Buisness

નવા નિયમો હેઠળ સેબીની સીએ, સીએસ ઉપર નજર

બેડ લોન અને એનપીએની સમસ્યાનો સામનો કરી રહેલા બેંકિંગ સેક્ટરને લઇને આરબીઆઈ ખુબ જ સાવધાન છે. આરબીઆઈની નજર હવે આશરે ત્રણ ડઝનથી વધુ એવા સીએ ઉપર કેન્દ્રિત છે જે પ્રમોટર્સની સાથે મળીને બેડ લોન વધારવામાં મદદરુપ થાય છે. જ્યારે સ્ટ્રેસ્ડ અસેટ વાળી કંપનીઓ ઇનસોલ્વંસી અને બેંકરપ્સી કોડ હેઠળ આવી રહી છે ત્યારે આરબીઆઈ આ કંપનીઓ સાથે જોડાયેલા લોકોની ભૂમિકામાં તપાસ કરી રહી છે. બીજી બાજુ માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, પોસ્ટ એકાઉન્ટન્ટ અને વેલ્યુઅર્સ ઉપર સકંજો જમાવવા તૈયારી કરી છે. સેબી તરફથી તેમના પર જંગી દંડ લાદવામાં આવી શકે છે. લિસ્ટેડ કંપનીઓ સાથે તેમની ડિલિંગમાં જો કોઇ ગેરરીતિ દેખાશે તો સીએ, કંપની સેક્રેટરી ઉપર જંગી દંડ લાદવામાં આવશે. સેબી દ્વારા હાલમાં નવા કાયદા ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે. પંજાબ નેશનલ બેંકને આવરી લેતા હાઇપ્રોફાઇલ કેસ બાદ ઓડિટરો અને વેલ્યુઅર્સની ભૂમિકા ચકાસણી હેઠળ આવી ગઇ છે. સેબી દ્વારા સિક્યુરિટી માર્કેટમાં ગેરરીતિને રોકવા માટે નવા ધારાધોરણો સાથે ફ્રોડના કિસ્સાને રોકવા સંપૂર્ણપણે સજ્જ છે. સેબીનું કહેવું છે કે, જો સીએ અથવા તો સીએસ જેવા લોકો ગેરરીતિમાં ઝડપાશે તો તેમના ઉપર કઠોર દંડ લાગૂ કરવામાં આવશે. સેબીએ આ સંદર્ભમાં એક મુસદ્દા પેપર તૈયાર કરી લીધા બાદ તેના કઠોર પાસા ઉપર ચર્ચા ચાલી રહ છે. અંતિમ રેગ્યુલેશન કન્સલટેશન પેપર ઉપર તમામ સંબંધિત પાસેથી અભિપ્રાય લીધા બાદ અમલી કરવામાં આવશે. નવા ધારાધોરણો હેઠળ તર્ક અંગે પૂછવામાં આવતા અધિકારીઓનું કહેવું છે કે, મૂડીરોકાણકારોનો આત્મવિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ પરિબળ તરીકે છે. સિક્યુરીટી માર્કેટના સફળ ઓપરેશનમાં રોકાણકારોનો વિશ્વાસ અતિ જરૂરી છે.

Related posts

નવા નિયમો પાળવા વધુ સમયની એમેઝોન-ફ્લિપકાર્ટ દ્વારા માંગ

aapnugujarat

એચડીએફસી અને બેંક ઓફ બરોડાએ વ્યાજદરમાં કર્યો વધારો

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૬૨,૧૫૬ કરોડ વધી

aapnugujarat

Leave a Comment