Gujarat

ઝાડા-ઉલ્ટીના ૧૮ દિનમાં ૨૬૮ કેસ થયા

અમદાવાદ શહેરમાં ધીમે પગલે હવે ઠંડીની શરૂઆત અનુભવાઈ રહી છે આ પરિસ્થિતિમાં શહેરમાં મચ્છરજન્ય એવા મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કેસોની સાથે ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસો પણ સપાટી ઉપર આવતા તંત્ર ચિંતીત બન્યુ છે.અમદાવાદ શહેરમાં આ માસની શરૂઆતથી માત્ર ૧૮ દિવસમાં જ ડેન્ગ્યુના ૭૧ જેટલા કેસ અને ચીકનગુનીયાના ૧૧ જેટલા કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ જવા પામ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના વાતાવરણમાં છેલ્લા એક સપ્તાહથી પલટો આવ્યો છે.સાંજના સમયથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે આ પરિસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોના વધેલા ઉપદ્રવને લઈને વિવિધ વિસ્તારોમાં આ માસની શરૂઆતથી માત્ર ૧૮ દિવસની અંદર મેલેરીયાના કલ મળીને ૩૬૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ઝેરી મેલેરીયાના કુલ ૬૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ માટે આ માસની શરૂઆતથી જે ચિંતાજનક બાબત જોવા મળી છે એમા અમદાવાદ શહેરમાં એડીસ ઈજીપ્તી દ્વારા ફેલાતા એવા ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસો મોટી સંખ્યામા સપાટી ઉપર આવવા પામ્યા છે.જેમા આ માસની શરૂઆતથી ૧૮ નવેમ્બર સુધીમા ડેન્ગ્યુના કુલ મળીને ૭૧ જેટલા કેસ નોંધાવા પામતા અને ચીકનગુનીયાના ૧૧ જેટલા કેસો સપાટી ઉપર આવતા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.આ ઉપરાંત શહેરના વસ્ત્રાલ વોર્ડમાં આ માસમા કોલેરાનો એક કેસ નોંધાવા પામ્યો છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોલેરાના કુલ ૭૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જેની સાથે ઝાડા-ઉલટીના ૨૬૮ કેસ નોંધાવા પામ્યા છે.
પાણીજન્ય એવા કમળાના કુલ ૧૩૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે તો આ સાથે જ ટાઈફોઈડના પણ ૧૮ દિવસની અંદર ૧૯૮ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અવારનવાર ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને પોલ્યુશનની ફરીયાદોના નિકાલ મામલે સુચનાઓ આપી હોવા છતાં અધિકારીઓ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે જેના કારણે રોગચાળો હવે બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે.

Related posts

માંડલ ખંભલાય મંદિરે મહાકાલ મૃત્યુંજય મહાયાગ પ્રસંગે વર્ષોથી ટ્રસ્ટમાં યોગદાન આપનાર મહાનુભાવોનું કુત્સસ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તા. ૧૭ મી એ જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળશે

aapnugujarat

Leave a Comment