Gujarat

નવરાત્રિમાં ગરબા સ્થળોએ મહિલા પંચની નજર રહેશે

ગુજરાતભરમાં આવતા મહિને નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબા રમતી મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે છેડતી કરવાનો બનાવ ન બને તે માટે રાજ્યનું મહિલા આયોગ પણ આ વખતે હરકતમાં આવ્યું છે. જેમાં મહિલા આયોગ રાજ્યભરમાં કરવામાં આવેલા ગરબાના આયોજન સ્થળો પર બાજ નજર રાખશે. નવરાત્રિ કે ગરબા દરમ્યાન કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે તેવી સ્પષ્ટ તાકીદ પણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવી છે. બીજીબાજુ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિ દરમ્યાન યુવતીઓ ્‌અને મહિલાઓની સુરક્ષા અને સલામતી તેમજ લુખ્ખા તત્વો દ્વારા થતી પજવણી અને છેડતી રોકવા માટે દર વર્ષે એન્ટી રોમિયો સ્કવોડ સહિતની સુરક્ષા ટીમોની રચના કરાતી હોય છે. જેના અનુસંધાનમાં હાલ પોલીસ તંત્ર દ્વારા પુખ્ત અને સક્રિય વિચારણા ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં કલબો, પાર્ટી-પ્લોટો સહિતના સ્થળોએ એન્ટી રોમિયો સ્કવોડ અને મહિલા પોલીસની વિવિધ ટીમો સાદા ડ્રેસમાં પણ સુરક્ષામાં તૈનાત રહેશે. જો કોઇપણ લુખા તત્વો કે રોમિયો યુવતીઓ કે મહિલાઓની છેડતી કે પજવણી અથવા ચેનચાળા કરતાં પણ પકડાશે તો તેઓને જેલભેગા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. શહેર પોલીસની સાથે હવે આ વર્ષે ગુજરાત રાજય મહિલા આયોગ પણ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને સલામતીને લઇ ભારે ચિંતિત હોઇ આગળ આવ્યું છે. મહિલા આયોગ તરફથી અમદાવાદ સહિત રાજયભરમાં ગરબાના આયોજન સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવશે અને તેનો સમગ્ર રિપોર્ટ મેળવવામાં આવશે. મહિલા આયોગ દ્વારા ગરબા આયોજકો, કલબો અને પાર્ટીપ્લોટોના સંચાલકો સહિતના સંબંધિત તમામ લોકોને અત્યારથી જ રાસ-ગરબા અને નવરાત્રિ કાર્યક્રમો દરમ્યાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ કડક ચેતવણી આપી દેવામાં આવી છે. મહિલા આયોગ તરફથી એવી પણ જાહેર તાકીદ કરાઇ છે કે, જો નવરાત્રિ કે ગરબા દરમ્યાન કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે.

Related posts

ડૉ. આંબેડકર દલિત પરિષદ આયોજિત જાહેર ચર્ચા-સભા યોજાઈ

aapnugujarat

हत्या का बदला हत्या : ओढव क्षेत्र में परिवार के चार सदस्यों ने युवको को जहर पिलाया

aapnugujarat

અમદાવાદ શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat