Gujarat

બોડેલીની એમડીઆઈ સ્કૂલ (ખત્રી વિદ્યાલય)માં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

સાર્વજનિક હોસ્પિટલ-નબીપુર તથા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, કલ્લાના સૌજન્યથી સેવા-રૂરલ ઝઘડીઆ તરફથી આયોજીત બોડેલીની એમ.ડી.આઇ. સ્કૂલ (ખત્રી વિદ્યાલય) ખાતે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં ૬૮૪ લાભાર્થીઓએ લાભ લીધો છે.
નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન સાર્વજનિક હોસ્પિટલ-નબીપુર તથા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, કલ્લાના સૌજન્યથી સેવા-રૂરલ ઝઘડીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. નેત્ર નિદાન કેમ્પની શરૂઆતથી લોકોએ લાઈન લગાવી હતી.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામના એક મુસ્લિમ તરફથી તમામ મર્હુમોના સ્મરણાર્થે લિલ્લાહ સાર્વજનિક હોસ્પિટલ-નબીપુર તથા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, કલ્લાના સૌજન્યથી સેવા-રૂરલ ઝઘડીઆ દ્વારા નિઃશુલ્ક પણે આાંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોના નિદાન કેમ્પમાં ઓપરેશન લાયક દર્દીઓને મફત નેત્રમણી (લેન્સ) મૂકી આપવામાં આવી હતી તેમજ આંખના સર્જન તબીબ દ્વારા આંખની તપાસ કરાઈ તેમજ આંખના રોગોની તકલીફો જેવી કે, આંખે ઝાંખ વળવી, આંખો દુઃખવી, આંખ ચોંટવી, આંખો લાલ રહેવી વિગેરે જેવી તકલીફોનું નિદાન કરી મફત સારવાર આપવામાં આવ્યું હતું, જે દર્દીને મોતીયા, ઝામર, વેલ,નાસુર જેવા ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓ તેમજ વધુ સારવારની જરૂરવાળા દર્દીઓને શ્રી કસ્તુરબા હોસ્પીટલ સેવા રુરલ, ઝઘડીયા ખાતે દાખલ કરી સારવાર કરવામાં આવશે. બોડેલીના નેત્ર નિદાન કેમ્પના સ્થળેથી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ ઝઘડીયા ખાતે લઈ જવાના તથા ઓપરેશન પછી કેમ્પના સ્થળે પરત મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં ૨૨ જેટલા દર્દીઓને ઓપરેશનની સલાહ અપાઈ અને પાંચ દર્દીઓને સ્થળ પરથી જ ઓપરેશન માટે ઝઘડીયા લઈ જવાયા હતા તો ૧૭ જેટલા દર્દીઓને તારીખ આપવામાં આવી હતી. ઝઘડીયા ઓપરેશન માટે દાખલ કરેલ દર્દીઓને ઓપરેશન પછી દવા તથા કાળા ચશ્મા મફત આપવામાં આવ્યા હતાં.
આંખના નંબર તપાસી મર્યાદિત નંબરના ગોલ્ડન ફ્રેમવાળા ચશ્મા મફત આપવામાં આવનાર હોવાનું જણાવતા કેમ્પનો વધુમાં વધુ લોકો ને લાભ લેવા અનુરોધ કર્યો હતો જેમાં ૨૯૧ ને ચસ્મા આપવામાં આવ્યા અને ૩૯૪ જેટલા દર્દીઓને દવા આપી સારવાર આપવામાં આવી હતી.
બોડેલી ખાતે યોજાયેલા આઈ કેમ્પમાં એજ્યુકેશનના હિમાયતી એવા સૈયદ વાહેદઅલી બાવા સાહેબે પોતાનું પ્રવચન આપતા જણાવ્યુ હતું કે ડોકટર ના વિચારોમાં નફરત પેદા થાય વિચારો બદલાય તો પાંચ દસને મારે કોઈ એન્જનિયરને મારશે પણ એક શિક્ષકના વિચારો બદલાય તો તેના હાથ નીચેથી નીકળનારા હજારો બાળકોમાં નફરત પેદા થાય છે અને દેશનું મોટું નુકસાન થઇ શકે છે એટલે શાળા મેનેજમેન્ટની જવાબદારીમાં આવે છે કે તમારા શિક્ષકોને ટ્રેન કરી પવિત્ર વિચારો પેદા કરવામાં આવે.
બોડેલી ખાતે યોજાયેલા કેમ્પમાં મુખ્ય ડોનર એવા દરબારમામા વાડીવાલાને બુકે અને મોમેન્ટો આપી શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું , ત્યારે કેમ્પમાં ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વાહેદઅલી બાવા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં સૈયદ હસનઅલી બાવા હરવાંટ વાલા , મોહમ્મદ હાફેજી ડેમાં, યુસુફ બંગલાવાલા ,અહમદ મહમદ લાલા, હોસ્પિટલ મેનેજર અલી કડૂજી, ડો,વિક્રમ વાસદિયા,નટુભાઇ શ્રીમાળી, અલીખેરવા સરપંચ કંચનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ અજીતસિહ લાકોડ. સદસ્ય જિગ્નેશ ચોકસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી,બોડેલી)

Related posts

સાતમું પગાર પંચ સૌથી પહેલા ગુજરાતમાં જ અમલી : રાજ્યપાલના પ્રવચન પર વિજય રૂપાણીનું નિવેદન

aapnugujarat

Extensive investment response to the state’s IT / ITES policy formulated under the leadership of CM

aapnugujarat

હિંમતનગરમાં ટીંટોડીએ બુલેટમાં ઈંડા મૂક્યાં

editor

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat