Blogs

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

કારણ નં. ૨ :- દલિત વર્ગો પ્રત્યે ઓરમાયું વર્તન
દલિત વર્ગો પ્રત્યેની બેદરકારીભરી રીતથી નહેરૂ સરકાર પ્રત્યે મને તીવ્ર અસંતોષ થયો છે કારણ કે કેન્દ્ર સરકારે દલિતોના રક્ષણની જવાબદારી પ્રાંતિક સરકારોને માથે નાંખી દીધી છે. વળી કેન્દ્ર સરકારે પછાતવર્ગ માટે એક કમિશનરની નિમણૂંક કરી દીધી છે. જેની નિયુક્ત કરશે. આપણાં સંવિધાનને સ્વીકાર્યે એક વર્ષ કરતાં પણ વધુ સમય થયો, છતાં બંધારણ અનુસાર સરકારે આજ દિન સુદી તે કમિશનરની નિયુક્તિ કરી નથી. પછાતવર્ગોના રક્ષણનું બ્રિટિશ સરકારે જે વચન આપ્યું હતું, તેને આ સરકાર ઘોળીને પી ગઈ છે એટલું જ નહીં પણ તેની ધરાર ઉપેક્ષા કરે છે. આથી ચિતિંત બની મેં અછૂતોની સ્થિતિ વિશે સર્વેક્ષણાત્મક અહેવાલ તૈયાર કર્યો હતો અને તે રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘને મોકલવાનું વિચાર્યું હતું. પરંતુ પછી તે મોકલવાનું માંડી વાળ્યુ, એટલા માટે કે થોભું અને રાહ જોઉં કે ભારતીય સરકાર આ માટે શું કરે છે.
બંધારણમાં સ્વીકારાયેલી અછૂતો માટેની જોગવાઈઓથી ને પૂરેપૂરો સંતોષ નહોતો જ પરંતુ મેં તેનો એટલામાટે સ્વીકાર કર્યો કે સરકાર દલિતોની પ્રગતિ માટે કાંઈ નક્કર રચનાત્મક કાર્યક્રમ મૂકશે જ, પરંતુ એના એ જ જુલ્મ અને અત્યાચારો આજે પણ ચાલુ છે, જેના સેંકડો દાખલા હું આપી શકું તેમ છું. પોલીસ પણ દલિતોને મદદ કરતી નથી ! મને પ્રશ્ન થાય છે કે ભારતના દલિતો જેવી કફોડી હાલત શું વિશ્વમાં કોઈ ઠેકાણ હશે ખરી ? પ્રધાનમંત્રીનો બધો સમય મુસલમાનોના રક્ષણની ચિંતામાં પસાર થાય છે, એના પ્રમાણમાં અછૂતોની તથા ભારતીય ખ્રિસ્તીઓની તેઓ કેટલી ચિંતા કરે છે ?
થોડા સમય પહેલાં અછૂતો પ્રત્યેની સરકારની આ ઉપેક્ષાભરી નીતિની એક જાહેરસભામાં (લખનૌ ૨૫-૪-૧૯૪૮) મેં કડક આલોચના પણ કરી હતી.
માનનીય ગૃહમંત્રીએ મને એકવાર પ્રશ્ન કર્યો હતો કે : ‘બાર ટકાના પ્રતિનિધિત્વથી શું અછૂતોને કોઈ લાભ થયો નથી ?’ એના પ્રત્યુત્તરમાં મેં મક્કમતાપૂર્વક ના પાડી અને કહ્યું કે, ‘તે નિયમનો કદી અમલ જ થયો નથી.’ તે પછી ગૃહમંત્રીશ્રીએ સરકારના જુદા જુદા વિભાગોમાંથી માહિતી મંગાવી કે અછૂતોની કેટલી ભરતી થઈ છે ? એનો જવાબ આપતાં મોટાભાગના ખાતાઓએ લખ્યું કે, ‘શુન્ય અથવા માંડ એકાદ ટકો’ સરકારી અધિકારીઓના આ જવાબ ઉપર મારે કોઈ ટીકા-ટીપ્પણી કરવાની જરૂર ખરી ? જે સમાજમાં હું જન્મ્યો છું, તેના ઉદ્ધાર અર્થે સમજણો થયો ત્યારથી લાગી ગયો છું. વળી મને પ્રલોભનો નથી મળ્યાં તેવું પણ નથી. મેં જો ફક્ત મારા પોતાના પુરતી સ્વાર્થની જ ચિંતા કરી હોતતો હું જે કાંઈ માંગુ તેનાથી અનેકગણું મને મળત. કોંગ્રેસમાં જોડાયો હોત તો સંગઠનનું ઉંચામાં ઉંચુ સ્થઆન આસાનીથી પ્રાપ્ત કરત પરંતુ આગળ કહ્યું, તેમ મેં મારી જાતનું અછૂતોના ઉદ્ધાર અર્થે સંપૂર્ણપણે સમર્પણ કર્યું છે. આથી દિલતોના હિત પ્રત્યે ઉપેક્ષાભરી નીતિથી મને કેટલું દુઃખ થતું હશે તે તમે સહેજે સમજી શકશો જ.

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

MORNING TWEET

aapnugujarat

શુદ્ધ પાણીની સમસ્યા અને ઉપાય

aapnugujarat

VERY MUST READ

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat