BuisnessNational

ઝડપથી વધતા મિડ-સ્મોલકેપ શેરમાં સાવચેતી રાખવી જરૂરી

શુક્રવારે માર્કેટમાં ઘટાડાથી લાંબા સમયથી રાહ જાવાતા કરેક્શનની અપેક્ષા વધારી દીધી છે. જાકે, શુક્રવારે માર્કેટ સાધારણ જ ઘટયું છે અને તે કરેક્શનની શરૂઆત કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ મહિનાથી માર્કેટમાં સતત આગેકૂચ થઇ છે અને અર્થસભર કરેક્શનની રાહ જાવાઇ રહી હતી.તાજેતરમાં થયેલા ઘટાડાને પગલે નિપ્ટી ૯૦૬૦-૮૯૭૭ ઉપર બુલિશ વિકલી ગેપ સ્વરૂપે મજબૂત સપોર્ટ પ્રાપ્ત કરશે. જા નિફ્ટી આ સ્તરથી નીચે જશે તો લાંબા સમયથી રાહ જાવાતા કરેક્શનનો પ્રારંભ થશે અને તે દરમિયાન ખરીદીની દરેક તક ઝડપી લેવી સલાહભર્યું છે.દૈનિક ચાર્ટ ઉપર બંન્ને સૂચકાંકોએ સ્મોલ બ્લેક બોડી કેન્ડલનું અપર શેડો સાથે નિર્માણ કર્યું છે. સાપ્તાહિક ચાર્ટ ઉપર સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેએ સ્મોલ બ્લેક બોડી કેન્ડલનું લોંગર અપર શેડો સાથે નિર્માણ કર્યું છે. જાકે, લોવર અને અપર શેડોની ઉપÂસ્થતિ ટકાઉ નથી. આમ દૈનિક અને સાપ્તાહિક ફેર્મેશન નજીકના ગાળામાં સાધારણ મંદીની શક્્યતા વ્યક્ત કરે છે.જા પીછેહઠ ચાલુ રહેશે તો બંન્ને સૂચકાંકો એટલે કે સેન્સેક્સ ૨૯૩૫૬-૨૯૦૯૮ અને નિફ્ટી ૯૬૦૬૦-૮૯૭૭ ઉપર મજબૂત વિકલી ગેપનો સપોર્ટ મેળવશે. આ ગેપ મજબૂત સપોર્ટની સાથે સાથે મેઝરિંગ ગેપ તરીકે પણ કામ કરશે. આ ગેપ થિયરી પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૨૭૩૭ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૧૪૪ છે.
પોઝિટિવ ઝોનમાં હોવા છતાં પણ એમએસીડીએ નવેસરથી વેચાણનું સિગ્નલ આપ્યું છે. પ્રાઇઝ આરઓસી પોઝિટિવ ઝોનમાં છે અને ખરીદીના મોડમાં છે. આરએસઆઇ (૬૦) તેજીનો સંકેત આપે છે. સ્ટોકેÂસ્ટક ઓસિલેટર ૮૭ ખરીદી મોડમાં જળવાયેલો છે. એડીએક્સ ૩૮ના સ્તરે છે, જે આગેકૂચમાં મજબૂતાઇ દર્શાવે છે. એમએફ્‌આઇ (૫૯) નાણાનો સકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી ખરીદીના મોડમાં છે અને સતત હાયર ટોપ, હાયર બોટમ ફેર્મેશન બનાવી રÌšં છે. બોલિંજર બેન્ડ જાન્યુઆરીથી ખરીદીના મોડમાં છે. આમ ઓસિલેટર્સ મિશ્ર વલણની સંભાવના વ્યક્ત કરે છે.સેન્સેક્સ ૨૯૦૭૭ અને નિફ્ટી ૮૯૬૮ ઉપર બંધ આવવામાં સફ્ળ રહેતાં દૈનિક ચાર્ટ ઉપર સોસર ફેર્મેશન પૂર્ણ થયું છે. આ પેટર્ન પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૧૧૫૩-૩૨૪૩૭ અને નિફ્ટીનો ટાર્ગેટ ૯૬૩૦-૧૦૦૪૩ છે. સાપ્તાહિક ફેર્મેશન ઉપર સૂચકાંકોએ કપ એન્ડ હેન્ડલ ફેર્મેશન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૬૭૭-૩૭૫૫૪ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૫૩૬-૧૧૪૧૩ છે.વર્ષ ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાનના સાત વર્ષ માટે જા આપણે કપ એન્ડ હેન્ડલ ફેર્મેશનને ધ્યાનમાં લઇએ તો આ પેટર્ન પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૪૭૧૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૪૬૨ છે. બે વર્ષ માટેની હાલની વિકલી પેટર્ન ઉપર ગોલ્ડન રેશિયો ટાર્ગેટ સેન્સેક્સ માટે ૩૪૬૭૭ અને નિફ્ટી માટે ૧૦૫૩૬ છે. આમ મધ્યમગાળા માટે સેન્સેક્સ ૩૪૬૭૭-૩૪૭૧૫ અને નિફ્ટી ૧૦૪૬૨-૧૦૫૩૬ના ટાર્ગેટને સ્પર્શે તેવી અપેક્ષા રાખી શકાય.આ સપ્તાહે બંન્ને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૨૯૪૯૨ અને નિફ્ટી – ૯૧૨૧)ની ટૂંકાગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૨૮૮૫૨ અને નિફ્ટી – ૮૯૨૭)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૨૭૭૭૭ અને નિફ્ટી – ૮૫૬૮)ની લાંબાગાળાની સરેરાશની ઉપર જળવાઇ રહ્યાં છે. આમ ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાનું વલણ તેજીમય જાવાઇ રÌšં છે.જાન્યુઆરી મહિનાથી માર્કેટમાં તેજીની શરૂઆત થઈ હતી અને એપ્રિલ આવતા આવતા માર્કેટમાં તેજીનો ઉન્માદ ચરમસીમાએ પહોંચી ગયો છે. નિફ્ટી નવી ઓલટાઈમ હાઈ સપાટીએ આવી ગઈ છે. ફુગાવાની ચિંતા અને ચોમાસાની અનિશ્ચિતતાએ આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખ્યા છે. આ સપ્તાહથી પરિણામોની સિઝન શરૂ થશે જેની ઉપર માર્કેટની આગામી ચાલ સ્ટોક સ્પેસિફિક બની રહેશે. જાકે, પાછલા દિવસોમાં કેટલાક મિડકેપ અને સ્મોલકેપ શેરો તેના ફંડામેન્ટલ કરતા વધારે વધી ગયા છે. આવા શેરોમાં સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. આવા શેરોમાં હવે ઉપરના મથાળે તબક્કાવાર નફો બુક કરતા રહેવું. ઓવરઓલ માર્કેટમાં આઈ.ટી., ફાર્મા, ઓટો જેવા સેક્ટરોએ તેજીમાં ભાગ લીધો નથી. પરિણામો ધારણા કરતાં સારા રહેતા આ સેક્ટર્સમાં ખરીદી જાવા મળી શકે છે. એકંદરે આવનાર દિવસોમાં રૂપિયો ઓવરવેલ્યૂડ શેરોમાંથી અંડરવેલ્યૂડ શેરો તરફ શિફ્ટ થતો જાવા મળી રહ્યો છે.એસ્ટ્રો ટેક્નો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૯૧૫૦થી ૯૨૭૫ની ટ્રેડિંગ રેન્જ રહેશે. જે તરફ બ્રેકઆઉટ આવશે. એ તરફ બીજા ૧૦૦થી ૧૫૦ પોઈન્ટની ચાલ જાવાશે.
નોંધ ઃ પાછલા દિવસોમાં અહીંથી ઈલેક્ટ્રોસ્ટીલ કાÂસ્ટંગ રૂ. ૩૧માં ખરીદવા જણાવ્યો હતો. જે વધીને રૂ. ૩૭.૨૫ થયો જાવાયો. શીલચર ટેક્નો રૂ. ૩૮૫વાળો રૂ. ૫૧૦, એવીટી નેચરલ રૂ. ૩૭.૭૫વાળો રૂ. ૪૯.૯૦, લાહોટી ઓવરસિસ રૂ. ૨૨વાળો રૂ. ૨૯.૫, વીમટા લેબ રૂ. ૧૦૯વાળો રૂ. ૧૨૮.૫૦, આર્કિટ પ્લાય રૂ. ૬૯વાળો રૂ. ૮૫.૮૦ થતો જાવાયો. ગત સપ્તાહે જણાવેલ નાથ બાયો રૂ. ૧૪૮થી એક જ સપ્તાહમાં ૨૯ ટકા વધીને રૂ. ૧૯૧.૨ થતો જાવાયો.
ડાર્ક હોર્સ
કિલબર્ન એÂન્જનિયરિંગ (૫૨૨૧૦૧) (૬૩.૪૫)
૧૯૮૭માં સ્થપાયેલી કિલબર્ન એÂન્જનિયરિંગ જાણીતા ઔદ્યોગિક ગ્રૂપ
આભાર – નિહારીકા રવિયા વિલિયમસન મેગોર ગ્રૂપની કંપની છે. આ ગ્રૂપ મેકલીઓડ રસલ, મેકનેલી ભારત અને એવરેડી ઈન્ડસ્ટ્રીઝ જેવી અન્ય કંપનીઓ ધરાવે છે. કંપની પ્રોસેસ ઈÂક્વપમેન્ટ અને ટી ડ્રાઇંગ ઈÂક્વપમેન્ટ્‌સ બનાવે છે. કંપની કેમિકલ, સિમેન્ટ, ફર્ટિલાઈઝર, પેટ્રોકેમિકલ, રિફાઈનરી, ક્રૂડ, રબર, શુગર અને ટી ઈન્ડસ્ટ્રીઝને એÂન્જનિયરિંગ પ્રોડક્ટો સપ્લાય કરે છે. કંપનીની ઈÂક્વટી રૂ. ૧૩.૨૬ કરોડ, રિઝર્વ રૂ. ૮૯.૬૦ કરોડ, બુકવેલ્યૂ રૂ. ૭૮ જેટલી મોટી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફો ૩૯ ટકા વધ્યો છે. વર્તમાન ભાવે પીઈ રેશિયો માત્ર ૯ આસપાસ થવા જાય છે. ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવનાર આ કંપનીના સ્ટોકમાં હાલમાં ૩ ટકા આસપાસ ડિવિડન્ડ યીલ્ડ છૂટી રÌšં છે. જાણીતા ગ્રૂપની આકર્ષક ડિવિડન્ડ ચૂકવતી આ કંપનીનો સ્ટોક વર્તમાન ભાવે અંડરવેલ્યૂડ લાગી રહ્યો છે. રૂ. ૫૪ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય. ઉપરમાં ઝડપથી રૂ. ૭૫/૮૦ જ્યારે લાંબાગાળે રૂ. ૧૦૦/૧૨૫નો આંક જાવા મળી શકે છે.
સ્ટોક વોચ
બી. એલ. કશ્યપ એન્ડ સન્સ (૫૩૨૭૧૯ અને એનએસઈ) (૨૪.૦૫)
૨૦૦૬માં ઘણાં ઊંચા ભાવે આઈપીઓ લાવનાર આ કંપનીના શેરનો ઓલટાઈમ હાઈ ભાવ રૂ. ૨૭૪ છે. શેરની ફેસ વેલ્યૂ રૂ. ૧ છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સક્રિય આ કંપનીની ઈÂક્વટી રૂ. ૨૦.૫૪ કરોડ, રિઝર્વ રૂ. ૩૭૮ કરોડ છે. પ્રમોટરો ૬૭.૪૧ ટકા જેટલો ઊંચો સ્ટેક ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ના પહેલા નવ મહિનામાં કંપનીનું ટર્નઓવર રૂ. ૬૦૦.૫૯ કરોડથી વધીને રૂ. ૬૫૫.૩૯ કરોડ થયું છે. જ્યારે કંપનીએ રૂ. ૧.૫૪ કરોડની નુકસાની સામે રૂ. ૫.૨૯ કરોડનો નફો હાંસલ કરીને જારદાર ટર્નએરાઉન્ડ દર્શાવ્યું છે. હાલમાં જ કંપનીને રૂ. ૪૩૧ કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર બુક સતત વધી રહી છે. રૂ. ૨૧ના સ્ટોપલોસ સાથે રૂ. ૩૨-૩૫ના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય.
માર્કેટમાંથી સાંભર્યું છે
ઈન્દ્રપ્રસ્થા મેડિકાલ (૫૩૨૧૫૦ અને એનએસઈ) (૫૫.૩)
એપોલો હોÂસ્પટલ ગ્રૂપની આ કંપનીમાં દિલ્હીના કેટલાક પન્ટરો એકતરફી ખરીદી કરી રહ્યા છે. સ્ટોકમાં ઝડપથી રૂ. ૬૨-૬૫નો આંક જાવા મળી શકે છે.
ટોક્્યો પ્લાસ્ટ (૫૦૦૪૧૮ અને એનએસઈ) (૧૩૬)
મુંબઈના કેટલાક ઓપરેટરો આ સ્ટોક માટે ખાસા બુલિશ છે. મજબૂત પર્ફોર્મન્સ દર્શાવતી આ કંપનીનો સ્ટોક ઝડપથી રૂ. ૧૫૦-૧૫૫નો આંક દર્શાવી શકે છે.

Related posts

જિયો એ બે નવા પ્લાનથી યુઝર્સને આપી સૌથી ધમાકેદાર ઓફર

aapnugujarat

અઝહરુદ્દીને ફરી ચૂંટણી જંગમાં ઉતરવા તૈયારી કરી

aapnugujarat

बिहार में एनडीए की जीत लेकिन नीतीश बाबू की हुई हार : शिवसेना

editor

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat