Sports

ધીમી પિચો પર જીતે છે વિરાટ સેના, અહીં થશે પરીક્ષા : સ્મિથ

ભારતીય ટીમ વન ડે અને ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરી રહી છે ત્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગ્રીમ સ્મિથે ભારતીય ટીમના પ્રદર્શનને લઇને મોટુ નિવેદન આપ્યું છે.
સ્મિથે કહ્યું છે કે, વિરાટ સેના ધીમી પિચો પર સિરીઝ જીતવામાં સફળ રહે છે અને તેને દક્ષિણ આફ્રિકામાં ઝડપી પિચ પર રમવાનું છે, જે ઘણું મુશ્કેલભર્યું હશે.
આગામી વર્ષે રમાનાર ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચોમાં અસલી પરીક્ષા હશે.સ્મિથે ભારતના હાલના ફોમ પર નિવેદન આપતા કહ્યું છે કે, તેમની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ઘણું સારું રમતા જોઇ શકાય છે. આ વાતનો શ્રેય તેની ટીમ અને કપ્તાન વિરાટ કોહલીને જાય છે પરંતુ, મને લાગે છે કે, જ્યારે આ ટીમ દક્ષિણ આફ્રિકામાં આવશે તો તેમના માટે સ્થિતિ બિલકુલ અલગ હશે.
તેનું માનવું છે કે, ભારતીય ટીમ ઘરમાં અથવા શ્રીલંકા અને કેરેબિયનમાં રમી રહી છે, જ્યાં બોલ થોડો ધીમી ગતિથી આવે છે પરંતુ, દક્ષિણ આફ્રિકાની પિચો પર તેમની વાસ્તવિક પરીક્ષા થશે.

Related posts

AB de Villiers offers to play in 2019 World Cup, but turned down by Cricket South Africa

aapnugujarat

લસીથ મલિંગાએ બોલને કિસ કરવાની ટેવ સુધારવી જોઈએ : સચિન

editor

એમઆરએફ સાથે કોહલીની ૧૦૦ કરોડની સ્પોન્સરશીપ

aapnugujarat

Leave a Comment