EducationLatest news

ધા. ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ ૯માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ અને ધોરણ ૧૦માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં ૮૦ ગુણ અને આંતરિક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા ગુણ હેતુલક્ષી પ્રશ્નોના રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જૂન ૨૦૧૮થી ધોરણ ૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી પ્રથમ ભાષા અને ધોરણ ૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી પ્રથમ ભાષામાં એનસીઈઆરટીના પુસ્તકોને અમલી કરવામાં આવ્યા છે જેથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજ રીતે આજરીતે પાઠ્યપુસ્તકોનો અમલ થતો હોવાથી રાજ્ય સરકારે ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કર્યા છે.
પરીક્ષા પદ્ધતિમાં આ મહત્વના ફેરફારના કારણે વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્યનો વિકાસ થશે. જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા છે. બદલાયેલા પાઠ્યક્રમના પરિણામે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૦૧૮થી ધોરણ ૧થી ૯માં પ્રથમ કસોટીના ૫૦ ગુણ, બીજી કસોટીના ૫૦ ગુણ અને વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ રહેશે. હેતુલક્ષી પ્રશ્નો, નિબંધ લક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. વર્ષ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓ અને આંતરિક મુલ્યાંકનના કુલ ૨૦૦ ગુણના ૫૦ ગુણમાંથી વાર્ષિક મુલ્યાંકન કરવાનું ૧૦૦ ગણતરી કરીને રહેશે. વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ગુણ લાવવાના રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધોરણ ૯માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મૂલ્યાંકનના રહેશે જે ૨૦ ગુણના રહેશે. આજે લેવામાં આવેલા નિર્ણયોને લઇને વાલીઓમાં પણ ચર્ચા જોવા મળી હતી.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ ઓએમઆર પદ્ધતિના સ્થાને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. ૮૦ ટકા પ્રશ્નો ટુંકા તથા લાંબા પ્રશ્નો તથા નિબંધ પ્રકારના રહેશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય ૫૦ ગુણનું રહેશે. ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચ ૨૦૧૯માં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષા માટે હાલની પદ્ધતિ યથાવત રહેશે. ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રનું પરિરુપ યથાવત રહેશે.

Related posts

અંકુશરેખા પર પાકિસ્તાનનો ફરી વખત ભીષણ ગોળીબાર

aapnugujarat

રશિયા : ઇમરજન્સી લેન્ડીગ વેળા વિમાન તુટ્યુ, ૪૧ મોત

aapnugujarat

સીબીઆઈ – મમતા વિવાદ : પુછપરછ પહેલાં બંગાળના ઘણાં અધિકારી રાજીવની સહાયમાં

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat