લાઉડ સર્વિસ સુધી, આઈટી સેવાથી લઇને ઇન્ટરનેટ સુધી, અમે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ નિકળી ચુક્યા છે. કારોબારમાં દરરોજ ઉથલપાથલ થઇ રહ્યા છે. વૈશ્વિક અર્થ વ્યવસ્થાનું ચિત્ર બદલાઈ રહ્યું છે. ટેકનિકથી આ નવી દુનિયામાં સ્પર્ધા અને પાવરની પરિભાષામાં ફેરફાર જોવા મળે છે. આનાથી લોકોના જીવનમાં ફેરફારો થઇ રહ્યા છે. મોદીએ પોતાના સંબોધનમાં મોટાપાયે થયેલા ફેરફારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૧.૩ અબજ લોકો માટે ફાઈનાન્સિયલ ઇન્ક્લુશનની બાબત એક વાસ્તવિકતા બની ચુકી છે. અમે આધાર મારફતે ૧.૨ અબજ બાયોમેટ્રિક આઇડેન્ટીફિકેશન તૈયાર કરી ચુક્યા છે. આધાર અને જનધન મારફતે ૩૩૦ લાખ નવા બેંક ખાતા ખોલવામાં આવી ચુક્યા છે. ૨૦૧૪માં ૫૦ ટકાથી પણ ઓછા ભારતીયો પાસે બેંક એકાઉન્ટ હતા. આજે સ્થિતિ બદલાઈ ચુકી છે. ફિનટેક ફેસ્ટિવલ વિશ્વાસના ઉત્સવ તરીકે છે. ઇનોવેશનમાં વિશ્વાસ, કલ્પના શક્તિમાં વિશ્વાસ, યુવાઓની ઉર્જામાં વિશ્વાસ અને દુનિયાને વધુ વ્યવસ્થિત બનાવવાના ઉત્સવ તરીકે છે. સિંગાપુર હવે નાણાંકીય સેવા માટે હબ બની ચુક્યું છે. ગયા વર્ષે જૂનમાં તેઓએ અહીંથી રુપે કાર્ડની શરૂઆત કરી હતી. સાથે સાથે યુપીઆઈ આધારિત ભારત ઇન્ટરફેશ ફોર મની (ભીમ)ની શરૂઆત કરી હતી જેને ઉલ્લેખનીય સફળતા મળી રહી છે. આના માધ્યમથી બેંક એકાઉન્ટ અને વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસની વચ્ચે પૈસા મોકલી શકાય છે.

Related posts

रूसी हथियार खरीद पर बोले जयशंकर- भारत का तर्क जरूर समझेगा US

aapnugujarat

મુકેશ અંબાણી ફોરેન પોલિસી મેગેઝીનની ટોપ-૧૦૦ ગ્લોબલ થિંકર્સ લિસ્ટમાં સામેલ

aapnugujarat

અમેરિકામાં ફરી શટડાઉનની સ્થિતિ બાદ ભારે અનિશ્ચિતતા

aapnugujarat

Leave a Comment