Latest newsNational

બિહાર,આસામ, બંગાળમાં પુરની સ્થિતીમાં વધુ સુધારો

બિહાર, આસામ, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં મોટા ભાગના પુરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતીમાં હવે નોંધપાત્ર સુધારો થયો છે. પુરગ્રસ્ત આસામ અને ઉત્તર બંગાળમાં મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સુધરી છે. પુરના પાણી ઉતરી રહ્યા છે. બીજી બાજુ બિહારમાં સ્થિતીમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી. બિહારના ૧૯ જિલ્લાના ૧.૭૧ કરોડ લોકો હજુ અસરગ્રસ્ત છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ પુરની સ્થિતીમાં હજુ પણ ઉલ્લેખનીય સુધારો થયો નથી. મોતનો આંકડો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત વધી રહ્યો છે. હવે મોતનો આંકડો વધીને ૪૯૦ સુધી પહોચી ગયો છે. બિહારમાં પુરના કારણે હજુ સુધી ૧૯ જિલ્લાના ૧.૭૧ કરોડ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી કરી દેવામાં આવી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘુટણ સુધી પાણી ભરાયેલા છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૩૬ લોકોના મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૯૫ લોકોના મોત થયા છે. સિતામઢીમાં ૪૬ લોકોના મોત થયા છે. કટિહારમાં ૪૦, પૂર્વ ચંપારન જિલ્લામાં ૩૨, મધુબાનીમાં ૨૮ લોકોના મોત થયા છે. કિશનગંજમાં ૨૪ લોકોના મોત થયા છે. દરભંગા અને માધેપુરામાં ક્રમશ ૨૬ અને ૨૨ લોકોના મોત થયા છે. સુપૌલમાં ૧૬, ગોપાલગંજમાં ૨૦, પુરણિયામાં ૯, મુઝફ્ફરપુરમાં ૯, ખગરિયામાં ૮, સારનમાં ૧૩, સહરસામાં ૮ , સિઓહારમાં ૬ના મોત થયા છે.મોટી સંખ્યામાં લોકોને અસર પણ થઇ છે. રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૨૮ ટીમો છે. જેમાં ૧૧૫૨ કર્મચારીઓ સામેલ છે. ૧૧૮ બોટ પણ છે. પુરગગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાને રોકવા માટે પણ તં૬ સામે નવી સમસ્યા સર્જાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી ઓગષ્ટના દિવસે હવાઇ નિરિક્ષણ કર્યા બાદ ૫૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. મોદીએ સીમાંચલ ક્ષેત્રના જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કેટલીક જગ્યાએ પુરના પાણીની સપાટી ઘટી છે જેથી લોકો તેમના આવાસ પર પરત ફરી રહ્યા છે. જો કે આ તમામ જગ્યાએ હવે રોગચાળોનો ખતરો તોળાઇ રહ્યો છે. બિહારમાં સ્થિતીને ધ્યાનમાં લઇને હવે રાહત કેમ્પની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા કેમ્પની સંખ્યા ૬૨૪ હતી. જે હવે ઘટાડીને ૨૨૨ કરી દેવામાં આવી છે. આમાં ૧.૪૪ લાખ લોકો રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. કુલ ૧૪૦૩ સામુહિક રસોડા ચાલી રહ્યા છે જેમાં ૩.૫૪ લાખ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે. બીજી બાજુ ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. પુરના બીજા દોરમાં જે ૭૩ લોકોના મોત થયા છે. આસામમાં ૧૫૭ થી પણ ઉપર પહોંચી ગયો છે. ઉત્તર અને પૂર્વીય રાજ્યના છ જિલ્લામાં ૧.૬ લાખ લોકો હજુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આસામમાં પુરના નવેસરના મોજામાં ૨.૦૩ લાખ લોકોને અસર થઇ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ધેમાજી, બારપેટા, ચિરાંગ, મોરીગાંવ, નાગાંવ અને કારબી એંગલોંગનો સમાવેશ થાય છે. પાટનગર ગુવાહાટીમાં આઠ લોકોના મોત થયા છે. મોરીગાંવમાં સૌથી વધુ અસર થઇ છે. અહીં ૯૨૦૦૦ને અસર થઇ છે જ્યારે નાગાંવમાં ૫૪૫૦૦ લોકોને અસર થઇ છે.
પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી.એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૭૩ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૫૭ ઉપર પહોંચી ગયો છે. ૩૪૩ ગામો હજુ પાણીમાં છે. ૨૫૦૦૦ એકર પાક ભૂમિ પાણીમાં છે. ૯૧ રાહત કેમ્પો ચાલી રહ્યા છે. ચાર જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો છે જ્યાં ૨૪૫૫૭ લોકોને આશરો આપવામાં આવ્યો છે. લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં મૃતાંક વધીને વધીને ૧૦૧ ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે. ગોરખપુર જિલ્લામાં ચારના મોત થયા છે. લખીમપુર ખેરીમાં એકનુ મોત થયુ છે. પુરગ્રસ્ત જિલ્લાની સંખ્યા હવે ૨૪થી ઘટીને ૧૪ થઇ ગઇ છે. ૩૧૨૮ ગામો અસરગ્રસ્ત થયા છે જે પૈકી ૨૦૬૧ ગામો પાણીમાં છે. લખીમપુર ખેરી, બારાબંકી, ફૈઝાબાદમાં ભારે નુકસાન થયું છે. કોલકાતાથી પ્રાપ્ત અહેવાલ મુજબ છ જિલ્લાઓમાં પુરની અસર થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થયો નથી. જે જિલ્લાઓને અસર થઇ છે તેમાં અલીપુરદાર, જલપાઈગુડી, દિનાજપુર, કુચબિહાર, માલ્દાનો સમાવેશ થાય છે. ૫૯ લાખ લોકોને અસર થઇ છે. છ લાખ હેક્ટર પાક ભૂમિને નુકસાન થયું છે. ૭૦૦૦ કરોડનું નુકસાન થઇ ચુક્યું છે.

Related posts

પીયૂષ ગોયલ નાણાં પ્રધાન, સ્મૃતિ ઈરાની ફરી માનવ સંસાધન વિકાસ પ્રધાન બનશે : અહેવાલ

aapnugujarat

Senior Advocate Mukul Rohatgi Declines Centre’s Offer to Return as Attorney General

aapnugujarat

Ajit Pawar seeks dismissal of PIL filed against him in irrigation scam

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat