Gujarat

દેસાસણ ગામ પંચાયત દ્વારા ગટર લાઈનમાં કૌભાંડ થયાના આરોપો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ દેસાસણ ગામ પંચાયત દ્વારા તાજેતરમાં જ ગામમાં ગંદા પાણી નિકાલ માટે ભુગર્ભ ગટર લાઇન કરવામાં આવેલ છે જેમાં સરકારના નિયમ વિરુદ્ધ કામ કરવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ દેસાસણ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પણ ગટર યોજના બાબતે કૌભાંડ કર્યું હોવાનું સામે આવેલ હતું ત્યારે તાજેતરમાં ગામમાં ભૂગર્ભ ગટર યોજનાના કામ ચાલી રહ્યું છે જેમાં તલાટી અને સરપંચ દ્વારા પીવીસી આઈએસઆઈ માર્કાવાળી પાઇપ નાંખવાની જગ્યાએ નોન પીવીસી પાઇપ ગટર યોજનામાં નાંખી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.
ગામના નાગરિકો દ્વારા જાણવા મળ્યું હતું કે દેસાસણ ગ્રામ પંચાયતના સરપંચ ફક્ત અને ફક્ત ચૂંટણી સમયે જ ગામમાં આવી વિકાસની વાતો કરે છે ત્યારે પંચાયતના તલાટી પણ નિયમિત પંચાયતમાં આવતા નથી જેથી ખેડુતોને જમીનના ઉતારા માં તાત્કાલિક જરૂર પડતા તલાટીના સહીને સિક્કા કરવા માટે પણ ગામ લોકોને મુશ્કેલી પડી રહી છે. વાત જો રોડ રસ્તા નહીં કરવામાં આવે તો ઠુંમરા અને દેસાસણ વચ્ચેનો રોડ પણ બિસ્માર હાલતમાં છે ત્યાંથી નીકળવું પણ માથાના દુખાવા સમાન બની છે. વારંવાર પંચાયતને જાણ કરવા છતાં પણ પંચાયત આંખ આડા કાન કરે છે ત્યારે ગામમાં સ્ટ્રીટ લાઈટો પણ રાત્રિના સમયમાં નિયમિત ચાલુ થતી નથી તે સાથે જ વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે બે સાસણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો પણ નિયમિત હાજરી આપતા નથી જેથી સગર્ભા મહિલાઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેસાસણ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં માસ્ક તથા સેનેટાઈઝ નું પણ વિતરણ કરવામાં આવ્યું નથી. તાજેતરમાં ગામના પ્રવેશ દ્વારની બાજુમાં પથ્થર ચણતરથી કોટ બનાવવામાં આવી રહ્યો છે તે કોર્ટમાં પણ જુના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં વાત કરવામાં આવે તો દેસાસણ ગ્રામ પંચાયત ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે. ગટર લાઈનનો ભૂગર્ભ ગટર લાઇનમાં નોન આઈએસઆઈ પીવીસી લગાવવામાં આવેલ છે ત્યારે આ બાબતે અમારી ટીમે તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત જાણ કરેલ છે. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉચ્ચકક્ષાએથી તલાટી તથા સરપંચ ઉપર તપાસ બેસાડી હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ. આ અગાઉ પણ દેસાસણ ગામમાં ગટર યોજના બાબતે ભ્રષ્ટાચાર થયો હતો અને તાજેતરમાં ચાલી રહેલ ભુગર્ભ ગટર યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ મારફતે અપાતા મેમોથી મુક્તિ

aapnugujarat

કડીમાં મૂશળાધાર વરસાદ

editor

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ૪૯ ટકામાં ફેરફારો વગર જ પાટીદારોને અનામતનું વચન

aapnugujarat

Leave a Comment