Gujarat

નરોડામાં સગીરાની હત્યા પ્રકરણમાં ટ્રાફિક શાખાના એએસઆઇ લાખનસિંહની ધરપકડ

નરોડાના એવન્યુ એપાર્ટમેન્ટના ફલેટમાંથી બંધ કોથળામાંથી ૧૭ વર્ષીય સગીરાની લાશ મળવાના ચકચારભર્યા પ્રકરણમાં બનાવ વખતે હાજર જે ડિવીઝનમાં ફરજ બજાવતાં એએસઆ્રૂઆસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર) લાખનસિંહ ગંગારામ રાજપૂતની આજે પોલીસે ધરપકડ કરી હતી. આમ, સગીરાની હત્યા પ્રકરણમાં ધરપકડનો આંક ત્રણ પર પહોંચ્યો છે. સગીરાની હત્યા પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે પહેલાં જ મુખ્ય આરોપી અને મરનારના પ્રેમી રીતેશ પંચાલ અને તેના મિત્ર રણજીતસિંહ ઝાલાની ધરપકડ કરી લીધી છે. તેઓની પૂછપરછમાં બનાવ વખતે ટ્રાફિક શાખાના જે ડિવીઝનમાં ફરજ બજાવતા એએસઆઇ લાખનસિંહ ગંગારામ રાજપૂત પણ હાજર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેને પગલે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરતાં લાખનસિંહ વિરૂધ્ધ નક્કર માહિતી મળતાં આખરે તેની પણ વિધિવત્‌ ધરપકડ કરી લેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના ભાટેલી ગામથી ૧૭ વર્ષીય સગીરાને તેનો પરિણિત પ્રેમી રીતેશ પંચાલ ભગાડીને અહીં તેણી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવી પૈસા કમાવવાના બદઇરાદાથી લઇ આવ્યો હતો. રીતેશ પંચાલે તેના મિત્ર રણજીતિસિંહને તેના ફલેટમાં જ આ સેક્સરેકેટ ચલાવવા તેને પણ પૈસાની લાલચ આપી હતી. જેથી રણજીતસિંહ તૈયાર થઇ ગયો હતો. સગીરાને પોતાના ફલેટ પર લવાયા બાદ રણજીતસિંહે ટ્રાફિકશાખાના એએસઆઇ લાખનસિંહ રાજપૂતને ફોન કરી સગીરા સાથે મોજ માણવા બોલાવ્યો હતો. સગીરા સાથે એક રાત માણવાના રૂ.પાંચ હજાર નક્કી કરાયા હતા. બનાવના દિવસે લાખનસિંહે નોનવેજની પાર્ટી કર્યા બાદ સગીરા સાથે શારીરિક અડપલાં અને છેડછાડ શરૂ કરી હતી. સગીરાને બદઇરાદાની ગંધ આવી જતાં તેણે આવું કરવાનો સાફ ઇનકાર કર્યો હતો અને બૂમાબૂમ મચાવવાનું શરૂ કર્યું હતું. જેથી લાખનસિંહ ઉપરાંત ફલેટમાં હાજર રણજીતસિંહ અને રીતેશ પંચાલે સગીરાને પકડી તેનું મોં દબાવી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ મોં છોડાવી બૂમરાણ ચાલુ રાખતાં આરોપીઓએ તેને પકડી રાખી અને એક જણાંએ તેનુ ગળુ જોરથી દબાવ્યું હતું, જેમાં સગીરા મરી ગઇ હતી.

Related posts

પાવર ટ્રીપ થતાં મેટ્રોના પૈડા થંભી જતાં યાત્રીઓ પરેશાન

aapnugujarat

હાટકેશ્વર વિસ્તારમાં ઉછીના પૈસા પાછા માંગતા મિત્રએ મિત્રને પતાવી દીધો

aapnugujarat

Gujarat Govt and shipping ministry grants Surat-Mumbai ferry service operations from Hazira

aapnugujarat

Leave a Comment