Blogs

ભણતરનો ભાર

હવેના સમયમાં બાળકનું બીજી કોઈ રીતે ઘડતર થાય કે ન થાય, ભણવામાં તો તે હોશિયાર થવો જ જોઈએ એવું પ્રેશર વધી રહ્યું છે. પોતાનું બાળક ખૂબ ભણે, પહેલો નંબર લાવે અને બધા કરતાં આગળ નીકળી જાય એ માટે ભણવાનું ખૂબ જ પ્રેશર કરતાં પેરન્ટસે માટે ચેતવણીરૂપ તારણ અમેરિકાના રિસર્ચરોએ કાઢ્યું છે. તેમનું કહેવું છે કે એનાથી બાળકોમાં અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર થવાની શક્યતાઓ વધી જાય છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ માયામીના શોધકર્તાઓએ નોંધ્યું છે કે ૧૯૭૦ની સાલ પછીથી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડરનું નિદાન ઘણું વધ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી અટેન્શન ડેસિફિટ હાઈપર એિક્ટિવટી ધરાવતાં બાળકોની સંખ્યા ૧૯૭૦ની સરખામણીએ લગભગ ૩૯ ટકા જેટલી વધી છે.દેશમાં અત્યાર સુધી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર રહ્યો છે. પરંતુ બીજીબાજુ દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનુ પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. છેલ્લા ૨ વર્ષમાં ભારતમાં ૨૬,૬૦૦ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. આ એ આંકડો છે જે પોલીસ ચોપડે નોંધાયો છે. જ્યારે પોલીસ ચોપડે ન નોંધાયા હોય તેવી પણ ઘણી આત્મહત્યાની ઘટના છે. કેન્દ્ર સરકાર દ્વારા આ આંકડો સંસદમાં રજુ કરાયો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રી હંસરાજ આહીરે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, ૨૦૧૪માં ૮૦૬૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૫માં ૮૯૩૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જ્યારે ૨૦૧૬માં ૯૪૬૭ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ૨૦૧૪ બાદ દર વર્ષે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસ વધી રહ્યા છે.૨૦૧૬માં વિદ્યાર્થીઓની આત્મહત્યાના સૌથી વધુ ૧૩૫૦ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. પશ્ચિમ બંગાળમાં ૧૧૪૭ કેસ, તમિલનાડુમાં ૯૮૧ કેસ અને મધ્યપ્રદેશમાં ૮૩૮ કેસ નોંધાય હતા. ૨૦૧૫માં મહારાષ્ટ્રમાં ૧૨૩૦ કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં ૯૫૫, છત્તીસગઢમાં ૭૩૦, પશ્ચિમ બંગાળમાં ૬૭૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. શિક્ષણનુ હબ ગણાતા કોટામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. અહીં ૨૦૧૨માં ૧૧, ૨૦૧૩માં ૨૬, ૨૦૧૪માં ૧૪, ૨૦૧૫માં ૧૭ અને ૨૦૧૬માં ૧૭ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓમાં મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. માનસિક તણાવ આત્મહત્યા પાછળનુ સૌથી મોટુ કારણ છે. મહત્વનુ છે કે હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોટા જાય છે.બાળકો પર બાળપણ થી જ ભણતરના ભાર કરતા માં-બાપની અપેક્ષાઓનો ભાર વધારે હોય છે. બાળકો બિચારા માતા પિતા ના સપના પુરા કરવા માટે જ જાણે ભણતા ના હોય ? તેમના પોતાના પણ સપનાઓ હોઈ શકે છે , એની તો કોઈને પરવા જ ક્યાં હોય છે. માં-બાપ હમેશા બાળકો પાસે અવ્વલ આવાની અને સારા ટકા લાવાની આશા રાખતા હોય છે પરંતુ એ એ નથી વિચારતા કે એમાં બાળક બિચારું કેટલી હદે પ્રેશરાઈઝડ થઇ રહ્યું છે. એમાય માં બાપના સપના સપના તો કંઇક અલગ જ હોય છે. તારે તો બેટા મોટા થઈને ડોક્ટર જ બનવાનું છે અથવા તો બેટ , મારું તો એજ સપનું છે કે તું એક મોટો એન્જીનીયર , વકીલ , સી.એ બને . પણ આમાં બાળકોના સપનાઓનું શું ? એવો વિચાર માં-બાપ કરે છે ખરા ? ઘણા કિસ્સાઓમાં તો બાળકોના ભણતર માટેનું ફિલ્ડ પણ બાળકો એમાં રસ મુજબ નહિ પરંતુ માતા પિતાની ઈચ્છા મુજબ અથવા અમુક કેસમાં તો માં બાપ જ ચૂઝ કરે છે . તારે આ જ વિષય લેવો જોઈએ , તારું ફ્યુચર આમાં બ્રાઈટ રહેશે . આ બધુ માં બાપ જ ડીસાઈડ કરી લેતા હોય છે.બીજી સૌથી ખરાબ બાબત છે કમ્પેરીઝન જે બાળકોના મન પર બહુ વિપરિત અસર કરે છે. માતા-પિતા દ્વારા બીજા બાળકો સાથે સતત કરાતી તુલના બાળકોને હતાશ કરી દે છે. જો તારા કરતા તો તારો ફ્રેન્ડ વધારે ટકા લાવ્યો છે, તારાથી તો પેલો વધારે હોંશિયાર છે , તારે જો આગળ નીકળવું હોય તો એના કરતા વધારે ટકા લાવા પડશે આવી બધી વ્યર્થ તુલનાઓ ના લીધે તેઓ નાસીપાસ થઇ જાય છે.અને ઘણા એવા બાળકો છે જેઓ માનસિક તાણ કે વધુ પડતા પ્રેશર ને કારણે માનસિક રોગો નો ભોગ બને છે અને કેટલાય તો આત્મહત્યા પણ કરી લે છે . આવામાં જવાબદાર ભણતર નહિ પરંતુ ખુદ તેમના પોતાના માં-બાપ જ હોય છે. બાળકો ખુદ પરિવારની અને માતા-પિતા ની ઇચ્છાઓ અપેક્ષાઓ હેઠળ એટલા દબાઈ જાય છે કે તેમનો વિકાસ અટકી જાય છે. અને બાળક હમેશા એક માનસિક તાણ હેઠળ જીવતું થઇ જાય છે.કુમળી વયના બાળકોના નાજુક ખભા પર ભણતરનો ભાર જોઈને આખેઆખી શિક્ષણ વ્યવસ્થાને ફૂટપટ્ટીથી ફટકારવાની ઈચ્છા થાય. શૈક્ષણિક નીતિ ઘડનાર શિક્ષણ શાસ્ત્રીઓ શાળામાં આટલા બધા થોથાં ભણાવવા નહીં જોઈએ અથવા તો એને બદલે વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કેમ નહીં કરતા હોય. શિક્ષણ જગત કેટલાં વિશાળ ફ્લક પર પહોંચી ગયું છે! વિશ્ર્‌વભરમાં શિક્ષણ ક્ષેત્રે કેટલું બધું પરિવર્તન આવી ગયું છે એનો અભ્યાસ કરીને એના અમલને આડે કયા અવરોધો આવતા હશે.સવારના પહોરમાં આંખો ચોળતા ચોળતા ખભે મસમોટી સ્કૂલબૅગ ઊંચકીને ચાલતા ભૂલકાંઓને જોઈને દયા ઊપજે. બીજી બાજુ ઉદાસીનતા ઘેરી વળે, પરંતુ માતા-પિતાઓ અને વાલીઓ લાચાર છે. એમને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા છે. વર્તમાન ‘ભણતરના ભાર સાથે’ની શૈક્ષણિક વ્યવસ્થાનો સ્વીકાર કર્યા વિના તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. એટલે માતા-પિતા પણ બચ્ચાઓને વજન ઊંચકતા કરી દે છે.મહારાષ્ટ્ર સરકાર લગભગ ત્રણેક વર્ષ અગાઉ ભાર વિનાના ભણતરની નીતિ લાવી હતી. આમ છતાં મુંબઈ શહેરની શાળાઓની આસપાસ નજર દોડાવશો તો ભારે વજનદાર બૅગ ઊંચકીને જતા વિદ્યાર્થીઓ દેખાશે. સમજદાર લોકોને – માતાપિતા – વાલીઓને પ્રશ્ર્‌ન થતો હશે જ કે પૉલિસી હોવા છતાં એનો અમલ કેમ થતો નથી. પોલિસી આવી એના ત્રણ વર્ષના વાણા વહી ગયા હોવા છતાં પણ હજી બાળકોના નાજુક ખભા પરનો ભારે બોજ કેમ હળવો થતો નથી.સરકારની પૉલિસી મુજબ સ્કૂલ બૅગનું વજન બાળકના વજનના દસ ટકાથી વધુ ન હોવું જોઈએ, પરંતુ કમનસિબી જુઓ મોટાભાગની શાળાઓ આ પૉેલિસીના અમલથી ઘણી છેટે છે, અમલને નામે મીંડુ છે.૯૦ ટકા વિદ્યાર્થીઓ ભારે વજનદાર બૅગ ઊંચકીને શાળાએ જતા હોવાનું તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું. આથી ય વધુ શરમજનક વાત એ છે કે આમાંના સંખ્યાબંધ બાળકો એમના વજનથી બમણા વજનની બૅગ ઊંચકતા હોવાનું બહાર આવ્યું હતું.આ આખીય ઘટનાની વરવી બાજુ તો એ છે કે આ સર્વેક્ષણ કરનારા એક્ટિવિસ્ટ બહેને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) કરીને પેલી કહેવાતી પૉેલિસીના અમલ વિશે જાણવા માગ્યું.પૉેલિસી મુજબ શાળાઓએ વિદ્યાર્થીઓની બૅગનું વજન ચેક કરીને તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને મોકલવાનો હતો, પરંતુ આરટીઆઈના પ્રતિસાદે ઘોર ઉપેક્ષાનું દારૂણ ચિત્ર ઊભું કર્યું.આ વર્ષ માટે હજુ સુધી આવો કોઈ ડેટાનું સંકલન થયું નથી. શાળાઓ પાસેથી રિપોર્ટ જ મળ્યા નથી તો ડેટા કેમ ઊભો થાય! સર્વે જ થયો નહીં હોય.અંધેર કયાં ચાલે છે. શાળાઓએ મોકલવાના રિપોર્ટ – સર્વે કરીને કેમ મોકલ્યા નથી! શાળાઓ ગાફેલ રહી તો એમનો કાન આમળીને એમને અહેવાલ સુપરત કરવાનું શા માટે જણાવાયું નહીં?આ બાળકોના બોજવાળા ભણતરનો ભાર ઘટાડવા પ્રત્યેની ઉદાસીનતા નથી તો બીજું શું છે?‘અમે પૂછયું નહીં અને તમે કહ્યું નહીં’ આ કેવી નીતિ? ૨૦૧૫માં રાજ્યના શિક્ષણ ખાતાએ સ્કૂલ બૅગનું વજન હળવું કરવા સંદર્ભમાં શાળાઓ માટે દસ માર્ગદર્શિકાનું લિસ્ટ તૈયાર કર્યું હતું તો પછી શું થયું? એનો અમલ થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કોની?બાળકોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાની કોઈ ગંભીરતા નથી. અમુક મહત્ત્વના પ્રશ્ર્‌નોનો ઝડપી ઉકેલ લાવવાની જરૂર હોય છે. આમાંનો આ એક પ્રશ્ર્‌ન છે, જેના પ્રત્યે આવી ઉદાસીનતા પાલવે નહીં. આ સામાજિક પ્રશ્ર્‌ન બાબતે કોઈ રાજકારણની બૂ આવતી નથી. એટલે રાજકીય કારણસર એનો હલ નહીં આવતો હોય એવું વિચારીએ, પણ આ બાબતે એવા કોઈ ચિહ્નો સ્પષ્ટપણે દેખાતા નથી, જે નજરે ચડે છે તે માત્ર અને માત્ર ઉદાસીનતા છે.આ ઉપેક્ષા માત્ર સરકારી તંત્ર તરફની નથી. શાળાઓના સંચાલકોની પણ છે. શાળા સંચાલકોએ જ પહેલ કરીને વિદ્યાર્થીઓનો બોજ ઘટાડવા ઉતાવળ કરવી જોઈએ, એને સ્થાને તેઓ રિપોર્ટ મોકલવામાં પણ ઠાગાઠૈયા કરે! આ શું સૂચવે છે? બાળકોનો શારીરિક બોજ ઘટાડવાથી માનસિક બોજ પણ હળવો થશે. એમના માતાપિતાને પણ થાક ઓછો લાગશે.શાળાના શિક્ષકો કે સંચાલકોને આવું ‘શિક્ષણ’ આપવું પડે? એમની બુદ્ધિમત્તાની કસોટી ભણતરનો બોજ ઘટાડવા કેટલા ઝડપી પગલાં લે છે – એમાં છે.ભાવિ નાગરિકોનો બોજ હળવો થશે તો સમાજ પરનો અન્ય ઘણો બોજ હળવો કરી શકાશે.આપણે જ્ઞાનની મહત્તા કરીએ છીએ પણ હવે તો તે પણ પરીક્ષાઓનાં બોજનો ભાર બની ગયુ છે વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોનાં ભાર તળે એવા દબાઇ જાય છે કે ખરેખર જ્ઞાન શું છે તે સમજમાં જ આવતું નથી.

Related posts

વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં શું થશે….

aapnugujarat

રાજકીય પક્ષો પોતાની નિષ્ફળતા છૂપાવવા ખેડૂતોના દેવા માફી જેવા પગલાં ભરે છે…!!?

aapnugujarat

✍ ?आज का विचार?

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat