Gujarat

જુમલાવાળી સરકારનું અંતિમ જુમલા બજેટ : અમિત ચાવડા

મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પોતાનું અંતિમ બજેટ રજૂ કર્યું, જેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈન્કમટેક્ષમાં છૂટ, ટેક્સમાં ઘટાડો, પેંશન, પ્રોવિડંટ ફંડ અને ઈન્સ્યોરન્સ સહિતની બાબતોને લઇ ઘણી મહત્વની જાહેરાતો કરી છે ત્યારે આ બજેટને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભારે વિરોધ અને વખોડતી પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ આ બજેટને લઇને મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આ બજેટ મારફતે કેન્દ્ર સરકારે ૧૧ લાખ કરોડનું દેવું હોવાનું સ્વીકાર્યું છે, એટલું જ નહીં, પરંતુ ૬ હજારની સહાય આપવાની વાત કરીને સરકારે ખેડૂતોની મજાક કરી છે. કેન્દ્ર સરકારનું બજેટ બિલકુલ નિરાશાજનક, મધ્યમવર્ગ માટે મજાક સમાન અને હતોત્સાહ કરનારૂ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, જુમલા સરકારનું આ છેલ્લુ જુમલા બજેટ રજૂ થયું છે. મોદી સરકારે ખેડૂતોનાં ગાલ પર તમાચો માર્યો છે. સરકારે ખેડૂતોનાં દેવા માફ કરવાની વાત કરી હોત તો સારૂ થાત. કારણ કે, ગુજરાત સહિત દેશભરના ખેડૂતો તેની આશ લગાવીને બેઠા હતા. યુવાનોને રોજગારી માટે પકોડા તળવા સિવાય બીજુ કંઇ બાકી નથી રહ્યું. મોદી સરકારે જનતાની ૧૯ લાખ કરોડ રકમ લૂંટી છે. તેમણે આ સરકારને સૌથી વધુ બેરોજગારી વધારનારી સરકાર ગણાવી છે. અમિત ચાવડાએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારીને જનતાને સરકારે લૂંટી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, દેશમાં આર્થિક અસમાનતા વધી છે અને ૧૦ ટકા આર્થિક અનામતમાં આવક મર્યાદા ૮ લાખ રાખી છે અને બીજી બાજુ સ્લેબ ૫ લાખ સુધીનો ટેક્સ બેનિફિટ આપે છે. ચૂંટણીમાં હાર દેખાતા સરકારે ટેક્સનાં રૂપિયા જુમલામાં આપ્યા છે. બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યમવર્ગ સાથે પણ મજાક કરી છે. ચાવડાએ બજેટને ૧૦માંથી ૦ માર્ક્સ આપ્યા હતા અને બજેટને બિલકુલ નિરાશાજનક અને હતોત્સાહ કરનારૂ ગણાવ્યું હતું.

Related posts

કોંગી માટે નર્મદા કમાણીનું સાધન પણ ભાજપ માટે સેવાનું સાધન છે

aapnugujarat

રસ્તા બનાવતી વખતે ગુણવત્તા પર વધુ ધ્યાન આપો : હાઇકોર્ટ

aapnugujarat

તાલુકા પંચાયત અને નગરપાલિકાની ૩૬ પૈકીની ભાજપે ૨૩ બેઠકો જીતી

aapnugujarat

Leave a Comment