Gujarat

પે એન્ડ પાર્કની કમાણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાગીદારી કરશે

ગત ઓગસ્ટ-ર૦૧૮માં તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમનના ભાગરૂપે નાગરિકોને વધુ ને વધુ પે એન્ડ પાર્કની સુવિધા આપવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તે વખતે બે તબક્કામાં સત્તાવાળાઓએ કુલ ૭૩ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેનો અપસેટ વેલ્યૂ આધારિત કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં ક્વાયત આરંભી હતી, જોકે તેમાં મહદંશે નિષ્ફળતા મળતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની નીતિ બદલી છે. તંત્રની નવી નીતિ મુજબ પસંદ કરાયેલા ૧૮ પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરની કમાણીમાં અમ્યુકો દ્વારા હવે ભાગીદારી કરાશે. શહેરમાં એક અંદાજ મુજબ ૪પ લાખથી વધુ વાહન હોઇ તેમાં દરરોજ ૮૦૦ વાહન ઉમેરાઇ રહ્યાં છે. બીજી તરફ ગઇકાલે મેટ્રો રેલ દોડતી થયા બાદ શહેરીજનોને એએમટીએસ, બીઆરટીએસ ઉપરાંત હવે જાહેર પરિવહન સેવામાં મેટ્રો રેલ એમ ત્રીજો વિકલ્પ મળ્યો છે. તેમ છતાં દેશનાં મુંબઇ, બેંગલુરુ, ચેન્નઇ જેવાં અન્ય શહેરોની તુલનામાં અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ખાસ અસરકારક નીવડી નથી. સુરત જેવાં રાજ્યનાં અન્ય શહેરો જેવા અમદાવાદમાં ત્રણ-ચાર કિમી લાંબા બ્રિજ નથી, ફકત જે તે જંક્શન પર પ૦૦થી ૭૦૦ મીટરના ટુકડામાં બ્રિજનું નિર્માણ કરીને શાસકો દિન-પ્રતિદિન વિકરાળ બનતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી રહ્યા છે. આવા અડધા-અધૂરા પ્રયાસો બદલ હાઇકોર્ટે અવારનવાર તંત્રની ઝાટકણી પણ કાઢી છે. ગઇ ઓગસ્ટ-ર૦૧૮માં હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાવાળાઓ દ્વારા પહેલા તબક્કામાં રપ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેમાં કુલ ૧૩,૮૧૭ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ અને બીજા તબક્કામાં વધુ ૪૮ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેમાં કુલ ર૪,રપપ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગની સુવિધા ઊભી કરાઇ હતી. આ બન્ને તબક્કાના કુલ ૭૩ પે એન્ડ પાર્ક પૈકી સત્તાધીશો દ્વારા માત્ર ર૩ પે એન્ડ પાર્કને અલગ તારવીને તેનાં ટેન્ડર બહાર પડાયાં હતાં. ત્રણેક મહિના પહેલાં બીજી વખત બહાર પડાયેલા ટેન્ડરમાં ફક્ત બે પે એન્ડ પાર્કની ઓફર આવી હતી, જે પૈકી ગોતા-સરખેજબ્રિજની ઓફર તંત્રની અપસેટ વેલ્યૂ કરતાં ઓછી આવતાં તેને ફગાવાઇ હતી જ્યારે અસલાલીની ઓફરને માન્ય રખાઇ હતી. હવે તંત્રે જે તે પે એન્ડ પાર્કની અપસેટ વેલ્યૂ નિર્ધારિત કરીને આવક મેળવવાના બદલે ૧૮ પે એન્ડ પાર્કમાં જે તે કોન્ટ્રાક્ટરની કમાણીમાં શેરિંગ કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. તંત્રના રેવન્યૂ શેરિંગ તંત્રની નીતિ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીસ ટકા અપસેટ શેરિંગ ટકાવારી નક્કી કરાઇ છે એટલે વીસ ટકા કે તેથી વધુ ટકાવારી ઓફર કરનાર કોન્ટ્રાક્ટરને તેનો એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ અપાશે.
તંત્ર દ્વારા ભાડાની વસૂલાત માટે રેટ મુજબની ટિકિટ છાપીને કોન્ટ્રાક્ટરને અપાશે અને આવકનાં નાણાંમાંથી દર મહિને નિર્ધારિત શેરિંગની ચુકવણી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. ટુવ્હીલર માટે લઘુતમ અને બે કલાક સુધી રૂ.પાંચ, ફોર વ્હીલરના રૂ.પંદર, મીડિયમ ગુડ્‌ઝ વ્હીકલના રૂ.પ૦ અને હેવી ગુડ્‌ઝ વ્હીકલના રૂ.૭પનો દર નક્કી કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૮ પે એન્ડ પાર્કમાં રેવન્યૂ શેરિંગની નવી નીતિથી નાગરિકોને ૭૬૦૪ ટુ વ્હીલર અને ર૪૧૧ ફોર વ્હીલર મળીને કુલ ૧૦,૦૧પ વાહનના પાર્કિંગની સુવિધા મળશે.

Related posts

મત ગણતરીની તૈયારી : ૭૦ ખાસ નિરીક્ષક ગોઠવી દેવાયાં

aapnugujarat

गुजरात सरकार ने सी-प्लेन के किराया में की भारी कटौती

editor

રાજપીપલાથી જુનારાજ અને કોકટીથી દેવમોગરા સુધીના નવીન માર્ગની મંજૂરી માટે વન વિભાગને દરખાસ્ત મોકલવા માર્ગ-મકાન વિભાગને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાનો આદેશ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat